સુપ્રીમ કોર્ટ | જાણો કેવી રીતે કાયદાની ઉપરવટ જઈને ચુકાદો આપે છે ન્યાયતંત્રની ઘોર ખોદવામાં કોંગ્રેસ અને કોલેજીયમ જવાબદાર

ઈન્દિરા સાહની કેસમાં નામદાર સુપ્રીમ કોર્ટે અનામત બાબતે આપેલા ચુકાદા સાથે હું સહમત નથી…
કારણ કે…આ ચુકાદાથી ગેરકાયદેસર રીતે, સંવિધાન અને સંસદની ઉપરવટ જઈને અનામતની ટોચ મર્યાદા નક્કી કરેલ છે…

શુ છે ઈન્દીરા સાહની કેસનો ચૂકાદો?

ઈન્દીરા સાહની Vs સ્ટેટ અને અન્ય કેસમાં સુપ્રીમ કોર્ટના જજોએ ચુકાદો આપ્યો કે અનામત 50% થી વધવી જોઈએ નહી.

હવે અનામતની ટોચ મર્યાદા નક્કી કરવાનું કામ સુપ્રીમ કોર્ટનું નથી. તે દેશની સંસદનું કામ છે. પણ સરકારમાં બેઠેલા લોકો, જે કામ સંસદથી નથી કરાવી શકતા, તે કામ સુપ્રીમ કોર્ટના કોલીજીયમથી બનેલા જજો પાસે કરાવે છે. આ ચુકાદો ગેરબંધારણીય હોવા છતાં તત્કાલિકન કોંગ્રેસ સરકારે આને પડકાર્યો નોહતો. અને જેના લીધે SC, ST, OBC ને વસ્તી પ્રમાણે આરક્ષણ (Representation) મળતું નથી. સૌથી વધુ નુકશાન OBC સમાજનું થઈ રહ્યું છે. જેમની વસ્તી 54%થી 60% જેટલી હોવા છતાં આરક્ષણ માત્ર 27% જ મળ્યું છે. અને આ ચુકાદાને કારણે (ખરેખર તો બહાનું આગળ કરીને) OBC ની અનામત વધારવામાં આવતી નથી.

આ કેસમાં ઈન્દીરા સાહની અને સુપ્રીમ કોર્ટની વિવાદાસ્પદ ભૂમિકા શુ છે?

જેમ જેમ વસ્તી વધે તેમ તેમ અનામત પણ વધવી જોઈએ. અનામત વસ્તીના પ્રમાણમાં છે.
૧. SC, ST અનામત એક બાબત
છે.
૨. એન્ગ્લો ઇન્ડિયનની અનામત
બીજી બાબત છે
૩. OBC ની અનામત માંડલ પંચના કારણે અસ્તિત્વમાં આવી છે.
૪. ઇન્દિરા સાહની SC, ST ની અનામત બાબતે સુપ્રીમ કોર્ટમાં ગઈ ન હતી.
૫. ઇન્દિરા સહાની અરજદાર ભોગ બનનાર પક્ષકાર ન હતી.
૬. ઇન્દિરા સહાની પોતે સરકારી નોકરી કરતી ન હતી.
૭. ઇન્દિરા સાહની જાહેર નોકર ન હતી.
૮. ઈન્દીરા સાહનીના કેસમાં તો એ એક વકીલ દ્વારા કરવામાં આવેલી જાહેર હિતની અરજી હતી.

તો પછી આ પિટિશનને સુપ્રીમ કોર્ટે સ્વીકારી કેવી રીતે? અને એ પણ પાછી જાહેર હિતની અરજી તરીકે સ્વીકારી!
આમ, આ ચુકાદાના કારણે દેશની 85% ટકા વસ્તીને, 85 % ટકા અનામત મળવી જોઈએ, તેની જગ્યાએ આ ચુકાદાથી 50% ટકાની અનામત ટોચ મર્યાદા બાંધીને ગેરકાયદેસર અને સંવિધાનની ઉપરવટ ચુકાદો આપેલ છે. હાલના સંજોગોમાં વસ્તી મુજબ અનામત મળવી જોઈએ તેની જગ્યાએ 35 % ટકા અનામતનું નુકશાન આ ચુકાદાથી થઈ રહ્યું છે.

સરકાર, ન્યાયતંત્રને આર્થિક અનામતના નામે સવર્ણોને 10% અનામત આપવામાં ઈન્દીરા સાહની કેસનો ચુકાદો નડતો નથી. પણ SC, ST, OBC ની અનામત વધારવામાં નડે છે.

અને પાછી આ 10 % ટકા આર્થિક અનામત ગેરકાયદેસર રીતે, સંવિધાનની ઉપરવટ આપીને, 1992 ના નામદાર સુપ્રીમ કોર્ટની 9 જજોની બંધારણીય બેંચના ચુકાદાનો ભંગ કરીને, 10 ટકા અનામત આપેલ છે. જે ગેરકાયદેસર છે .. અસંવૈધાનિક છે… અને તમે જુઓ કે આ 10% સવર્ણ આર્થિક અનામત આપવામાં ઈન્દીરા સાહની કેસનો ચુકાદો કોઈનેય નડતો નથી. ના સરકારને નડે છે કે ના સુપ્રીમ કોર્ટને નડે છે.

