પરપ્રકાશિત ગ્રહો હોય છે એમ પરપ્રકાશિત કવિઓ પણ હોય છે

Wjatsapp
Telegram

સાંપ્રત સમયમાં કવિઓના ઘણા પ્રકાર પાડી શકાય એમ છે. એમાંનો એક પ્રકાર ‘પરપ્રકાશિત કવિઓ’ એમ પાડી શકાય. જેમ પરપ્રકાશિત ગ્રહો હોય છે એમ પરપ્રકાશિત કવિઓ પણ હોય છે. તેઓને બીજાના અજવાળે ઊગવાનું અને બીજાના અજવાળે આથમવાનું હોય છે. આવા કવિઓને શરતો આધિન પ્રકાશિત કરવા અમુક ગ્રહો અજવાળું ફેંકતા હોય છે. આવા સમયે આ પરપ્રકાશિત કવિઓ ઝળહળ ઝળહળ દેખાતા હોય છે. આ અજવાળું ચોક્કસ મર્યાદીત વિસ્તાર સુધી ફેલાય છે. ત્યાં નાની-નાની ચીમનીઓ ખૂટેલા તેલ સાથે લબૂક-જબૂક થતી દોડી આવે છે અને વેચાતા અજવાળાને વધાવવાનો આયાસ કરે છે.

અહીં કવિમાં કવિતા છે કે નહીં? એ જોવામાં નથી આવતું. કવિ તરીકે તમે પેલા અજવાળા વાળા ગ્રહના ઘેરાવામાં છો કે નહીં તે જોવામાં આવે છે. પેલો ગ્રહ જેવો પ્રકાશ ફેંકવાનું ચાલું કરે એવા જ પરપ્રકાશિત કવિઓ બીજાના અજવાળે ત્રીજાને આંજવાનો કુપ્રયાસ,સમહેનત ચાલું કરી દેતા હોય છે પરંતુ તેઓ એ નથી સમજતા કે તેમનું પ્રકાશવું કોઈ બીજાના હાથમાં છે. એમનો બટન કોઈ બીજો જ દબાવે છે. તેમને માત્ર કઠપૂતળી માફક નાચવાનું,બીજાના પ્રભાવમાં જીવવાનું હોય છે અમુકો તો બીજાઓના સ્વભાવ પણ જીવવા લાગે છે. આ અજવાળું મેળવવા પણ ઘણું અજ્ઞાન સેવવું પડે છે, વારંવાર પ્રકાશિત ગ્રહને પાણી ચડાવવું પડે છે.

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

પરપ્રકાશિતોની કવિતાઓ આયોજન પૂર્વક નામી ગ્રહો ચાટુકારિતા મુજબ વખાણ કરતા હોય છે.કવિ તરીકે પ્રમાણિત કરે છે.ધીરે ધીરે હવે તો સાહિત્યમાં ગુરૂઓ ઊભા થયા છે,તેઓ તેમની ચેલા વાડી વિસ્તારી રહ્યા છે.તેમની પાછળ લાગેલા ગુલામ કવિઓ આંખે પાટો બાંધી તેમની કચરા સાહિત્યને પણ વધાવી લે છે. બીજાના અજવાળાના ગુલામ બીજુ કરી પણ શું શકે.

સ્વપ્રકાશિત,ધૂળમાંથી બેઠી થનારી,ભોંય ફાડીને ઊગી નીકળનારી કવિતાઓને આવકાર જ હોય.

✍️ પ્રવીણસિંહ ખાંટ

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *