શું ભારતની સૌથી મોટી સમસ્યા “કોરોના વાયરસ” છે?

અત્યારે દેશ અને દુનિયા સૌથી મોટી આફત નો સામનો કરી રહી છે. વિકસિત દેશો માટે કોરોના સામે લડાઈ એ એક વિકટ સમસ્યા છે. વિકસિત દેશો માં હેલ્થ અને શિક્ષણ માટે સારી સગવડ અને ઉપલબ્ધી છે તેથી તેમને માટે આ સ્થિતિ નું નિરાકરણ કઈંક અંશે સમાધાનકારક છે.પણ આ સમાધાનકારક સ્થિતિ નું કારણ એ દેશો ની હેલ્થ અને શિક્ષણ પ્રત્યે ની કટિબધ્ધ અને પ્રૉગ્રેસીવ માનસીકતા છે.
ભારત માટે શું કોરોના મોટી સમસ્યા છે કે એનાથી પણ મોટી સમસ્યા ને પડકાર છે!!?

કોરોના સામે લડવા માટે કોઈ દવા કે રસી શોધાઈ નથી. સરકાર દ્વારા અને પ્રશાસન વડે વિજય સંકલ્પમાં માસ્ક અને વારંવાર હાથ સાબુ વડે ધોવા ની સલાહ અપાય છે . પણ ગ્રાઉન્ડ રિપોર્ટ જોઈએ તો દરેક માણસ જોડે હાથ ધોવા સાબુની સુવિધા છે? ચાલો સાબુ ને છોડો પાણી ની વ્યવસ્થા છે? National Family Health Survey (NFHS-4)ના સર્વે મુજબ જોઈએ તો દેશમા એકદમ ગરીબ લોકોની સંખ્યાં 20% છે. જેના 24% લોકો પાસે જ પાણી અને સાબુ ઉપલબ્ધ છે. જેના 20% લોકો પાસે ફક્ત પાણી જ છે પણ સાબુ કે ડિટર્જન્ટ નથી.
જેના 11% લોકો પાસે પાણી નથી પણ સાબુ છે.
જેના 23% લોકો પાસે પાણી છે પણ સાબુ નથી.
જેના 21 % લોકો પાસે બંને માંથી કંઈપણ નથી ના સાબુ કે ના પાણી.
આ તો ફક્ત એકદમ ગરીબ લોકો ની વાત હતી. Poorest condition વાળા. બીજા તેમનાથી થોડી સારી સ્થિતિ વાળા જોઈએ તો પણ 13 ટકા જોડે બન્ને સાબુ કે પાણી ઉપલબ્ધ નથી. અને મિડલ કલાસ ના 7 ટકા લોકો જોડે પણ સાબુ કે પાણી નથી. તો એક ક્યાસ કાઢીએ તો દેશ ની વસ્તીના આશરે 11 થી 15 % લોકો પાસે ના પાણી છે ના હાથ ધોવા માટે સાબુ. તો એ લોકોના વિજય સંકલ્પનું શું? જો સાબુ અને પાણીની આ સ્થિતિ હોય તો ખાવા ની અને બીજી પરિસ્થિતિનો ખ્યાલ આવી જ શકે . દેશની મીડિયા આ રીપોર્ટ અને આવા મુદ્દે સવાલ પૂછવા કે ડિબેટ માટે કોઈ ને આમંત્રણ આપતી નથી કે ના આવા મુદ્દે વાત કરે છે. એમના માટે ભારત પાકિસ્તાન અને બીજાં સેલિબ્રિટી ન્યુઝ મેઈન છે.
આર્થિક મુદ્દે આ વાત થઈ. સામાજિક ક્ષેત્રે પણ આ સ્થિતિ જોઈએ તો એમાં મુખ્યતવે આવી ખરાબ કન્ડિશનમાં OBC,SC,STના લોકો જોવા મળશે. એટલે અનામત-અનામત કરતા લોકો આ સ્થિતિનાં મૂળ પણ જોવે.
દેશના બજેટના અંદાજે 4.6% શિક્ષણ માટે વપરાય છે જેની દેશ માં 6% થી વધુ જરૂરત નિષ્ણાતો વડે આંકલિત છે. હેલ્થ માટે પણ આ સ્થિતિ સારી નથી. દેશમાં હાલમાં લોકો કોરોનાથી વધારે ભૂખ , બેરોજગારી, જાતિવાદ , ધર્મ, ગરિબીથી પીડાય છે. જેની ના કોઇ તાજેતરની સરકાર નોંધ લે છે કે ના ભૂતકાળની કોઈ સરકાર એ લીધી. જો નોંધ લેવાઈ હોય તો સોફ્ટ ધાર્મિક પોલિટિકસ. જો દેશમાં આગામી દિવસો માં જો ચૂંટણી હેલ્થ અને શિક્ષણ અને માનવતા ના દમ પર લડવામાં આવે, જાતિ ધર્મ અને સંપ્રદાયના નામે ના લડાય તો દેશમાં અત્યાર ની સ્થિતી મૂજબ કોરોના જ ફક્ત મોટી સમસ્યા ગણાય બાકી તો દેશ માટે મોટી સમસ્યા તો આ કોરોના સિવાય ઉપર જણાવી તે જ છે ને આ જ રહેશે.