પરિચય | ડૉ.મોહન પરમાર સાહિત્યકાર

Wjatsapp
Telegram

શરૂઆત સાહિત્ય સંઘ દ્વારા જેમનું સન્માન થવા જઈ રહ્યું છે, તે સાહિત્યકાર ડૉ. મોહન પરમારનો નાનકડો પરિચય

ગુજરાતી સાહિત્યનું એક જાણીતું આગવી ઓળખ ઉભી કરી ચૂકેલું નામ એટલે ડો. મોહન પરમાર સાહેબ સાહિત્યમાં ઉચ્ચ કોટીના વિવેચક તરીકે તેઓ અગ્રસ્થાને છે. તેઓ દલિત અનુસૂચિત જાતિ સમાજમાંથી આવતા હોવા છતાં તેમણે સાહિત્ય જગતમાં સન્માનીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેમના સાહિત્યમાં દલિત, બિનદલિત, ગ્રામ્યજીવન, પારિવારિક જીવન તેમજ મહિલાઓની સમાજમાં રહેલી સમસ્યાઓ ડોકાઈ આવે છે.

આમ તો ડો. મોહન પરમાર સાહેબની વિશેષ ઓળખ વાર્તાકાર તરીકે અગ્રેસર છે. તેઓએ સાત વાર્તા સંગ્રહની ૧૧૭ વાર્તાઓ લખી છે. તે માટે તેમણે દિલ્હી સાહિત્ય અકાદમી પારિતોષિક પણ મળી ચૂક્યું છે. તેમના લખાણથી સાહિત્ય જગતને અનેક વિષય ઉપર નવલિકા, નવલકથા નાટક અને એકાંકી સ્વરૂપમાં સાહિત્ય પ્રાપ્ત થયું છે.

ડો મોહન પરમારને આજ સુધી સાહિત્ય જગતના અનેક પારિતોષિક મળી ચુક્યા છે. સાહિત્ય ક્ષેત્રે તેમનું યોગદાન પ્રશંસનીય છે. તેમના વાર્તા સંગ્રહોએ ગુજરાતી સાહિત્યને એક નવી ઊંચાઈ અપાવી છે. ગુજરાતી વાર્તા વિકાસનો જો ઇતિહાસ લખવામાં આવે તો ડો. મોહન પરમારનું નામ ક્યારેય નજરઅંદાજ કરી શકાશે નહીં. તેમના નામ અને કામના ઉલ્લેખ વગર વાર્તા વિકાસનો ઇતિહાસ અધૂરો રહેશે, સાહિત્ય જગતમાં અગ્રહરોળના વિવેચક શ્રી ભરત મહેતા સાહેબ તો મોહન પરમારને ગુજરાતના જ નહીં પણ ઉચ્ચ કોટિના ભારતીય વાર્તાકાર તરીકે જુએ છે. ગુજરાતી સાહિત્યના છેલ્લા ત્રણ દાયકામાં મોહન પરમારની વાર્તાનું સામ્રાજ્ય છવાયેલું છે.
એમને ૧૩ જેટલી નવલકથાઓ લખી છે. તેમાં
‘નેળિયું’ ,
‘પ્રાપ્તિ’,
‘પ્રિયતમા’,
‘ડાયા પશાની વાડી’,
‘સંકટ’
જેવી નવલકથાઓ એમને યશ અપાવ્યો છે.

સાત વાર્તા સંગ્રહોની ૧૧૭ વાર્તાઓમાંથી લગભગ ૪૦ ઉપરાંત દલિત વાર્તાઓ એમને આપી છે. તેમાં
‘વિમાસણ’,
‘ગમાર’ (કોલાહલ)
‘આઘું’,
‘કોહ’,
‘ભારો’,
‘હિરવણુ’,
‘નકલંક’ (નકલંક ),
લૂગડાં’,
‘તેતર’,
‘થળી’,
‘છીંડું’,
‘વેઠિયા'(કુંભી)
‘રઢ’,
‘વાણ અને વળ’,
‘ભાગોળ'(પોઠ)
‘ટોડલો’,
‘અવઢવ’,
‘ઉચાટ’,
‘પડળ’,
‘ઘોડાર’,
‘ભ્રમણા’
નિરીક્ષણ (અંચળો)
‘દેરી’,
‘કટકા’,
‘નજર’,
‘હણહણાટી’ (હણહણાટી)
‘ખાડ’,
‘ગમાણ’,
‘ખળું’,
‘ધૂળ’,
‘જન્માંતર'(અચરજ)
વગેરે તેમની નીવડી આવેલી દલિત વાર્તાઓ છે.

૧૯૮0 પછી ગુજરાતી સાહિત્યમાં અનુઆધુનિક વાર્તાઓનું જે નવું સ્થિત્યંતર પ્રગટ્યું તેમાં મોહન પરમારનું યોગદાન મહત્વ પૂર્ણ છે. તેમના દ્વારા દલિત લલિત બંને ધારાઓમાં ઘણી ઉત્તમ વાર્તાઓ લખાઈ છે. જેને કારણે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, ઉર્દુ, મરાઠી, કન્નડ, બંગાળી, ડોગરી વગેરે ભાષાઓમાં આશરે ૬૦ જેટલા સંપાદનોમાં એમની વાર્તાઓનો સમાવેશ થયો છે.

