આંબેડકર મને ગમે છે

મહાડમાં પાણી માટે સંઘર્ષ કરતાં,
આંબેડકર મને ગમે છે.
ગોળમેજી પરિષદમાં ગાંધીને પડકારતા ,
આંબેડકર મને ગમે છે.
મહિલાઓના અધિકાર માટે માટે મંત્રી પદ છોડતા,
આંબેડકર મને ગમે છે.
લાખો લોકો ને કલમથી હક અપાવનાર,
આંબેડકર મને ગમે છે.
સમાનતા, સ્વતંત્રતા, બંધુતા પ્રસ્થાપિત કરનાર,
આંબેડકર મને ગમે છે.
હિન્દુ ધર્મનો ત્યાગ કરી બોધિસત્વ બનતા,
આંબેડકર મને ગમે છે.
વિશ્વભરમાં ભારતનું નામ રોશન કરનાર,
આંબેડકર મને ગમે છે.