અર્નબને ઝટકો |સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર પોલીસથી સીબીઆઈ કેસ ટ્રાન્સફર કરવાની અરજી ફગાવાઈ

મહારાષ્ટ્રમાં પાલઘર મોબ લિંચિંગ અને બાંદ્રામાં પ્રવાસી મજૂરોના ભેગા થવાને, સાંપ્રદાયિક રિપોર્ટ કરવા બાબતે રિપબ્લિક ટીવીના એન્કર અરનાબ ગોસ્વામી પર મહારાષ્ટ્રમાં FIR નોંધાઈ હતી.
અરનાબ ગોસ્વામીએ આ કેસ મહારાષ્ટ્ર પોલીસથી ટ્રાન્સફર કરી સીબીઆઈને સોંપવા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જેને આજે સુપ્રીમ કોર્ટે એમ કહેતા ફગાવી દીધી હતી કે આર્ટિકલ 32 પ્રમાણે FIR પર કોઈ સુનાવણી થઈ ના શકે પણ અરજીકર્તા ઈચ્છે તો સક્ષમ અદાલત (હાઈ કોર્ટ) પાસે જઈ શકે છે.
આમ, હવે અરનબ ગોસ્વામીનો કેસ મહારાષ્ટ્ર પોલીસ પાસે જ રહેશે.