ધવલ પટેલ પર રાજદ્રોહ લાગતા પત્રકારો ભડકયા. આજે આવેદનપત્ર આપી નોંધાવશે વિરોધ

Wjatsapp
Telegram

પત્રકાર મિત્રો..

પત્રકાર ધવલ પટેલ પરના તમામ બેબુનિયાદ આરોપો તાત્કાલિક દૂર કરવામાં આવે તે હેતુથી સરકાર સમક્ષ મક્કમ રજૂઆત કરવા માટે ગુજરાતનાં વિવિધ પત્રકાર સંગઠનો ને જે આહવાન આપવામાં આવ્યું હતું તેને પ્રચંડ પ્રતિસાદ સાંપડયો છે. ગુજરાતના પત્રકાર હિત માટે સતત લડત આપી રહેલા તમામ સંગઠનો દ્વારા આ બાબતે એકમતી દર્શાવી જરૂરી તમામ કાર્યવાહી માં સાથે રહેવા ખાતરી આપવામાં આવી છે. આવતીકાલે ગુજરાતના તમામ જિલ્લા મથકો માં જે તે જિલ્લા અને તાલુકાના પત્રકાર સંઘો આ બાબતે સોશ્યલ ડિસ્ટન્સ નાં દાયરામાં રહી મર્યાદિત હાજરીમાં કલેકટર/મામલતદાર દ્વારા મુખ્યમંત્રી ને સંબોધીને આવેદન આપે તે માટે તમામ મિત્રોને મારી હાર્દિક અપીલ છે.આવેદન ની કોપી સાંજ સુધીમાં દરેક મિત્રોને મળી જશે. ધવલ પટેલ ને હાઇકોર્ટ માંથી જામીન મેળવવા તેમજ કેસ રદ કરવા બાબતે એડવોકેટ સહિત ની વ્યવસ્થાઓ અમદાવાદ નાં પત્રકાર મિત્રો અને સામાજિક સંગઠન દ્વારા કરી દેવામાં આવી છે. તેમના પરિવાર સાથે અમદાવાદ નાં પત્રકાર મિત્રો સંપર્કમાં છે. અન્ય આર્થિક સહયોગ માટે પણ ઘણા મિત્રોએ તૈયારી દર્શાવી છે તે તમામ નો હું આભાર માનું છુ. જે પત્રકાર સંગઠનો એક મંચ પર આવી આ મૂવમેન્ટ માં પત્રકાર એકતા ઝિંદાબાદ નાં નારા સાથે આગળ આવ્યા છે તેમના નામ નીચે આપ્યા છે. અન્ય સંગઠનો પણ અમારી સાથે જોડાઈ શકે છે.

૧) અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ.

૨) પત્રકાર એકતા સંગઠન

૩) ભારતીય પત્રકાર સંઘ

૪) પત્રકાર સંઘર્ષ સમિતિ.

૫) ગુજરાત મીડિયા એસોસીયેશન

તદ ઉપરાંત ફ્રિડમ ઓફ મીડિયા ગ્રુપ નાં સિનિયર મોસ્ટ પત્રકાર મિત્રો, પાટીદાર મીડિયા સમિતિ ના મિત્રો પણ આ બાબતે સતત સંપર્ક માં રહી તમામ પ્રકારે સમર્થન જાહેર કરેલ છે.

     __જિજ્ઞેશ કાલાવડિયા
        9825020064.

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.