આ 10% સવર્ણ આર્થિક અનામત આપ્યા પછી એમેનડમેન્ટ લાવવામાં આવે છે. કાયદેસર રીતે તો પહેલા એમેનડમેન્ટ આવે પછી 10% અનામત આવવી જોઈએ. પણ, સવર્ણ હિંદુઓ સત્તાના નશામાં એટલા ચકચૂર છે કે બંધારણ, કાયદાની ઉપરવટ જઈને પોતાની સગવડો સાચવી રહ્યા છે. આ ગેરબંધારણીય 10% સવર્ણ અનામત બાબતે કેટલીક PIL કરવામાં આવી છે પણ કોલેજીયમથી જજ બનેલા જજો પાસે આ જનહિત યાચીકા સાંભળવાનો સમય નથી. આમ, સુપ્રીમ કોર્ટના કોલેજીયમથી બનેલા જજો SC, ST, OBCનો બંધારણીય અધિકારો, અનામત પર રોક લગાવે છે અને ગેરબંધારણીય 10% અનામત ઉપર સુનાવણી કરતાં નથી.

હવે, SC, ST, OBC એ શું કરવું જોઈએ!

તમામ SC, ST, OBC સાંસદોએ ભેગા મળીને ઇન્દિરા સાહનીના ચુકાદાને રદ્દબાતલ ઠેરવવા માટે નવું એમેન્ડમેન્ટની લાવવા ભારત સરકાર સામે મોરચો માંડવો જોઈએ.
1931 ની વસ્તી ગણતરી મુજબ દેશમાં 35 કરોડ લોકો હતા આજે 140 કરોડ છે. સંવૈધાનિક સત્ય છે કે વસ્તી વધે તેમ અનામત પણ વધવી જોઈએ. એમાંય ખાસ SC, ST ને વસ્તી પ્રમાણે અનામત આપવાની જોગવાઈ છે ત્યારે SC, ST ની અનામત, વસ્તી પ્રમાણે સત્વરે વધવી જોઈએ.

ઈન્દિરા સાહની કેસનો ચુકાદો સંવિધાનનાં આર્ટિકલ 375 મુજબનો નથી.

શુ છે આર્ટિકલ-૩૭૫?

આ સંવિધાનની જોગવાઈઓને અધીન રહીને, ન્યાયાલયોએ, સત્તાધિકારીઓએ અને અધિકારીઓએ કાર્ય કરવાનું ચાલુ રાખવા બાબત.
ભારતના સમગ્ર રાજ્યક્ષેત્રમાં દીવાની, ફોજદારી અને મહેસુલી હકૂમતવાળા તમામ ન્યાયાલયો, તમામ ન્યાયિક, વહીવટી અને દફ્તરી સત્તાધિકારીઓ અને અધિકારીઓ આ સંવિધાનની જોગવાઈઓને અધીન રહીને, પોતપોતાના કાર્યો કરવાનું ચાલુ રાખશે.

ગુજરાતીમાં બંધારણ ખરીદવા ફોટો પર ક્લિક કરો.

ઈન્દીરા સાહની કેસના ચુકાદામાં માત્ર ને માત્ર, નામદાર સુપ્રીમ કોર્ટના જજનો વ્યુઝ અને ફિલોસોફી છે. માટે આ ચુકાદો રદ કરાવવો જ પડે. કોલેજીયમથી જજ બનેલા સુપ્રીમ કોર્ટ અને હાઈ કોર્ટના જજોમાં જજમેન્ટમાં વ્યુજ અને ફિલોસોફી લખવાની એક ખોટી પરંપરા વર્ષોથી ચાલે છે. એ પણ બંધ કરવી જોઈએ.

સંસદસભા, સંવિધાન, કાયદો, તેમજ નૈતિક મૂલ્યોની ઉપરવટ જઈને ઇન્દિરા સાહનીના ચુકાદા દ્વારા SC ST OBCને વસ્તી મુજબ અનામત ના મળે, તે માટે ખંભાતી તાળા મારવાનું કામ આ ચુકાદાથી, કોલેજીયમથી બનેલા જજોએ કર્યું છે.

આ ચુકાદાને હું સખત શબ્દોમાં વખોડી નાંખું છું.

સંજય પરમાર (જ્ઞાનીસ)
97277 45345

શુ છે કોલેજીયમ? કેમ થઈ રહ્યો છે કોલેજીયમનો વિરોધ?

આપેલ લિંક પર ક્લિક કરીને આર્ટિકલ વાંચો. http://www.sharuaat.com/what-is-collegium-why-there-is-outrage-against-collegium/

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply