કાયદાની હત્યા | IPS કે કે ઓઝા કરી રહ્યા છે, એટ્રોસિટી એકટની હત્યા

કાયદાની હત્યા | કે કે ઓઝા (IPS) કરી રહ્યા છે એટ્રોસિટી એકટની હત્યા
એસસી એસટી એકટ 1995નો નિયમ 8(8) શુ કહે છે?
“જે કેસોમાં પોલીસ સ્ટેશનના પ્રભારી અધિકારીએ નિયમ (5)ના પેટાનિયમ(3) અન્વયે પોલીસ સ્ટેશને રાખવાના થતાં ચોપડામાં માહિતી નોંધવાનો (FIR કરવાનો) ઈન્કાર કર્યો હોય એવા કેસોમાં પોલીસ અધિક્ષકે લીધેલાં પગલાં અંગે તપાસ કરવી.”
કે. કે. ઓઝા (IPS) એસસી એસટી સેલ, ગુજરાત રાજ્યના અધિક પોલીસ મહાનિદેશક છે. તેનાઓ દ્વારા એટ્રોસિટી ઍક્ટમા પ્રથમ બાતમી અહેવાલ(FIR) નહીં લેનાર ઉપર ક્યારેય કાર્યવાહી કરતા નથી. કાયદાની જોગવાઈઓ વિરુદ્ધ જઈને ફક્ત અહેવાલ મંગાવે છે.
એટ્રોસિટી ઍક્ટના, 1995 ના નિયમ 8(8) મુજબ, પ્રથમ બાતમી અહેવાલ (ફરિયાદ) નહીં નોંધનાર કર્મચારી ઉપર કાયદેસરની કાર્યવાહી થવા પાત્ર છે પણ કે. કે. ઓઝા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને ફક્ત અહેવાલ મંગાવવામાં આવે છે. અહેવાલ મંગાવવાની કોઈ જોગવાઈ એટ્રોસિટી એકટમાં નથી, પણ કે. કે. ઓઝા પોતાના મનમુજબ કામ કરે છે.
કે. કે. ઓઝાનાઓને કોઈ ભોગ બનનાર લેખિત ફરિયાદ આપે એટલે 7 દિવસમા અહેવાલ આપવો, 5 દિવસમા અહેવાલ આપવો, 3 દિવસમા અહેવાલ આપવો, એવું જે તે જિલ્લાના પોલીસ અધિક્ષકને પત્ર DYSP ની સહી મોકલી આપે છે. પણ પ્રથમ બાતમી અહેવાલ (ફરિયાદ) લીધી નથી, તો કાયદેસરની કાર્યવાહી નહીં કરીને SC ST Act ની હત્યા કરી નાંખી છે.
સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બંધારણીય લાર્જર બેંચના ચુકાદા મુજબ, તત્કાલીક પ્રથમ બાતમી અહેવાલ (FIR) નોંધાવવો જોઈએ.
ત્યારબાદ એટ્રોસિટી અેક્ટની કલમ 18 મુજબ કોઈપણ પ્રકારની પ્રાથમિક તપાસ કરવાની નથી, તેવું સુપ્રીમ કોર્ટના અનેક ચુકાદા છે અને એ ચુકાદાઓ મુજબ, ફરિયાદ દાખલ કરવાની હોય છે. (FIR લેવા માટે પોલીસ બંધાયેલ છે.)
એટ્રોસિટી ઍક્ટની મુખ્ય કલમોમાની એક છે,
કલમ 20 – આ અધિનિયમ, અન્ય કાયદાઓની ઉપરવટ રહેશે.
આ અધિનિયમમાં અન્યથા ઠરાવ્યું હોય તે સિવાય, તત્સ્મય પૂરતા અમલમાં હોય તેવા અન્ય કોઈ કાયદામાં તેની સાથે અસંગત કોઈપણ મજકૂર હોય, અથવા એવા કોઈ કાયદાની રુએ અમલમાં હોય તેવા કોઈ રિવાજ, પ્રથા અથવા કોઈ લેખ હોય તે છતાં, આ અધિનિયમની જોગવાઈઓ અમલી બનશે.
આમ, જે તે પોલીસ સ્ટેશનમાં પ્રથમ બાતમી અહેવાલ (FIR) ના નોંધાય તો કે. કે. ઓઝા (IPS) એસસી એસટી સેલ, ગુજરાત રાજ્યના અધિક પોલીસ મહાનિદેશક કાયદેસરની કાર્યવાહી કરવાના બદલે અહેવાલ મંગાવીને ગુનેગાર પોલીસ કર્મચારીઓને છાવરી રહ્યા છે, અને દલિત-આદિવાસીઓ પર અત્યાચાર કરનાર આરોપીઓના મનોબળ મજબૂત કરી રહ્યા છે.
આમ, એટ્રોસિટી એકટ ભારતનો સૌથી મજબૂત કાયદો હોવા છતાં તેની અમલવારી ના કરીને કે. કે. ઓઝા દ્વારા હત્યા કરવામાં આવી છે.
એસસી એસટી સેલ, અધિક પોલીસ મહાનિદેશક, હોદ્દાનું એટ્રોસિટી એકટમાં શું મહત્વ છે?
એસ.સી એસ.ટી.એક્ટના નિયમો-1995
નિયમ-8:
રાજ્ય સરકાર, રાજ્યના મુખ્ય મથક ખાતે, પોલીસ મહાનિર્દેશક/પોલીસ મહાનિરીક્ષકના હવાલા હેઠળ અનુ. જાતિઓ અને અનુ. જનજાતિઓ માટે સુરક્ષા એકમ ઉભો કરવો:
[1] રાજ્ય સરકાર, રાજ્યના મુખ્ય મથક ખાતે, પોલીસ મહાનિર્દેશક/પોલીસ મહાનિરીક્ષકના હવાલા હેઠળ અનુ. જાતિ-જનજાતિ સુરક્ષા એકમ ઉભો કરશે. આ એકમ નીચેના માટે જવાબદાર રહેશે:
(1) મકરર કરેલ વિસ્તારની મોજણી હાથ ધરવી.
(2) મુકરર કરેલ વિસ્તારમાં જાહેર વ્યવસ્થા અને શાંતિ જાળવવી.
(3) મુકરર કરેલ વિસ્તારમાં ખાસ પોલીસ દળની ગોઠવણી અથવા ખાસ પોલીસ ચોકીની સ્થાપના માટે રાજ્ય સરકારને ભલામણ કરવી.
(4) જે સંભવિત કારણોને પરિણામે અધિનિયમ હેઠળ ગુનો થયો હોય તે કારણો અંગે તપાસ કરવી.
(5) અનુ. જાતિઓ અને અનુ. જનજાતિઓના લોકોમાં સુરક્ષાની ભાવના પુન:સ્થાપિત કરવી.
(6) મુકરર કરેલ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે કેન્દ્રવર્તી અધિકારી અને ખાસ અધિકારીને માહિતી આપવી.
(6A) અધિનિયમના પ્રકરણ-4(A) ની જોગવાઈઓ અન્વયે નિર્દિષ્ટ ભોગ બનનારા અને સાક્ષીઓના અધિકારોના અમલ અંગે કેન્દ્રવર્તી (નોડલ) અધિકારી અને સંબંધિત જિલ્લા મેજિસ્ટ્રેટોને સૂચિત કરવા.
(7) વિવિધ અધિકારીઓએ કરેલ તાઓએ અને સ્થળ નિરીક્ષણ બાબતમાં પૂછપરછ કરી માહિતી મેળવવી.
(8) જે કેસોમાં પોલીસ સ્ટેશનના પ્રભારી અધિકારીએ નિયમ-5 ના પેટાનિયમ (3) અન્વયે પોલીસ સ્ટેશને રાખવાના થતા ચોપડામાં માહિતી નોંધવાનો ઈન્કાર કર્યો હોય એવા કેસોમાં પોલીસ અધિક્ષકે લીધેલાં પગલાં અંગે તપાસ કરવી.
(9) રાજ્ય સેવાના કોઈ કર્મચારીએ જાણીબુઝીને દાખવેલ બેદરકારી અંગે તપાસ કરવી.
(10) અધિનિયમ હેઠળ નોંધાયેલા કેસોની પરિસ્થિતિની સમીક્ષા કરવી. અને,
(11) ઉપરની બાબતોના સંદર્ભમાં લીધેલા/લેવા વિચારાયેલા પગલાં અંગેનો માસિક અહેવાલ, તે પછીના પ્રત્યેક મહિનાની 20મી તારીખે કે તે પહેલાં રાજ્ય સરકાર/કેન્દ્રવર્તી અધિકારીને સુપરત કરવો.
✍️ સંજય પરમાર “જ્ઞાનીસ”
(અધ્યક્ષ – જ્ઞાતિ નિર્મૂલન સમિતિ)
📞 97277 45345
K k Oza Viruddh kaydesar ni karyvahi karvi joiye. Jethi Anya Amaldar ne samjhay.
its done. http://www.sharuaat.com/legal-notice-to-k-k-oza-gujarat-ias-sc-st-act-cell/
સાધનિક પુરાવા સાથેની વિગતો હોય તો કોર્ટ મેટર /PIL દાખલ કરી શકાય છે.
ખૂબ સરસ માહિતી આપી👌👌👌
Good
સરસ માહિતી
Tamne aa babat ni khabar se to tame kaik karo
khub khub aabhar
k k oza same kaydesar ni karyawahi karo
આપણી સમાજ પાસે આ પ્રકાર ની વિસ્તૃત માહિતી જ નહીં હોવાની અજ્ઞાનતા નો ફાયદો એ લોકો ઉઠાવતા હોય એવું લાગે છે.
આપે સરસ લેખ મુક્યો છે ખૂબ ખૂબ ધન્યવાદ જયભીમ જય સંવિધાન નમો બુદ્ધાય
આભાર ભાઈ.
જય આદિવાસી