શું ગુજરાતના શિક્ષણ મંત્રી જીતું વાઘાણી એ બંધારણ વિરુદ્ધ જાહેરાત કરી?

અહીંયા ધ્યાન રાખજો અહીં કોઈ ધર્મનો વિરોધ નથી. જો આજ રીતે બાઈબલ કે કુરાન વિશે જાહેરાત કરી હોત તો પણ મારું સ્ટેન્ડ આજ હોત. એટલે તમારી લાગણીઓ કાબૂમાં રાખીને મગજ ચલાવજો,

¶ મીડીયા થી મળેલી માહિતી મૂજબ; ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરતાં કહ્યું હતું કે, ગુજરાતના ધોરણ 6થી 12ના વિદ્યાર્થીઓને શ્રીમદ્ ભગવદ્ ગીતાના પાઠ ભણાવવામાં આવશે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ આ નિર્ણય કરવામાં આવ્યો છે તેમ રાજ્ય સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે. પ્રથમ તબક્કામાં રાજ્યની શાળાઓમાં ધોરણ 6થી 12માં શ્રીમદ્ ભગવદ્ ગીતામાં સમાવિષ્ઠ મૂલ્યો અને સિદ્ધાંતોનો બાળકોને સમજ અને રસ પડે તે પ્રમાણે પરિચય કરાવવામાં આવશે…!

¶ હવે જોઈએ ધાર્મિક શિક્ષણ વિશે ભારતનું બંધારણ શું કહે છે.

બંધારણના અનુરછેદ-૨૮ : અમુક શિક્ષણ સંસ્થાઓમાં ધાર્મિક શિક્ષણ અથવા ધાર્મિક ઉપાસનામાં હાજરી અંગે સ્વતંત્રતા.

( ૧ ) રાજ્યના નાણાંમાંથી પૂરેપૂરી નિભાવતી શિક્ષણ સંસ્થામાં કોઈ પ્રકારનું ધાર્મિક શિક્ષણ આપી શકાશે નહીં.

( ૨ ) રાજ્ય જેનો વહીવટ કરતું હોય પણ ધાર્મિક શિક્ષણ આપવાનું ફરજિયાત બનાવતી કોઇ દેણગી કે ટ્રસ્ટ હેઠળ સ્થાપવામાં આવેલી હોય તેવી શિક્ષણ સંસ્થાને ખંડ (૧)નો કોઈ મજૂકર લાગું પડશે નહીં.

( ૩ ) રાજ્યે માન્ય કરેલી અથવા રાજ્યનાં નાણાંમાંથી સહાય મેળવી શિક્ષણ સંસ્થામાં શિક્ષણ લેતી કોઈ વ્યક્તિને એવી સંસ્થામાં અપાતાં ધાર્મિક શિક્ષણમાં ભાગ લેવાની અથવા એવી સંસ્થામાં અથવા તેને સંલગ્ન કોઈ કોઈ મકાનમાં ચલાવતી કોઈ ધાર્મિક ઉપાસના હાજર રહેવાની ફરજ પાડી શકાશે નહીં સિવાય કે તે વ્યક્તિએ અથવા તે વ્યક્તિ સગીર હોય તો તેના વાલીએ એ માટે પોતાની સંમતિ આપી હોય.

¶ ભારતનાં બંધારણમાં સ્પષ્ટ લખેલું છે કે, ધાર્મિક શિક્ષણ ન આપી શકાય તો આ શિક્ષણ મંત્રી જાહેરાત કેવી રીતે કરી શકે? આપણે જોઈએ કે હિન્દુ ધર્મનો ઓફીસયલી ધાર્મિક ગ્રંથ એ ગીતા જ છે. એટલે બંધારણીય રીતે કોઈપણ ધાર્મિક શિક્ષણ ન આપી શકાય એવું સ્પષ્ટ છે જ.. આવી જાહેરાતો ચુટણી આવી એટલે તમને ઉલ્લુ બનાવવા લોલીપોપ સમાન છે. કે પછી જાણી જોઈને માહોલ બગાડવા કે મતોનુ ધ્રુવીકરણ કરવા આવી જાહેરાત કરવામાં આવે છે એ ચર્ચાનો વિષય છે. મને લાગે છે કે, આ મુદ્દે પણ ભવિષ્યમાં આજ સરકાર પોતાનું બયાન આજ પાછું ખેંચશે, આ ચુંટણી આવી એટલે ફકત ચુંટણી લક્ષી નામની જાહેરાત સમજવી બાકી એમનેય ખબર છે કે, કોઈ તો વિરોઘ કરશે જ, કોઈ હાઈકોર્ટમાં જશે, હાઈકોર્ટે બંધારણીય બાબતોને મહત્વ આપશે તો. ધાર્મિક શિક્ષણ માટે બંધારણ સ્પષ્ટ છે એટલે આ રદ થશે..

ખરેખર જો બાળકોના ભવિષ્યની ચિંતા જ હોય તો પહેલાં પેલી ૭૦૦ શાળાઓમાં એક જ શિક્ષક છે એના પર વિચારો, શિક્ષકોની ઘટ છે એના પર વિચારો, શાળાઓની હાલત પર વિચારો, શિક્ષકોને આપવામાં આવતાં શિક્ષણ સિવાયના કામો દુર કરો……એવા તો અનેક મુદ્દાઓ છે એના પર કામ કરો આવી ખોટી ખોટી જાહેરાતો કરી પ્રજાને છેતરવાનું બંધ કરો….!

  • Nelson Parmar

You may also like...