અનામત | જો મેરિટ જ સર્વસ્વ હોત તો….

Wjatsapp
Telegram
Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

1) અત્યારે ડોક્ટરો ડોક્ટર-આરોગ્ય મંત્રી રાખવા દબાણ કરતા હોત.
2) પોતાની તથા પોતાના નીચે કામ કરતા સ્ટાફ માટે યોગ્ય, જરુરી અને એકાદ મહીનો એડવાન્સ ચાલે એટલી સુવિધા અને સાધનો વસાવી લીધા હોત.
3) પોતાની માનીતી પાર્ટીની જ સરકાર 20 વર્ષથી સતત સત્તામા હોય તો સ્ટાફ, ફાયનાન્સ કે વળતર, ડ્યુટી, પગાર બાબત ધાંધિયા ચલાવી ન લેતા હોત.
4) બલિદાન આપીને મહાન થઈ જવાની ડરપોક માનસિકતા છોડીને આટલી કમાણી કરતી સરકાર પાસે નાગરીકો અને દર્દીઓના હકો બાબત માંગણી કરતા હોત.
5) ગમે તે વિચારધારામા માનતા હોય કે ગમે તે પાર્ટીને વોટ આપતા હોત, પણ વોટ આપ્યા પછી એને પોતે જ પ્રશ્ન પૂછવાનુ સાહસ બતાવી શકતા હોત.
6) આવા ઈમરજન્સી કાળમા પણ પોતાનુ ઘર ભરતા ભ્રષ્ટાચારી અને કમીશનખાઊ અધિકારીઓ, હોદ્દેદારો ને નેતાઓનો વિરોધ ને અસહકાર બતાવી શક્યા હોત.
7) જે લોકો ક્યારેય સરકારનો ભાગ નથી રહ્યા એ તો સરકાર પર આંધળો વિશ્વાસ બતાવે, સમજ્યા. પણ જે પોતે પણ મેલેરીયા જેવા સામાન્ય રોગમા પણ થતી ગેરીરીતીથી જ્ઞાત હોય ને છતાં બધો વાંક પબ્લિક પર નાંખીને, સરકાર ને ક્લીન ચિટ આપવાના પેંતરા કરતો હોય એનાથી મોટું બાલિશ તો બીજુ કોઈ નહી.
8) અનામત આખી દુનિયામાં એક વિલન હોય એમ દિવસ રાત એની જ પોસ્ટો મૂકતા રહેવાવાળા ડોક્ટરોની આટલા બધા ડોક્ટર કે સ્ટાફ બાબતે સરકારની બેજવાબદારી વિશેની કે આરોગ્ય મંત્રીની લાયકાત ને વખોડતી એક પણ પોસ્ટ જોઈ નહી મેં. આટલાથી સમજવાનુ કે આવા લોકો મૂળે જાતિગત ઘૃણાથી પિડીત છે, બાકી બધી વાર્તાઓ.

હેન્સ પ્રૂવ્ડ કે મેરીટ સર્વસ્વ નથી. નૈતિકતા, પ્રામાણિકતા, સંવેદનશીલતા, ખુદ્દારી, સ્વમાન, લોકો પાસે કામ કરાવવાની અને એમની કાળજી રાખવાની આવડત, જવાબદારીની ભાવના અને કામ કરવાની ઈચ્છા શક્તિ પણ જરૂરી છે. પણ અફસોસ કે આ બધી બાબતોનુ કોઈ મેરિટ નથી બનાવી શકાતુ, ના તો આ બાબતોએ લોકોને ગેરમાર્ગે દોરીને સમાજમા નફરત પેદા કરી શકાય છે, એટલે રાજકારણ માટે કોઈ ઉપયોગી નથી.

– મિતાલી સમોવા

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *