કોરોના દર્દીઓની આંખોની રોશની જવાની બીમારીનું જમ્મુ-કાશ્મીર કનેક્શન

Wjatsapp
Telegram

આપણ બધાને અને ખાસ કરીને કટ્ટર હિંદુઓને તો યાદ જ હશે કે જમ્મુ અને કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ કેવી ચાલાકી, સ્થાનિક પ્રજાનો મત લીધા વગર અને ભરપૂર સત્તાના દમનથી હટાવવામાં આવ્યો.

  • લગભગ એક વર્ષ સુધી જમ્મુ અને કાશ્મીરના લોકોને કેદી જેવી સ્થિતિમાં રખવામાં આવ્યા હતા.
  • રિપોર્ટરોને રિપોર્ટિંગ નોહતા કરવા દેતા.
  • સ્થાનિક નેતાઓને કેદ કરી લીધા હતા.
  • સ્થાનિક પ્રજાને વિરોધ નોહતો કરવા દીધો.
    -જે વિરોધમાં ઉતર્યા તેમના પર પેલેટ ગન ચલાવી.
  • આ પેલેટ ગનથી અસંખ્ય જમ્મુ અને કાશ્મીરના લોકોની આંખો જતી રહી હતી. આંધળા બની ગયા હતા.
    પણ, ભારતના બહુમત હિંદુઓને તો જમ્મુ-કાશ્મીરમાં પ્લોટ લેવાની એટલી બધી તાલાવેલી હતી કે જમ્મુ-કાશ્મીરના લોકોની તકલીફો, તેમના પર થતાં અત્યાચારો દેખાયા જ નહીં. કોઈ વિરોધનો સુર નીકળ્યો જ નહીં.

બ્રાહ્મણોએ લખેલા હિંદુઓના ધર્મ ગ્રંથ “શ્રીમદ ભગવત ગીતા”માં કર્મના સિદ્ધાંતની વાત કરેલી છે. “જેવું કર્મ કરશો, તેવું જ ફળ તમને મળશે.”

૧. જમ્મુ અને કાશ્મીરમાં એક વર્ષ ધંધા રોજગાર બંધ રહ્યા હતા, તો સમગ્ર ભારતમાં પણ એક વર્ષથી ધંધા રોજગાર ઠપ્પ જ છે.
૨. જમ્મુ કાશ્મીરમાં વિરોધ કરનારને જેલમાં નાંખતા હતા તો સમગ્ર ભારતમાં પણ આજે એ જ સ્થિતિ છે.
૩. જમ્મુ કાશ્મીરના લોકો મદદ માંગે તો તેમના મોઢા બંધ કરાવતા હતા, યુપીમાં સોશિઅલ મીડિયામાં મદદ માંગો તો કેસ થઈ જાય છે.
૪. જમ્મુ અને કાશ્મીરમાં કેટલા મર્યા એનો કોઈ અધિકૃત આંકડો નથી. એ જ રીતે કોરોનાથી મરનાર લોકોના અધિકૃત આંકડા જાહેર કરવામાં આવતા નથી.
૫. જમ્મુ અને કાશ્મીરને આર્થિક રીતે પાયમાલ કરી નાંખ્યું એ જ રીતે આખા દેશને પણ આર્થિક રીતે પાયમાલ કરી નાંખવામાં આવ્યું.
૬. વધુ પડતી આર્મી હટાવ્યા પછી પણ જમ્મુ કાશ્મીર નોર્મલ સ્થિતિમાં આવી શક્યું નથી. એ જ રીતે, લોકડાઉન હટાવ્યા બાદ, કોરોનાના એક વર્ષ બાદ પણ દેશના લોકો સામન્ય સ્થિતિમાં આવી શક્યા નથી.

અને,
૭. જમ્મુ કાશ્મીરના નાગરિકોની પેલેટ ગનથી આંખો ફોડી હતી. તો હવે “મ્યુકરમાઇકોસીસ” નામનો રોગ આવ્યો છે, તમારા આંખની રોશની છીનવવા.

ટૂંકમાં,
કર્મ કોઈને નથી છોડતું. જેવું કર્યું છે એ તમારે ભોગવવાનું જ છે. કોઈ એમ ન કહે કે અમે નિર્દોષ છીએ, અમે કશું નથી કર્યું.
હિંદુ હિંદુ કરીને આખા દેશને #હિન્દુત્વમાં ઝોંકવામાં દરેક હિંદુનો પૂરતો ફાળો છે જ. અત્યારે પણ કાલ્પનિક દેવી દેવતાઓ, મુસલમાનોના કાલ્પનિક ભયમાં જીવનારાઓ, આરક્ષણ-એટ્રોસિટીના કાલ્પનિક અન્યાયમાં જીવનારાઓ હિંદુત્વને પોષી રહ્યા છે.
આદિવાસીઓની જમીનો અને રોજગારી છીનવાતી હતી અને હિંદુઓ સરદાર સરોવર ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે ઉજવણીઓ કરતાં હતાં.
જે હિંદુઓ અન્ય લોકો પરના અત્યાચારમાં, ઘરમાં ચૂપ બેસી રહ્યા, બહાર ન નીકળ્યા, તેમનું યોગદાન પણ કાંઈ નાનુસૂનું નથી.

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

કૌશિક શરૂઆત

નોંધ : દુનિયામાં ક્યાંય પણ અન્યાય, અત્યાચાર થાય તરત બોલો, તરત લખો, તરત તેનો વિરોધ કરો. રાહ ના જુઓ કે તમારા સુધી રેલો આવે ત્યારે જ બોલિશ. 🙏 #બહુજન બનો.
બહુજન લોકોનાા હિતમાં કામ કરો.

You may also like...

Leave a Reply

Your email address will not be published.