પત્રકારત્વ એ ધંધો બની ગયું છે – બાબાસાહેબે વર્ષો પહેલા કહેલું

Wjatsapp
Telegram

ભારતમાં પત્રકારત્વ ક્યારેક વ્યવસાય હતું. હવે એ ધંધો બની ગયું છે. સાબુના ઉત્પાદનથી વિશેષ તેનું કોઈ નૈતિક કામ રહ્યું નથી. એ પોતાને જનતાના એક જવાબદાર પ્રતિનિધિ તરીકે ગણતું નથી. કોઈ મંશાનો રંગ ચઢાવ્યા વગર સમાચાર આપવા, જનહિતમાં કોઈ નીતિ અંગે અભિપ્રાય આપવા, ગમે તેટલા ઉચ્ચ પદે બેઠેલા લોકો હોય, તે ખોટો રસ્તો અપનાવે, તો કોઈ ડર વગર તેમને ટકોરવા, એ ભારતમાં પત્રકારત્વની પ્રથમ ફરજ ગણાતી નથી. એ સમાચારની જગ્યાએ સનસનાટી આપે છે, વિવેક બુદ્ધિવાળા અભિપ્રાયને બદલે વિવેકહીન જોશ ભડકાવે છે, જવાબદાર લોકોના મગજને બદલે બેજવાબદાર લોકોની લાગણીઓને ઉશ્કેરે છે.

કોઈને હીરો તરીકે સ્વીકારવો અને તેની ભક્તિ કરવી, તે જ તેનું મુખ્ય કામ રહ્યું છે. વીરપૂજાના ચક્કરમાં આટલી હદે દેશના હિતોનું બલિદાન ક્યારેય આપવામાં આવ્યું નથી. આજે ભારતમાં દેખાય છે તેટલી અંધ વીરપૂજા ક્યારેય ન હતી. અમુક અપવાદ છે, અને અને તેનો આનંદ છે, પણ તે જૂજ છે અને તેમનો અવાજ ક્યારેય નથી સંભળાતો.

ડો. બાબાસાહેબ આંબેડકર, 1943, પ્રકરણ 8, રાનડે, ગાંધી એન્ડ જિન્હા, ગ્રંથ 1, લેખન અને વક્તવ્યો

ગઈકાલે અખિલેશ યાદવના ફોટાનો દુરુપયોગ કરતાં લોકો રોષે ભરાયા અને દૈનિક જાગરણને સળગાવી બહિષ્કાર કર્યો. ત્યાર બાદ સવર્ણ હિંદુ મીડિયા દૈનિક જાગરણે માંફી માંગી લીધી છે.

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.