બીજેપી – આરએસએસના લીધે લોકો દેશ છોડી રહ્યા છે

Wjatsapp
Telegram

બીજેપી – આરએસએસના લીધે લોકો દેશ છોડી રહ્યા છે.

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

દેશભક્તિને કારણે ભારતીયો ભારતમાં રહે છે એમ માનવું ભ્રમ છે!

આજે GSTVમાં ચર્ચા દરમ્યાન જણાવેલા મુખ્ય મુદ્દા:
(૧) દેશમાં નાગરિકોની સ્વતંત્રતા પર કાપ આવી રહ્યો છે માટે દેશમાં રહેવાનું ગમતું નથી. એ કદાચ સૌથી મોટું કારણ છે.
(૨) આર્થિક તકો ઘટી રહી છે. રોજગારી ઘટે છે અને હિન્દુત્વની કે RSSની કે ભાજપની વિચારધારામાં માનતા હોવ તો જ તમે સલામત છો અને તો જ તમારા મૂડીરોકાણને વ્યાપક રીતે સ્વીકારવામાં આવશે એવી માન્યતા દૃઢ થઈ રહી છે. રાહુલ બજાજ અમિત શાહની હાજરીમાં ઘટતી સ્વતંત્રતા વિશે બોલ્યા પછી તેમને સામાજિક માધ્યમોમાં જે ગાળો આપવામાં આવી એ ઉદાહરણ આ માટે પૂરતું છે. ભારતીયો આર્થિક નિર્વાસિત તરીકે વિદેશોમાં જઈ રહ્યા છે.
(૩) જેઓ સ્વતંત્રતાના ચાહકો છે, તેમાંથી જેઓ દેશ છોડી જઈ શકે તેમ છે તેઓ જઈ રહ્યા છે. જેઓ સ્વતંત્રતાના ચાહક છે પણ દેશ છોડી જઈ શકે તેમ નથી, જેમને વિઝા મળે તેમ નથી તેઓ જ ભારતમાં રહે છે. એ તેમની મજબૂરી છે. એ તેમની દેશભક્તિ છે જ નહિ.
(૪) જે વિદ્યાર્થીઓ દેશ બહાર ભણવા જાય છે તેઓ યુરોપ અને અમેરિકાની સામાજિક અને રાજકીય લોકશાહી જુએ અને અનુભવે છે. તેમને પછી ભારતમાં વસવું ના ગમે તે તદ્દન સ્વાભાવિક છે કારણ કે ભારતમાં સામાજિક ગુલામી તો છે જ, અને રાજકીય ગુલામી બહુ મક્કમ પગલે ધીરે ધીરે આવી રહી છે.
(૫) આ સરકારમાં તમારી બુદ્ધિની કિંમત પણ તો જ છે જો તમે સરકારની ટીકા ના કરો. એટલે બુદ્ધિ કુંઠિત થઈ જાય છે. જેઓ પોતાની બુદ્ધિ કુંઠિત કરવા માગતા નથી તેઓ દેશભક્ત હોવા છતાં પણ દેશ છોડીને જતા રહે છે.
(૬) ભારે ભ્રષ્ટાચારથી લોકો કંટાળી જાય છે. તેથી તેમને દેશ રહેવા જેવો લાગતો નથી. કોઈ જ સરકારી કામ સરળતાથી ભ્રષ્ટાચાર વિના પતતું નથી એવો આમ અનુભવ છે.
(૭) સામાજિક સલામતીની યોજનાઓ દેશમાં સારી રીતે અમલમાં નથી. તેથી બેકારી, બીમારી અને વૃદ્ધાવસ્થા દરમ્યાન શું થશે તેની ચિંતા લોકોને સતત સતાવે છે. આવી ચિંતા યુરોપ કે અમેરિકામાં નથી. તેથી ત્યાં જતા રહેવાનું મન થાય છે. સરકાર નાગરિકોની ચિંતા કરે એવું યુરોપ અને અમેરિકામાં છે, પણ ભારતમાં એ ભાગ્યે જ દેખાય છે.
(૮) ભારતમાં બુદ્ધિ, કુશળતા કે હોંશિયારીની ભાગ્યે જ કશી કિંમત થાય છે. તેથી લોકોને દેશની બહાર પોતાને લાભ થશે એમ લાગે છે માટે વિદેશ જતા રહે છે.
(૯) ભારતના રૂપિયાનું વિનિમય બજારમાં સતત અવમૂલ્યન થાય છે. તેથી એક લાલચ ઊભી થાય છે કે વિદેશમાં થોડો સમય રહી અને કમાઈને ભારત પાછા આવીશું તો પણ જિંદગી સુખેથી જશે.
(૧૦) અમેરિકા જેવા દેશોમાં અમુક રકમનું મૂડીરોકાણ કરો અને નાગરિકત્વ લઈ જાઓ એવી યોજના છે. તેથી ધનવાનો અને સાહસિકો જતા રહે છે.
(૧૧) WTO માં એક અમજૂતી થયેલી છે. તેનું નામ છે સામાન્ય સેવા વેપાર સમજૂતી (GATS). આ સમજૂતી હેઠળ તો શ્રમિકોને પણ મૂડીની જેમ જ જ્યાં જવું હોય ત્યાં જાય. પણ એવી સ્થિતિ પેદા થતી નથી. ધનવાન દેશો એ થવા દેતા નથી. જો એમ થાય તો તો દેશના ૫૦ કરોડ લોકો કદાચ કાલે જ યુરોપ અને અમેરિકા જવા માટે લાઈન લગાડે. બધા દેશભક્ત છે એમ માની લેવું એ ભ્રમ છે.
તા. ૦૩-૦૩-૨૦૨૧

  • હેમંતકુમાર શાહ

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.