હું પ્રેમ માં છું!

‘હું પ્રેમ માં છું!’,
અમીન ઉમેશ
9714449544
આ વાત સાંભળી ને ઘણા લોકો આશ્ચર્ય માં પડી જાય છે. એક વ્યક્તિ બીજી વ્યક્તિ ને પ્રેમ કરે છે એ સાંભળી ને કેમ જાણે આપણને સ્વભાવિક લાગતું નથી. આમ જોવા જઈએ તો પ્રેમ કરવો એ સામાજિક પ્રાણીનું લક્ષણ છે. માનવજાતિ માટે અતિ આવશ્યક અને અનિવાર્ય પણ છે. પ્રેમ માનવી ની મોટા ભાગની પ્રવૃતિઓના મૂળમાં રહેલો છે.
પ્રેમ એ કેવળ ભાવના નથી. એક વ્યક્તિ સાપેક્ષ સબંધ છે જેમાં વ્યક્તિને બાદ કરતાં કદાચ એનું અસ્તિત્વ મૂળ સ્વરૂપે ન પણ રહે. આ એક એવી ભાવના છે જેને બીજા વ્યક્તિના આશ્રયે વધારે સારી રીતે ટકાવી શકાય છે. પૂર્ણપણે સમર્પિત અને આદર્શ પ્રેમમાં ત્રીજી વ્યક્તિના અવકાશ માટે ની કલ્પનાને પણ સ્થાન નથી હોતું. તો શું સંજોગોને આધીન થઈને કોઈ સંબંધમાં પૂર્ણ વિરામ લાગી જાય તો જીવનમાં પણ પૂર્ણવિરામ લગાવી દેવું જોઈએ ? તો પછી પરંપરા પ્રમાણે સતી થવાની પ્રથા શું ખોટી હતી. જો પુનર્જન્મ હોય શકે તો પુનઃપ્રેમ કેમ ના હોય શકે ? પ્રેમની સત્યતા અને પૂર્ણતા ફક્ત તેની આદર્શતા પર નથી ટકેલી. એકજ જીવનમાં બે વસંતનું સુખ પણ માનવ જીવનમાં સ્વાભાવિક છે. અને કદાચ આને જ પ્રેમની પૂર્ણતા અને આદર્શતા કહેવાય. અને માનવીને આનો પણ પૂરેપૂરો હક છે.
૧. પ્રેમ સ્વતંત્રતા
હવે વાત કરીએ સ્વતંત્રતાની – પ્રેમમાં બીજાની સ્વતંત્રતા સ્વીકારીને માનવી પોતાની પૂર્ણ સ્વતંત્રતા માની શકતો નથી.પ્રેમ અને સ્વતંત્રતામાં ફક્ત એટલો જ ભેદ છે કે પ્રેમમાં તમારે સંપૂર્ણ આધારીત રહેવું પડે છે જયારે સ્વતંત્રતામાં તમારે આંશિક પણે જ આધારિત રહેવું પડે. પ્રેમ જ્યારે માંગવામાં આવે છે ત્યારે માણસની સ્વતંત્રતા નષ્ટ પામે છે. તેનું સઘળું ગૌરવ નાશ પામે છે. હું માનું છું કે જે મંગાય છે તે વાસના છે અને જે અનપેક્ષિત સમર્પિત થાય છે એ પ્રેમ. પ્રેમની લાગણીમાં વ્યક્તિની લાગણી જ્યાં સુધી એકતરફી રહે છે ત્યાં સુધી તો પ્રેમમાં સુખની પરાકાસ્ઠા ભોગવે છે. જ્યારે પ્રેમી પ્રિયપાત્ર બનવાની લાગણીઓથી પીડાય છે ત્યારે તેની સ્વતંત્રતા નાશ પામે છે.