બૌદ્ધ | જૈનોની હત્યાનો જૂઠો આરોપ બુદ્ધ પર

Wjatsapp
Telegram

જેમ દરેક મહાનુભવો પર માછલા ધોવાય છે તેમ તથાગત બુદ્ધ પણ બાકાત ન હતા. તેમના પર લાગાવેલ આરોપોમાંથી એક પ્રસંગ અહીં રજૂ કરું છું.

જૈન અને હત્યાનો જુઠો આરોપ


તૈર્થિકો (જૈન સાધુઓ)ને એવું લાગવા માંડ્યું હતું કે તથાગતના કારણે જ લોકો તેમનો આદર-સત્કાર નથી કરતા, એટલું જ નહીં તેઓ તેમનું અસ્તિત્વ છે કે નહીં તે પણ નથી જાણતા. “આપણે જોવું જોઈએ કે કેવી રીતે કોઈકની સાથે મળીને ષડયંત્ર દ્વારા આપણે જનતામાં બુદ્ધની છબી ને ધૂમિલ કરી શકીએ છીએ”, તૈર્થિકો (જૈન સાધુઓ)એ વિચાર કર્યો, “કદાચ સુંદરીની સહાયતાથી આપણે આવું કરી શકવામાં સફળ થઇ શકીએ.” તેઓ સુંદરીની પાસે ગયા અને બોલ્યા, “બહેન, તમે ખૂબ જ સુંદર અને આકર્ષક છો, જો તમે બુદ્ધના વિશે થોડીક બદનામી ફેલાવી દો તો બની શકે છે કે લોકો તેનો વિશ્વાસ કરી લે અને તેનાથી બુદ્ધનો પ્રભાવ ઘટી જાય. “સુંદરી દરરોજ સાંજે હાથમાં ફૂલોની માળાઓ, કપૂર, તથા જુદા-જુદા પ્રકારની મધુર સુગંધી લઈ જેતવનની તરફ એ સમયે જવા લાગી ત્યારે લોકો જેતવનમાંથી પાછા વળી રહ્યા હતા, ત્યારે જો કોઈ તેણીને પૂછ્તું, “સુંદરી ! ક્યાં જઈ રહી છો?” તે જવાબ આપતી “હું બુદ્ધ ની પાસે તેમની ગંધકૂટી માં રહેવા જઈ રહી છું” અને તૈર્થિકોના કોઈ ઉદ્યાનમાં રાત વિતાવીને તે વહેલી સવારે ત્યાંથી પાછી આવતી હતી. જો કોઈ તેને પૂછતું કે રાત ભર ક્યાં રહી ? તો તે જવાબ આપતી, “મેં બુદ્ધની પાસે રાત વિતાવી.”

“સૌરાષ્ટ્ર કચ્છની બૌદ્ધ ગુફાઓ” પુસ્તક ખરીદવા ફોટા પર ક્લિક કરો
Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

કેટલાક દિવસો પછી તૈર્થિકો (જૈન સાધુઓ) એ હત્યારાઓને ધન આપી બોલાવ્યા અને તેમને કહ્યું, “સુંદરીની હત્યા કરી નાંખો અને તેણીની લાશને બુદ્ધની ગંધકુટીની પાસે કચરાના ઢગલા પર ફેંકી દો.” હત્યારાઓએ એમ જ કર્યું. ત્યારે એ તૈર્થિકો જૈનએ સરકારી અધિકારીઓ સુધી આ સૂચના પહોંચાડી કે સુંદરી દરરોજ જેતવન આવન-જાવન કરતી હતી અને હવે તે જોવા મળતી નથી. પછી સરકારી અધિકારીઓને સાથે લઈને તેમણે સુંદરીની લાશને કચરાના ઢગલા પરથી શોધી કાઢી. ત્યારે એ જૈન સાધુઓએ તથાગતના સાવકો પર આરોપ લગાવ્યો કે તેમણે પોતાના શાસ્તાની આબરૂ ઢાંકી રાખવા માટે સુંદરીને મારી નાખી છે. પરંતુ હત્યારાઓ સુંદરીની હત્યાથી પ્રાપ્ત થયેલા ધનના વિભાજનને લઈને એક દારૂની દુકાન પર ઝઘડવા લાગ્યા. અધિકારીઓએ તરત જ તેમને પકડી લીધા અને એ હત્યારાઓએ પોતાનો અપરાધ સ્વીકાર કરી લીધો. અને તૈર્થિકોને પણ ફસાવ્યા. જેમની ઉશ્કેરણીથી તેમણે એ ગુનો કર્યો હતો. આ પ્રકારે જૈન સાધુઓનો રહ્યોસહ્યો પ્રભાવ પણ જતો રહ્યો

સંદર્ભ: ‘બૌદ્ધ અને તેમનો ધમ્મ’ માંથી

– અસ્મિતા પરમાર

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.