જો સવર્ણ હિંદુઓ આટલું છોડી શકે તો હિંદુઓમાં 100% એકતા થાય.

જો સવર્ણ હિંદુઓ આ છોડી શકે તો હિંદુઓમાં 100% એકતા થાય.
હિંદુઓને એક કરવા હોય તો જાતિવાદ ખતમ કરવો પડે,
અલગ અલગ જાતિઓએ અરસપરસ સામાજિક વ્યવહાર કરવો પડે, બધાના લોહી મિક્ષ થાય પછી કોઈ રાજપૂત, ક્ષત્રિય, પટેલ, બ્રાહ્મણ ના રહે, પછી કોઈ જાતિ ઊંચી કે નીચી ના રહે, બધા મિક્ષ થઈ જાય એટલે લોકો જાતિના વિકાસ માટે નહીં પણ હિંદુ સમાજના વિકાસ માટે કામ કરે, હિંદુ સમાજના ભલા માટે બુદ્ધિ વાપરે. જ્યારે જાતિવાદ જ નીકળી જાય તો જાતિગત આરાક્ષણની પણ જરૂર ના રહે. ઓબીસી, એસસી, એસટી આરક્ષણ પણ નીકળી જાય.
એમ થાય તો દરેકને શિક્ષણ, રોજગાર, ધંધામાં, રાજકારણમાં સમાન તક મળે, દરેક ક્ષેત્રમાં આજે સવર્ણ હિંદુ ટોપ પર છે, દબદબો છે તે જતો રહે અને હિંદુ સમાજના લાયક લોકો જ, બધી જ જાતિના ટોપ પર આવે.
હવે,
બધી જ જાતિના લોકો ટોપ પર આવે તો અત્યારે સવર્ણ હિંદૂઓનો જે દબદબો છે તે જતો રહે, બ્રાહ્મણોનું વર્ચસ્વ ઘટે તો બ્રાહ્મણવાદ ખતમ થાય.
પણ,
એ લોકો બ્રાહ્મણવાદ ખતમ કરવા માંગતા નથી.
જાતિનું ગૌરવ છોડવા નથી માંગતા અને એટલે જ,
હિંદુઓ ક્યારેય એક થાય તેમ નથી.
દા.ત. :
- GPSC ની લેખિત પરીક્ષામાં OBC, ST, SC સમાજના યુવાનો વધુ પાસ થાય છે. જ્યારે ઈન્ટરવ્યૂમાં સવર્ણ હિંદુઓને એકદમ વધારે માર્ક્સ અને OBC, ST, SC યુવાનોને એટલા ઓછા માર્ક્સ આપવામાં આવે છે કે સવર્ણ હિંદૂ જ ઈન્ટરવ્યૂમાં પાસ થાય અને સરકારી અધિકારી બને.
- ભારતની સુપ્રીમ કોર્ટમાં દર ત્રીજો જજ બીજા જજનો સગો છે અને હાઈકોર્ટોમાં આ સંખ્યા 50% છે. આમ, જજોની ભરતીમાં સવર્ણ હિંદુઓ જાતિવાદ કરે છે.
જો સવર્ણ હિંદુઓ આ છોડી શકે, તો હિંદુઓમાં 100% એકતા થાય.
જાતીનું ગૌરવ નહીં; પરન્તુ અહમ્ ન છોડવાને કારણે હીન્દુઓ કદી એક થાય તેમ નથી.
આપના કિંમતી રીપ્લાય બદલ ખૂબ-ખૂબ આભાર, આર્ટિકલ્સ સ્પ્રેડ કરતા રહેજો ને વધુ અપડેટ માટે વેબસાઈટની મુલાકાત લેતા રહેજો