સ્વતંત્રતા આમ તો ઘણી દુઃખદાયક હોય છે. અને જો તમે એને કોઈ પણ કિંમતે મેળવવા જ માંગતા હોય તો તમારે એ પણ સ્વીકાર કરવોજ પડે કે જ્યારે તમે પોતે સ્વતંત્ર હોવાનું આધિકારીક રજુઆત કરો ત્યારે તમે સામે વાળાની પણ સ્વતંત્રતા સ્વીકારવા માટે બંધાઈ જાવ છો. તમારે એ પણ સ્વીકારવું જોઈએ કે તમારી સાથે વર્તતી દરેક વ્યક્તિ પણ સ્વતંત્રતા થી જ વર્તશે. કદાચ એટલે જ સ્વતંત્રતાનું મુલ્ય માનવીને વધારે જવાબદાર બનાવે છે. અને જો એ જવાબદાર ના બનાવે તો તેનું માનવ મૂલ્ય તરીકેનું ગૌરવ ગુમાવી દે છે. માનવી ને પ્રેમ કરવો છે, ને પાલવવો પણ છે પણ તેને એક જવાબદારી સાથે સ્વીકારવો નથી. તેથી જ આજ કાલ ઘણા બધા પ્રશ્નો ઉભા થાય છે. જો પ્રેમ ને સમજદારી પૂર્વક આચરવામાં આવે તો એ સત્ય બની જાય છે. પણ,સામાજિક અને માનસિક દ્રષ્ટિએ જોવા જઈએ તો આ વાત ફક્ત એક કલ્પના કે સ્વપ્ન જ બની રહે છે. તેથી જ પ્રેમ ની તેની વાસ્તવિકતા સાથે સ્વીકારવો હજી પણ કઠિન છે.
૨. પ્રેમ અને કામ.
અપેક્ષા વગરનો પ્રેમ કદાચ તેની આદર્શતામાં જ હોય છે. પણ પ્રેમમાં ફક્ત આદર્શ જ રહેવું પણ શક્ય નથી. પ્રેમના સાધ્યમાં કામ રૂપી સાધનની હાજરીને પણ તમે સંપૂર્ણપણે નકારી ના શકો.કદાચ ભારતીય સ્વાભાવમાં આને હજી પણ ખુલ્લા મનથી સ્વીકારાયું નથી. સુરક્ષિત સબંધોમાં લગ્નપૂર્વના શારીરિક સબંધો કદાચ તમને ક્ષણિક સુખ આપી શકે, પણ ફક્ત શારીરિક ઉશ્કેરણી કે આવેગમાં આવીને ભોગવેલા શારીરિક સંબંધો માનવી ના હૃદયના કોઈ અજાણ્યા ખૂણામાં ક્યાંક સંતાપ છોડી જાય છે. ટુકમાં લગ્ન પૂર્વના સંબંધોના પરિણામો વ્યક્તિના માનસિક બંધારણ પણ આધારિત હોય છે. લગ્ન પૂર્વ સેક્સ અથવા તો બાળક ની પ્રાપ્તિ માટે કદાચ બૌદ્ધિક લોકો તમને માફ પણ કરી દે પણ પોતાની નૈતિકતાના ધોરણે તો તમે દોષી જ રહી શકો. અને વાત નાં અંતે માફી પામેલા વ્યક્તિ પણ સમાજમાં પોતાની જાતને અપરાધી જ માને છે. આવું થવાનું કારણ કદાચ એ પણ હોઈ શકે કે ભારતમાં વૈચારિક નૈતિકતાના ધોરણો બીજા દેશો અને સંકૃતિઓ કરતા અલગ છે. સૂઝ અને સર્જકતા બહુ મોટી બાબતો છે. અને અનુભવ તો કંઈ અલગજ વસ્તુ છે. કુદરતે જાતીય સુખ બે વ્યક્તિઓના સંયોગ દ્વારા જ પરિતૃપ્ત થવાની યોજના ઘડેલી છે. સ્ત્રી-પુરુષના સંયોગથી ફક્ત બે જાતીય ઇન્દ્રિયો જ નહીં પણ શરીરના બધા અંગોને આનંદ ની પ્રાપ્તિ થાય છે.અને મન તૃપ્ત થાય છે..
