આઈ મીસ યુ યાર!

Wjatsapp
Telegram

“આઈ મીસ યુ, યાર!”

કેટલું લિજ્જતદાર વાક્ય છે!
માત્ર સ્પેશિયલ મિત્ર કે સ્પેશિયલ વ્યક્તિને જ કહી શકાય એટલું પ્રાઈવેટ વાક્ય!
સાંભળીને કેટલું સ્પેશિયલ ફિલ થાય?
નઇ?
અંગ્રેજી ભાષામાં કહેવાય, તોય સાંભળતાં સ્હેંજે અતડું ન લાગે!
દરેક વ્યક્તિ કોઈકને મીસ કરતી જ હોય છે… વ્યક્તિને નહીં કરતા હોવ તો એની ટેવોને,
કે એણે કરેલી હેલ્પને,
કે એણે કહેલા જોક્સને,
કે એની સાથે કરેલી વાતોને…
ચેટીંગને, કે પછી એની પાસેથી રોજ એક નવી ફિલોસોફિકલ વાત જાણવા મળતી એને…
કે પછી એને રૂબરૂ મળ્યા ન હોય તોય પોતાની જાત કરતાંય એને વધું ઓળખતા હોઈએ…
એને મિસ કરીએ છીએ…
એની જોડે વાત કરતી વખતે અનુભવાતી આત્મીયતાને આપણે મિસ કરીએ છીએ…
માત્ર માણસને જ મિસ કરીએ, એવું થોડું હોય?
અથવા તો એ હંમેશા જેવો છે, એવો જ દેખાયો છે…. એણે કશોય દંભ નહોતો કર્યો….
એ ઓરિજિનાલિટિને મિસ કરતા હશો… કાં તો પછી એની સાથે થતી દંભરહિત બોલાચાલીને, કે ઝઘડો કરતી વેળા પણ માત્ર હ્રદયમાંથી નીકળતા શબ્દોને મિસ કરીએ છીએ..
કેમકે આજના જમાનામાં હ્રદયમાંથી બહું ઓછા માણસો બોલતા હોય છે…
ચાલો એક કામ કરો.
તમારા હૃદય પર હાથ મુકીને, આંખો બંધ કરીને, ઊંડો શ્વાસ ભરીને તમારા મનને પુછો…
“કોણ યાદ આવે છે તને?”
જવાબમાં કોઈક નામ તો મળશે જ.
કોઈક ચહેરો નજર સામે આવશે જ.
અને જો એ ચહેરાવાળી વ્યક્તિ જીવતી હોય, તો એને આજે તો દિલ ખોલીને કહી દો કે,
“I Miss you યાર…!

– જય ચાવડા

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

1 Response

 1. DIPAK KUMAR . says:

  I miss you ,yaar!
  Mr. Jay vasawda is a very intelligent person, he has a capability to write a topic in any area,politics, social, science, history, geography, etc.
  He has a commend in his thoughts, very bold,to the points, like as legendary Chandrakant Baxi,Gunvant shah.
  I request him to go ahed and spread his positive thoughts in society.
  Try to remove castizem in India,
  Mera Bharat Mahan.

Leave a Reply

Your email address will not be published.