મોહન પરમારના સાત વાર્તાસંગ્રહોની વાર્તાઓ વિવિધરંગી છે. વિષયવસ્તુની નવીનતાની સાથે રચના કૌશલ્યમાં પણ તેઓ નવીનતમ રહયા છે. ગ્રામજીવન, નારી જીવન, દલિત જીવન, નગર જીવન કે આરણ્યંક જીવનની વાર્તાઓ દ્વારા ગુજરાતી સાહિત્યને તેઓ એમને રળિયાત કર્યું છે . ૧૯૮૦માં પ્રગટ થયેલા પ્રથમ વાર્તા સંગ્રહ કોલાહલથી માંડીને ૨૦૨૧માં પ્રગટ થયેલા ‘અચરજ’ વાર્તા સંગ્રહ ‘અચરજ’ ની વાર્તાઓ સુધી એમનો સતત વિકાસ થતો રહ્યો છે.

વાર્તાઓની જેમ ૧૯૮૨માં પ્રગટ થયેલી એમની ‘ભેખડ’ નવલકથા પછી ૨૦૨૦માં પ્રગટ થયેલી તેરમી નવલકથા ‘કાલપાશ’ સુધી અનેક પ્રકારના સામાજિક સંસ્કૃતિક પરિવેશને એમની નવલકથામાં આવકારતા રહયા છે. એમની નવલકથાઓને પણ ઘણા પારિતોષિકો મળ્યાં છે. ‘નેળિયું’, ‘પ્રિયતમા.’ ‘ડાયા પાશાની વાડી’, ‘સંકટ’, ‘ભ્રમણદશા’ એમની દલિત નવલકથાઓ છે. બાકીની લલિત કથાઓએ પણ એમને યશ અપાવ્યો છે. અત્યાર સુધી એમને પચીસ જેટલા એવોર્ડ/પારિતોષિકો મળ્યા છે. એમાં તેમના વાર્તા સંગ્રહ ‘અંચળો’ ને દિલ્હીનો કેન્દ્રીય સાહિત્ય અકદમીનો એવોર્ડ ‘વાડો’ વાર્તા માટે દિલ્હીનો કથા એવોર્ડ, મુંબઇનો મારવાડી સંમેલનનું પારિતોષિક, ઉમાશાંકર જોશી એવોર્ડ, ધૂમકેતુ એવોર્ડ,ગોર્ધનરામ એવોર્ડ અને સરકારશ્રીનો સંત કબીર દલિત સાહિત્ય એવોર્ડ મુખ્ય છે.

એમના પુસ્તકોમાં અવારનવાર જુદી જુદી યુનિવર્સીટીઓમાં મુકાતા રહયા છે. જેમાં ગુજરાતી દલિત વાર્તા ‘અંચળો’, ‘નકલંક’, ”દલિત વાર્તાસૃષ્ટિ ‘, ‘ આધુનિક વાર્તાસૃષ્ટિ’, ‘વિસ્મય’, ‘અનુઆધુનિક વાર્તાસૃષ્ટિ’, સ્નાતકથી માંડીને અનુસ્નાતક કક્ષાએ અભ્યાસક્રમમાં મુકાતાં રહયા છે. ૨૦૨૧ના ચાલુ વર્ષમાં ‘કાલપાશ’ નવલકથા ગુજરાત વિદ્યાપીઠમાં પાઠ્યપુસ્તક તરીકે મુકાઈ છે. અને નર્મદ યુનિવર્સીટીમાં સમગ્ર મોહન પરમાર અભ્યાસક્રમમાં મુકાયા. તેમાં રેગ્યુલર વિદ્યાર્થીઓ માટે ‘સંકટ’ નવલકથા અને ચૂંટેલી વાર્તાઓ (સે. મોહન પરમાર) અભ્યાસક્રમમાં એમ. એ. પાર્ટ ૨ માં મુકાયાં. તો એક્સટર્નલ વિદ્યાર્થીઓ માટે એમ.એ.પાર્ટ ૨માં (સંકટ) અને ‘ડાયા પાશાની વાડી’ તથા ચૂંટેલી વાર્તાઓ તેમજ સમગ્ર મોહન પરમાર અભ્યાસક્રમમાં મુકાયાં.
આવા અનેકવિધ પ્રતિભાસંપન્ન વાર્તાકાર, નવલકથાકાર, એકાંકીકાર, વિવેચક, સંપાદક મોહન પરમારનું સાહિત્ય સર્જન ચાલુ છે. તેઓ હજી અનેક સિદ્ધિઓ હાંસલ કરશે તેમાં જરાય શંકા નથી.

આવા અદ્દભૂદ સાહિત્યકારને પોંખવા તારીખ 5 ડિસેમ્બર 2021, રવિવાર, સમત બપોરે 12 કલાકથી 2 વાગ્યા સુધી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા સૌને જાહેર આમંત્રણ છે.

કાર્યક્રમની નિયમિત અપડેટ મેળવવા નીચે આપેલ ગ્રુપોમાંથી કોઈએક વ્હોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી.

ગ્રુપ ૧ :
https://chat.whatsapp.com/L8CAB83PpXUKLhLqKnR9ed

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

ગ્રુપ ૨ :
https://chat.whatsapp.com/IMQq7aW5tS1DT4jqQDKMjU

શરૂઆત સાહિત્ય સંઘ
જીતેન્દ્ર વાઘેલા
8141191312

You may also like...