આજના સમાજમાં બ્રહ્મચર્ય વિશે ઘણી બધી ગેરસમજો યુવાનોમાં જોવા મળે છે. ઓશોને એકવાર સવાલ પૂછવામાં આવ્યો કે બ્રહ્મચર્ય વિશે તમારા સુ વિચારો છે ? ત્યારે ઓશો એ જવાબ આપ્યો કે વિશ્વ માં 99% લોકો બ્રહ્મચર્યનું પાલન નથી કરતા અને બાકી 1% જે કહે છે એ જૂઠું બોલે છે. બ્રહ્મચર્ય એ એક ખૂબ જ વ્યક્તિગત અને પસંદગીનો મુદ્દો છે. હોટેલમાં જમવા ગયા હોય તો કોઈ પિઝા નો ઓર્ડર કરે અને કોઈ પાણીપુરી એનો અર્થ એ નથી કે પાણીપુરી વાળો નીચો ગણાય. આ એક અંગત વિષય છે. ભારતના જે મહાત્મા ગણો છે એ હંમેશા બ્રહ્મચર્ય ની હિમાયત કરે છે. જ્યારે ભારત ની સંસ્કૃતિમાં ક્યાંય આ પરંપરાને સ્થાન નથી. ભારતના ઇતિહાસમાં નજર કરીએ તો મોટા ભાગના ઋષિઓ ગૃહસ્ત જીવન જીવીને ને પણ પોતાના જીવન મૂલ્યોનું જતન કરવામાં સફળ રહ્યા છે. ભારતનો વારસો જોઈએ તો કૃષ્ણ એ ગૃહસ્ત જીવન જીવ્યા..હિન્દૂ સમાજમાં આદર્શ માનતા રામ પણ ગૃહસ્ત જીવન જીવ્યા…ગાંધીજી પોતાની આત્મા કથામાં જણાવે છે કે એમના જીવનમાં ગીતાનો ખુબજ પ્રભાવ છે.પરંતુ આમ જોવા જઈએ તો ગીતા કેહવા વાળો અને સાંભળવા વાળો બંને ગૃહસ્ત છે. ઇતિહાસમાં એક એવું વ્યક્તિત્વ છે જેને પોતાના જીવન દરિમયાન બ્રહ્મચર્યનું પાલન કર્યું એ છે ભિષ્મ પિતામહ . એમને પોતાના જીવન પર્યંત બ્રહ્મચર્યનું પાલન તો કર્યું પણ એ વ્રતના કારણે ઘણા બધા લોકોના જીવનનું નાશનું કારણ બન્યું એ આપણે જાણીએ છે. ભારતમાં આ વિષય પર સહજ ભાવના વિકસાવવાનો સમય આવી ગયો છે..આમ જોવા જઈએ તો દુનિયામાં ભારત જેવો સહજ સમાજ આ બાબતને લઈને કોઈના હતો જેમાં દ્રૌપદીને પાંચ પતિ હોય તો પણ એને સતી તરીકે પુજા થાય..કૃષ્ણની 16000 રાણીઓ હોય તો પણ એની દેવ તરીકે પૂજા થાય..કાલ ભૈરવ તંત્ર આખામાં શિવ ધ્યાન કરવાની વિધિ પાર્વતીને સાથે લઈને શીખવે છે…એક શંશોધન પ્રમાણે તો એ પણ સાબિત થયું છે કે ચુંબન ની શોધ પણ ભારતમાં થઈ હતી. જ્યાં કામસૂત્ર નામ તો અદભુત ગ્રંથ લખાયો અને સ્વીકારાયો પણ.
પ્રેમ ખુદ એક વિદ્રોહ છે જે તમે તમારી જાત સાથે કરો છો. તો સ્વભાવિક છે કે તે જ વિદ્રોહ સમાજ સાથે પણ થાય.
Cialis Generico Simi viagra online Achat Amoxicillin Pharmacie Distribuer Produits