શુ આ હિંદુ ધર્મનો અંગત મામલો છે?

આ અમારો અંગત મામલો છે તમે વચ્ચે ના આવો.
જયારે ભારતમાં વંચિતો અછુતો પર અત્યાચાર થતો હોય છે ત્યારે કહેવાતા ધર્મધુરંધરો અરે શંકરાચાર્ય સુધીનો આ જવાબ હોય છે કે આ અમારા ધર્મની અંગત બાબત છે.
હમણા વિશ્વના ૧૧૮ દેશોએ જયારે માનવ અધિકાર બાબતે ભારતને સવાલો કર્યા કે ભારતમાં વંચિતો અછુતો પર અત્યાચાર કયારે બંધ થશે ત્યારે પણ ઘણા લોકોનો જવાબ હતો કે માનવ અધિકારની બાબતમાં અમારા નિયમો અલગ છે અથવા આ મુદ્દે પીછો એમ કહીને છોડાવ્યો કે આ ભારતને બદનામ કરવાનું કાવતરુ છે.
સાચી વાત છે વંચિતો પર અત્યાચાર કે માનવાધિકારોનું હનન એ અત્યાચારી ધર્મની અંગત બાબત છે.
કારણ કે ઈસવીસન ૨૦૦ની આસપાસ લખાયેલી મનુસ્મૃતિ કે બીજી ઘણી બધી સ્મૃતિઓ અને ગ્રંથો અસ્પૃશ્યતા અને અત્યાચાર હિંસાને સમર્થન આપે છે.
મુળ બ્રાહ્મણ ધર્મ જે પૌરાણિક ચાતુવર્ણ ધર્મ કે જેમા અછુતો વર્ણ બાહ્ય પ્રજા છે એટલે કે આ ધર્મનો અછુતો ભાગ જ નથી એવું ખુદ બાબાસાહેબ લખીને ગયા છે અને બાબાસાહેબે પોતાના ગ્રંથ નંબર ૧૪ “અસ્પૃશ્યો કોણ હતા અને તેઓ અસ્પૃશ્ય કેવી રીતે બન્યા” મા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે અછુતો સાથે અસ્પૃશ્યતાનો વ્યવહાર એટલા માટે થાય છે કે તેઓ મુળ બૌદ્ધ હતા.

છત્તા પણ અછુતો જે ધર્મમા અછુતોને માનવ તરીકે સ્વીકારતા નથી તે ધર્મમાં માર ખાવા માટે ઊંધા પડીને આળોટે છે.
હવે મુદ્દાની વાત મારે કરવી છે.
કોરોના કાળમાં ભારતીય મીડીયાએ જે રીતે મુસ્લિમોને ટાર્ગેટ કરીને દુશમન તરીકે ચિતર્યા અને કોરોનાના સંક્રમણ માટે ફકત ને ફકત મુસ્લિમોને જ જવાબદાર ઠેરવવા માટે મીડીયામાં વૈમનસ્ય ઝેર રુપી પ્રચાર કર્યો તે બાબતે વિશ્વના મુસ્લિમ દેશો ભારતના મુસ્લિમોની તરફેણમાં આવ્યા અને આરબ દેશો એ વડાપ્રધાન ને રાતો રાત સખ્ત શબ્દોમાં કડક સુચના આપી કે ભારતમાં વસતા મુસ્લિમો પ્રત્યે કરવામાં આવતી આ પ્રકારની ધૃણા અને ભેદભાવ ચલાવી લેવામાં આવસે નહી. ત્યારે વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને ખુલાસો કરવો પડયો અને મીડીયાએ પોતાના ભેદભાવપૂર્ણ પ્રસારણ પર રોક લગાવી.
આ બાબત પરથી અછુતો વંચિતોએ શું શીખ લેવી રહી?
જો ભારતના અછુતો વંચિતો પોતાના મુળ ધર્મ એવા બૌદ્ધ તરફ પાછા ફરે તો તેમની સાથે અત્યાચાર ધૃણા હિંસાના સમયે બૌદ્ધ રાષ્ટ્રો તેમની ધાર્મિક ઓળખના કારણે તેમની પડખે રહેશે.
ડો. બાબાસાહેબ આંબેડકરે સ્પષ્ટ કર્યુ હતું કે સન્માનથી જીવવું હોય તો આ નર્કરુપી ધર્મમાથી નીકળી જાવ અને તર્કબદ્ધ રીતે વંચિતો અછુતોને સમજાવ્યા હતા કે ધર્માંતરણ શા કારણે જરુરી છે?
બાબાસાહેબને એ ખ્યાલ હતો કે બૌદ્ધ એ અછુતોની વૈશ્વિક ઓળખ બનતા વિશ્વના લોકો સાથે ભારતના અછુતો વંચિતો પોતાને જોડીને પોતાનો ઉદ્ધાર કરી શકશે.
જેવી રીતે વિશ્વમાં જીસસ ક્રાઈસ્ટ સાથે સંકળાયેલ ધર્મ ખ્રિસ્તીઓની ઓળખ વૈશ્વિક છે, વિશ્વના કોઈ પણ દેશમાં ખ્રીસ્તી મિશનરી સાથે સંકળાયેલા લોકો આ ધર્મમાં રહેલા લોકોના શિક્ષણ સ્વાસ્થ્ય રોજગારી માટે સતત કાર્યશીલ રહેતા હોય છે.
કારણ કે આજે પણ બૌદ્ધ રાષ્ટ્રોમા બુદ્ધ અને બાબા સાહેબનું નામ આદરથી લેવાય છે તેનું કારણ બુદ્ધનો ધર્મ છે.

વંચિતો અછુતો બૌદ્ધ બનશે તો કોઈ એવું નહી કહે કે આ અમારો અંગત મામલો છે અને એવુ પણ નહી કહે કે અછુતો સાથે ભેદભાવ ધૃણા કે અત્યાચાર કરવો શાસ્ત્રોક્ત સંમત મત છે.
પ્રતિક્ષા અરહંત
ભાઇ હુ હિન્દુ સવર્ણ છુ અને માત્ર હિન્દુ જ માનુ છુ બધાને અમે કોઇ ઊંચ નીચ મા માનતા નથી. ઝેર ફેલાવશો નહી.
હિંદુ છો તો જાતિવાદ બંધ કરવાંની જવાબદારી પણ તમારી જ છે. તમારે જાતિવાદ બંધ કરાવવા નહીં અને બીજાને લખવા પણ ના દેવું? જબરા લોકો છો તમે હિંદુઓ.
http://www.sharuaat.com/what-is-collegium-why-there-is-outrage-against-collegium/