જાગો હિન્દૂ જાગો, શું તમારામાં હિન્દુત્વની સચ્ચાઈ છે?

Wjatsapp
Telegram

જાગો હિંદુ જાગો

સચ્ચી બાત કહી થી મૈંને,
પર લોગો ને ઝહર કા જામ પિલાયા,
સચ્ચી બાત કહી થી મૈંને,
લોગોને સુલી પર ચડાયા.
પીર, પયગમ્બર કભી ન બનના,
સચ્ચિ બાત કભી ન કહના!!

ગઝલકાર, જગજીતસિંઘની એક ગઝલની પંક્તિઓ

“….કોણે પોતાનો ધંધો છીનવાઈ જવાના ડરથી કોળીવંશી મહર્ષિ શંબુકની હત્યા કરાવી હતી? કોણે ખોટા જ્ઞાનના અહંકારમાં મદ (પાગલ) બનીને પોતાના જ ગર્ભસ્થ શિશુને અપંગ પેદા થવાનો શાપ દીધો હતો? (જે પોતાના જ જૂઠા જ્ઞાનના અહંકાર માટે પોતાના જ પુત્ર નું અહિત ચાહતા હોય એવી માનસિકતા વાળાઓ રાષ્ટ્રનું વિભાજન થાય તો એમાં એનું શું ફરક પડે? એને તો રાષ્ટ્રની અપેક્ષાએ પોતાના થોથા અહંકાર જ પ્રિય હોય છે) પાંડુ ની પાછળ પત્ની માદ્રીને સતી થવા માટે કયા શેતાનના નિયમોએ એને બાધ્ય કરી હતી? એકલવ્યનો અંગૂઠો કોણે કપાવ્યો હતો? ભારતીય સમાજને વિઘટન કરે એવા વિધટનકારી ચાર વર્ણ કોણે બનાવ્યા હતા? મહાપુરુષોનો લાભ સામાન્ય માણસને ના મળે એના માટે વારંવાર બુદ્ધ જેવા વ્યક્તિઓને પોતાના ધંધા માટે વિષ્ણુનો નવમો અવતાર કોણે ઘોષિત કર્યો? મગધ રાજ્ય ઉપર હુમલા માટે સિકંદરને કોણે બોલાવ્યો હતો? ભારતીય ઇતિહાસના સોનેરી પાના લખવા વાળા સમ્રાટ અશોક મૌર્ય ના પ્રપૌત્રે બૃહદરથ મૌર્યની હત્યા અને બૌદ્ધોનો નરસંહાર તથા નાલંદા જેવી વિશ્વવિદ્યાલયોને કોને ધ્વંશ કર્યા? હિટલરને પણ વામણો અને ઝાંખો બતાવી દે એવી કાળા કાયદાઓની કિતાબ મનુસ્મૃતિનો લેખક કોણ હતો? બ્રહ્મ સત્ય અને જગત મિથ્યાવાદની આડમાં ગુપ્તકાળના સ્વર્ણ યુગની વિનાશ લીલા કોણે કરી? પૃથ્વી ને એકવીસ વાર ક્ષત્રિયવિહીન કોણે કરી? ક્યાં હરામજાદા હરામખોરએ સોમનાથ મંદિરનો ઝંડો ઝુકાવી મોહમદ ગઝનીનો વિજય સુનિશ્ચિત કર્યો? જે સોમનાથ મંદિરના ફાટક હાથિયો થી પણ નહતા તૂટતા એને મોહમદ ગજનીની વફાદારી માટે ક્યાં ગદ્દાર અને લાલચીએ ખોલી નાખ્યા હતા?

મોહમદ ઘોરી પાસે જયચંદની ચીઠ્ઠી લઈ જવા વાળો કોણ હતો? બંગાળનો તે ગદ્દાર રાજા કોણ હતો જે મોહમદ બખ્તયારના ડરને કારણે મહેલના પાછલા દરવાજેથી ભાગી ગયો હતો? અકબરની ભંડૈતી (ભડવાગીરી) કોણે કરી હતી? અકબરના ખાસ સલાહકાર બિરબલ અને તાનસેન મૂળ કઈ જાતિના હતા? અલ્લોપનિષદ કોણે લખાવ્યા હતા? તથા ભારતીય વહુ દીકરીઓના મીના બજાર કોણે બનાવડાવ્યા હતા?

મહારાજા રણજીતસિંહ અને સ્વામી દયાનન્દ સરસ્વતીના ભોજનમાં ઝેર કોના કહેવાથી આપવામાં આવ્યું હતું? સતગુરુ રૈદાસની વાણી કોણે સળગાવી અને તેમની હત્યા કોણે કરી? છત્રપતિ શિવાજીનો રાજ્યાભિષેક ક્યાં હરામજાદાએ વગર ન્હાયે ડાબા પગનાં અંગૂઠાથી કરેલો? પેશ્વા બાજીરાવ કોણ હતો, જેના ડરથી સુંદર મહિલાઓ ઝેર ખાઈને આત્મહત્યા કરી લેતી હતી? જલકારીબાઈ કોણ હતી? અને ક્યાં હારામજાદાઓએ એમનો ઇતિહાસ છૂપાવ્યો હતો? સ્વામી વિવેકાનંદને શૂદ્ર કહીને વિશ્વધર્મ પરિષદમાં જવાનો વિરોધ કોણે કર્યો હતો? મહાત્મા જ્યોતિરાવ ફૂલેની હત્યા માટે હત્યારાઓ કોણે મોકલ્યા હતા? ભારતના ભાગલા કોણે અને કેમ કરાવ્યા હતા? કોણે ગાંધીને બાલ ગંગાધર તિલકની અર્થીને કાંધ દેવાથી રોકેલા? અને ગાંધીની હત્યા કોણે કરેલી? તે કઈ જાતિનો હતો? અને કઈ સુપરિયર ભાવ ને હણાઈ જવાના ઈર્ષ્યા ભાવવશ હત્યા કરી?

બાબા સાહેબ આંબેડકરને કોની સાજીશથી ઝેર દેવામાં આવ્યું? ઇન્દિરા ગાંધીને અકાલ તખ્ત ઉડાવવા અને હજારો શીખોની હત્યા કરાવવા માટે કોણે ઉશ્કેરણી કરી હતી? ઇન્દિરા ગાંધીને ક્યાં પન્ડાએ મંદિર પરિસરમાં ઘુસવા નહતા દીધા? તે જનરલ કોણ હતો જે દવા કરાવવાના બહાને ભારત–ચીન યુદ્ધનું મેદાન છોડીને દિલ્હી ભાગી આવ્યો? વીસ વર્ષો સુધી વિવિધ મંત્રાલયોના અતિગોપનિય દસ્તાવેજોની મોટી રકમ લઈને વિદેશોમાં વેચનાર કુમાર નારાયણ અય્યર કોણ હતો? મોસાદની મદદ થી રાજીવ ગાંધીની હત્યા કોણે કરાવી? આજે પણ પોતાના ધાર્મિક ધંધા માટે અને પોતાનો રોટલો શેકવા માટે ભારતને રાષ્ટ્ર બનાવાથી રોકવા માટે કોણ રૌડા નાખી રહ્યું છે?

૧૨૦૦ વર્ષથી ભારતને ગુલામ બનાવવા માટે કોણ જવાબદાર છે? ક્યાં ગદ્દારોએ શાસ્ત્રોના ખોટા અર્થ કાઢીને સ્થાપિત હિત તળે ધર્મને વ્યવસાય બનાવવાની શૂદ્રાત્મક અધમ કાર્ય કર્યું? ―

“जन्मना जायते शूद्रो संस्काराद द्विज उच्चते।”
અર્થાત– જન્મથી હરકોઈ શૂદ્ર (અજ્ઞાની―અવિદ્યા) હોય છે, તે સંસ્કાર (તાલીમ) થી જ બ્રહ્મ(સત્ય) ને જાણીને (આ જન્મમાં જ પુનર્જન્મ વડે જ્ઞાની બની) શકે.

ઉપરના આ સૂત્ર ને ઠુકરાવીને સ્થાપિતહિતના કારણે ધર્મને રોયલ્ટી ઇન્કમનું સાધન બનાવવાનું ઇચ્છીને દેશવાસીઓને અંદરોઅંદર લડાવીને રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં કોણે ભયંકર અવરોધ ઉભા કર્યા? કોણે આદિકવિ વાલ્મીકિ લિખિત મૂળ રામાયણ સાથે છેડછાડ કરી? “અધોગતિનું મૂળ વર્ણવ્યવસ્થા” નામના પુસ્તકના લેખક સ્વામી સચ્ચિદાનંદને રાતના અંધકારમાં હત્યા કરવા કોણ આવ્યા હતા? અને એને મોકલનાર ભેડીઆઓ કોણ હતા? (જેને પછી પોતાનો જ જીવ ગુમાવવો પડ્યો?) આજે ભારતના અરુણાચલ રાજ્યમાં ભવિષ્યમાં ચીની શાસન અંતર્ગત સુરક્ષાની સાથે સારી નોકરી મળી શકે એ ઉદેશ્યથી કોણ ગદ્દારો ચીની ભાષા શીખી રહ્યા છે? જેને હિંદી શીખવામાં કાંટા વાગે છે? કોણ છે આ !? એને મારો પડકાર છે કે જવાબ આપે!!

માહિતી સોર્સ ― પુસ્તક: “જાગો હિંદુ જાગો”, પેજ નં. ૩૪, મૂળ લેખક રાધા કમલ ચેટર્જી, એમ.એ., પી.એચ.ડી.(યુ.એસ.એ.).

હિન્દી અનુવાદક: ડો. રામનાથ, એમ.એસ.સી. (એ.જી.), પી.જી.(એન), પી.એચ.ડી, પૂર્વ પ્રોફેસર અને કુલપતિ સી.એમ.એ. કૃષિ અને પ્રાદ્યોગિક વિશ્વવિદ્યાલય, કાનપુર.

અનુવાદકનો સંપર્ક : એ-૭૦૮, આવાસ વિકાસ, હંસપુરમ નૌબસ્તા, કાનપુર-૨૦૮૦૨૯.

(જો તમે તમારી જાતને સાચા હિંદુ માનતા હોય તો ઉપરનું આપેલ પુસ્તક જરૂર વાંચો, મેં અહીંયા પર ફક્ત એની ઝલક દીધી છે, સત્યનો સામનો કરવો મુશ્કેલ હોય છે, શું તમારામાં એ હિન્દુત્વની સચ્ચાઈ છે, (જે આ પુસ્તકમાં બતાવવામાં આવી છે) તેને જાણી શકવાની!! પુસ્તકમાં જે પણ વાત કહેવામાં આવી છે એના બધા જ સંદર્ભ―ગ્રંથોના નામ પણ દેવામાં આવેલ છે, જેથી સત્યને પડકાર દેવા વાળાને સત્યથી રૂબરૂ કરાવી શકાય.)

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

[ પુસ્તકનું મૂળ હિન્દી રૂપ નીચે અનુસાર છે, જેને મૂળ પુસ્તકમાં જોઈ શકાય છે, પણ ગુજરાતના કેટલાક અભણ, અલ્પજ્ઞાની, અજ્ઞાની હિંદુ યુવાઓ તેમના જ છૂપા શત્રુઓની કાન ભંભેરણીથી પોતાના જ ભાઈઓને વામપંથી કહીને ચૂપ કરી દેવાનો મનોવૈજ્ઞાનિક ખેલ ખેલનારા આ હિંદુ યુવાઓ માટે અહી ઉપર ગુજરાતી અનુવાદ કરેલ છે.]

― જય ભારત ― જય ધર્મ

✍️ અભિગમ મૌર્ય

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *