જબરીયા જોડી મતલબ વરરાજા ઉઠાવો

jabariya jodi sharuaat magazine
Wjatsapp
Telegram

9 ઓગસ્ટે ‘જબરિયા જોડી’ નામની એક ફિલ્મ રીલીઝ થવાની છે. એક્ટર્સ છે પરીનીતી ચોપરા અને સિદ્ધાર્થ મલ્હોત્ર. પરીનીતીના ફેન હોવું તો ખરું જ પણ એ સિવાય આ ફિલ્મનો વિષય એટેન્શન સીકિંગ છે. અગાઉ બદ્રીનાથ કી દુલ્હનિયા, શુભમંગલ સાવધાન, બધાઈ હો, એક લાડકી કો દેખા તો ઐસા લગા જેવી ફિલ્મો પણ આવી ગઈ જે હળવાશથી એવી સામાજિક સમસ્યાઓ તરફ ધ્યાન દોરે છે જે ૨૧મી સદીમાં પણ ભારતદેશમાં પોતાનો વ્યાપ વધારતી જ જાય છે.

આ જ વિષય પર ૨૦૧૧માં કલર્સ ચેનલ પર ‘ભાગ્યવિધાતા’ નામની એક ધારાવાહિક પ્રસારિત થઇ હતી. એ સમયે કલર્સ સારી એવી સમાજિક નિસ્બત ધરાવતી સીરીયલો પ્રસારિત કરતી હતી, પણ સમયાંતરે એનું પણ એકતા કપુરાય નમઃ થઇ જ ગયું. ઉપરાંત, ૨૦૦૯માં ‘આંતરદ્વંદ’ નામની એક ફિલ્મને પણ આ જ વિષય પર શ્રેષ્ઠ સામાજિક નિસ્બત ધરાવતી ફિલ્મનો નેશનલ એવોર્ડ મળેલો.

હા તો,આવીએ આપણે આપણા વિષય પર. વાત છે ‘જબરિયા જોડી’ એટલે કે ‘વરરાજા ઉઠાવો’ એટલે કે જબરદસ્તીના લગ્ન કરાવવાની પ્રથાની. શરૂઆત ૨૦મિ સદીના અંતભાગમાં ૧૯૭૦-૮૦ની આસપાસ થયેલી મનાય છે. શરૂઆતના તબક્કે સામાજિક બદનામીની બીકે આવા કિસ્સા બહાર ના પડ્યા. ૧૯૮૨-૮૪ થી ઓફિસિયલ નોંધાવાના શરુ થયા. આ પ્રથામાં મુખ્યત્વે સુખી સંપન્ન પરિવારોના લગ્નલાયક દીકરાઓને (સ્પેશિયલી IAS, IPS, એન્જીનીયર,ડોક્ટર કે સરકારી કર્મચારી)ને કિડનેપ કરીને લઇ જવામાં આવે અને પોતાની દીકરી સાથે હિંદુ વિધિથી પરણાવી દેવામાં આવે, ધાકધમકી કે જરૂર પડ્યે ગન પોઈન્ટ પર.

આવું કરવાનું કારણ? મોટાભાગે દહેજ. પરંપરા અને મર્યાદાના નામે કુપ્રથાઓને પોષાતી સામજિક પછાત જ્ઞાતિઓમાં દરેક રાજ્યમાં દહેજના દુષણે માઝા મૂકી છે.યુપી-બિહારમાં ખાસ. યાદ રાખજો, આ દેશને સૌથી વધુ IAS-IPS આપતા રાજ્યોની જ વાત છે, જે હિંદુ ધર્મના મોટાભાગના પવિત્ર તીર્થો પણ સમાવે છે. અક્ષયકુમારના ‘ટોઇલેટ’ ફિલ્મમાં આ જ રાજ્યના એક બ્રાહ્મણ પરિવારની ટોઇલેટ જેવા સાવ સામાન્ય મુદ્દા બાબતે પણ કેટલી સંકુચિત માન્યતા હતી એ જોયું, ત્યાં તમે બીજા પછાતોની માનસિકતાની તો કલ્પના જ કેમની કરી શકો ?!!!

યુપી-બિહારમાં હવે તો એમાંથી જ બનેલા છત્તીસગઢ,ઝારખંડ અને ઉત્તરાખંડને પણ સમજવા,રાજસ્થાન અને મધ્યપ્રદેશ પણ ખરાં.આ સમસ્યા વધતી વધતી હવે દિલ્હી જેવા મેટ્રોમાં પણ પહોંચી ગઈ છે. આ પ્રથાના શરૂઆતના તબક્કામાં ફક્ત એવા મુરતિયા જ નિશાનો બનતા જેણે પહેલા અમુક દહેજની માંગણી સામે લગ્ન કરવા વચન આપ્યું હોય ને પછી લાલચના કારણે આનાકાની કરે કે લગ્નની ના પડી દે. એવામાં છોકરીના પરિવારવાળા પર તો જાણે આભ તૂટી પડે, લગ્ન અને દહેજ પાછળ ક્ષમતા બહારનો ખર્ચ કરી દીધા પછી એમની પાસે બીજો કોઈ વિકલ્પ ના હોય એટલે જે તે મુરતિયાને ઉઠાવી લાવે અને દીકરી સાથે પરણાવી દે. ધાર્મિક સંકુચિતતા ધરાવતા વિસ્તારો અને જ્ઞાતિઓમાં આવી જબરદસ્તી થયેલી વિધિઓને પણ ભગવાનનો આદેશ માનીને પળાતી હોય એટલે છેવટે મુરતિયાના પરિવારે પણ લગ્નને સ્વીકારવા જ પડે.

પરંતુ, નકારાત્મકતાથી જ શરુ થયેલી આ પ્રથા પણ એના મૂળ ઉદ્દેશ્યમાં મ્યુટેશન થઈને વટલાઈ ગઈ. દહેજનું દુષણ માબાપને એ હદે માનસિક બેબસ કરી દીધા કે હવે સમાજના કોઈ પણ સુખી, સંપન્ન, ભણેલા, નોકરિયાત કે હજી તો પરીક્ષાઓની તૈયારી કરતા હોય એવા પણ એલીજીબલ બેચલર્સને પણ ટાર્ગેટ કરવાનું શરુ થઇ ગયું. દેખાવમાં સામાન્ય હોય અથવા ગરીબ ઘરની દીકરીઓને જયારે લગ્નલાયક સારા મુરતિયા ના મળે તો એમના માંબાપ એમ વિચારીને કુંવારા છોકરાઓને કિડનેપ કરાવવા લાગ્યા કે દહેજના પૈસા અમુક ધંધાદારી ગુંડાઓ પાછળ વાપરસુ, પણ દીકરીને સારું ઘર તો મળશે. ત્યાની અસામાજિક તત્વોની ગેન્ગોને પણ એક સારો સાઈડ બીઝનેસ મળી ગયો !

૨૦૦૯ માં ૧૩૦૦ અને ૨૦૧૭માં આશરે ૩૪૦૦ જેટલા ‘વરરાજા ઉઠાઓ’ કાર્યક્રમ યોજાઈ ગયા એવું ઓફીશીયલ આંકડો કહે છે. આ પ્રથાની શરૂઆત યુપીના ભૂમિહાર (હા ભાઈ, કન્હૈયા કુમારની જ જ્ઞાતિ) જેવી કહેવાતી ઉચ્ચ ગ્નાતીઓથી શરુ થઈને યાદવ, અને પછાત કહેવાતા સમાજોમાં પણ વ્યાપક બની છે. મોટાભાગે જે તે જ્ઞાતિના જ મુરતિય ઉઠાવીને જે તે જ્ઞાતિની જ છોકરી સાથે પરણાવતા , પણ હવે ધંધાદારી માણસો ઘુસ્યા પછી તમારી ડીમાંડ પ્રમાણે બીજી જ્ઞાતિના મુરતિય પણ ઉઠાવી આપવામાં આવે છે. જો કે કામ્પેરેતીવલી એવા પ્રસંગો ગણ્યાગાંઠ્યા જોવા મળે છે.

આ દેશના બીજા બધા દંભની જેમ જ આ કુપ્રથા માટે પણ દીકરીઓને જ વિલન ચિતરવામાં આવે છે. જો માંબાપ અને સમાજના ગુલામ થઈને અત્યાચારો સહન કરતા ના જીવવું હોય તો દીકરીઓએ જનમ જ ના લેવો જોઈએ એવી માન્યતા ધરાવતા આપણા દેશમાં દાઝ્યા ઉપર દામ આપતી દહેજ પ્રથા પણ હોય ત્યારે દરેક કુપ્રથામાં દુબળી ગાય જેવી દીકરીઓએ જ વિલન સાબિત થવું પડે એ નક્કી જ છે. દેખાવ સારો હોય કે ના હોય, માબાપે પેટે પાટા બાંધીને ભણાવ્યા હોય તો પણ, દીકરી ક્લાસ ૧ કે ૨ માં નોકરિયાત હોય તો પણ,દહેજ ના આપવા જેવા નૈતિક કારણો કે આર્થિક કારણોસર દીકરીઓને પરણાવી ના શકતા માબાપો ગુનેગાર કરતા મજબુર વધુ ગણાય. તમે દીકરાના માંબાપ તરીકે સદિયોથી મનમાની કરો અને પછી જયારે જબરિયા શાદી જેવી કુપ્રથાઓ રીસ્પોન્સમાં મળે ત્યારે છાજીયા લો એનો તમને ન્યાયિક હક નથી. કાયદાની દ્રષ્ટીએ તો આ પ્રથા ખોટી છે જ અને બીજી કોઈ પણ કીદ્નેપીન્ગની જેમ જ સજાપાત્ર ગુનો છે.પરંતુ, આ પ્રથા હજુ કેમ ચાલુ જ છે એ માટે એક સમાજ તરીકે આપણી કોઈ ફરજ કે જવાબદારી નહિ સુધારાની? ૨૧મિ સદીમાં પણ દહેજ જેવી પ્રથાઓ નાબુદ ના કરી શકતા આપણે હાયર એજ્યુકેતેત સ્ત્રી પાસેથી હજી ઘરકામ કરાવવાની જ અપેક્ષા રાખીએ છીએ. દીકરાઓને સમાનતા કે સ્ત્રીની ઈચ્છાને સન્માન આપવાનું નથી શીખવતા. બીજી બધી જ જડ સામાજિક માન્યતાઓની જેમ જ આ કુપ્રથાઓનું કારણ પણ આપણે દીકરીઓને જ માની લઈએ છીએ. જયારે સત્ય તો એ છે કે એક સમાજ તરીકે આપણે આ લાલચુ માણસોને મર્યાદા અને નિયમોમાં બાંધી નથી શકતા એટલે દુબળી ગાય જેવી દીકરીઓ પર બગાઈની જેમ આરોપો અને આક્ષેપો નાખવામાં આપણી બહાદુરી સમજીએ છીએ.

આ ફિલ્મના ટ્રેલરમાં જબરિયા શાદી કરાવતા ગુંડા જેવા સિદ્ધાર્થ સાથે પ્રેમ થઇ જતા પરીનીતીબેન પોતે જાત્તે હવે એની સાથે જબરિયા શાદી કરશે એવો ફાંકો મારે છે. અગાઉ ‘ગલીબોય’માં આવી સાયકોપેથ ગર્લફ્રેન્ડ રણવીર ચલાવી નથી લેતો અને બ્રેકાપ કરી દે છે એ બરાબર જ હતું. ખરેખર તો આ ફિલ્મમાં શું શીખ હશે એ જોયા પછી જ સમજાય. જો પરીનીતીની વાત સાચી માનો તો પ્રેમમાં પાગલ ચહેરા પર એસીડ ફેંકતા વિકૃત માંનોરોગીઓને પણ સાચા માનવા પડે. આવા જબરિયા લગ્નોમાં એ છોકરીની સાસરે ગયા પછી થતી દયનીય પરિસ્થિતિ વિષે તો કોઈ વિચારતું સુધ્ધા નથી, એના પોતાના માંબાપ પણ નહિ. જ્યાં ત્યાં બસ માથાનો ભાર ઓછો કરવાનો , કેટલી બેજવાબદારી સાલું !!!

છેલ્લે, જબરિયા શાદીથી તમે કોઈને તમારા પ્રત્યે પ્રેમ કરતા નથી જ કરી શકતા. જે લગ્નસંસ્થાનો પાયો જ પ્રેમ કે સન્માન ના હોય એની કન્સીક્વાન્સીસ કેટલી વિકૃત અને મિઝરેબલ હોય એની કલ્પના જ કરવી રહી !!!

મિતાલી સમોવા

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.