કાયદો । કૌશિક પરમાર (શરૂઆત)એ આપ્યો ગોધરા પોલીસની નોટિસનો જવાબ

Wjatsapp
Telegram

પ્રતિ શ્રી,

પોલીસ ઇન્સ્પેક્ટર,

એસ. ઓ. જી. ગોધરા

બાબત : આપના જાવક નંબર 751/20 અન્વયે અમારો લેખિત જવાબ। અમો આપના જાવક નંબર 751/20 અન્વયે જવાબ આપી જણાવીએ છીએ કે,

1. અમો અરજદાર હાલ ઉપરોક્ત સરનામે અમારો બુક સ્ટોર ચલાવી સમાજમાં ચાલતા કુરિવાજો, અંધશ્રદ્ધા, ખોટી માન્યતાઓ સામે ભારતીય બંધારણના અનુચ્છેદ 51 (A) અન્વયે કામ કરી સમાજને જાગૃત કરવાનું કામ કરીએ છીએ.

 2. આપ શ્રીએ જે મને નોટિસ આપેલ છે તેની વિસ્તૃત માહિતી અમોને આપેલ નથી કે અમોએ કઈ પોસ્ટ મુકેલ હતી કે તેની અમોને આ નોટિસ સાથે મળેલ નથી. અમો અરજદાર જે પણ પોસ્ટ કરેલ હતી તેમાં પુરાણ, મનુસ્મૃતિ વિગેરે પુસ્તકમાં જે લખાણ છે તેનું જ અર્થઘટન કરીને પોસ્ટ કે કોમેન્ટ કરેલ છે. પરંતુ આપશ્રી દ્વારા મને કોઈ કોપી આપેલ ના હોય જે અન્વયે જવાબ આપી શકેલ નથી. જેની નોંધ લેવી.

કૌશિક પરમાર (શરૂઆત)ને ગોધરા પોલીસે પાઠવેલ નોટિસ.

 3. અમો અરજદાર વિશેષમાં આપશ્રીને જણાવીએ છીએ કે ગુજરાત હાઈકૉર્ટનું જજમેન્ટ છે. હસમુખભાઈ રણછોડભાઈ પટેલ વિ અમર એન્ટરપ્રાઈઝ કિ.પ.અ.ને. 1061/10 જજશ્રી અકુલ કુરેશી એ તા. 14/7/10ના રોજ જજમેન્ટ આપેલ છે અને તેમાં સ્પષ્ટ જણાવેલ છે કે, અરજીના કામે સામાવાળાને એટલે કે હાલ પુરતુ મને પોલીસ બોલાવી શકે નહી. ગુજરાત હાઈકૉર્ટનું આવું જજમેન્ટ હોય તેમ છતાં આપ દ્વારા કાયદાની આજ્ઞાનું ઉલ્લંઘન કરી ખોટી રીતે અમોને નોટિસ આપેલ હોય આપશ્રી આપના હોદ્દા અને સત્તાનો દુરુપયોગ કરેલ છે તો આપ શ્રી એ I.P.C. ની કલમ 166નો ભંગ કરેલ છે. જેની ગંભીર નોંધ લેવી.

constitution-of-india-by-sharuaat-publication
પુસ્તક ખરીદવા પુસ્તકના ફોટા પર ક્લિક કરો.

 4. અમો અરજદાર વિસ્તૃતમાં જણાવીએ છીએ કે હમણાં જ સુપ્રીમ કોર્ટે એક જજમેન્ટ આપેલ છે. સોશીયલ મીડિયામાં કરેલ પોસ્ટ પર હવે કોઈ જેલ નહીં થાય અને તેનું વિસ્તૃતમાં અર્થઘટન કરેલ છે જેમાં જણાવેલ છે કે ભારતીય બંધારણના આર્ટિકલ 19(1) એ વાણી સ્વતંત્રતાના અધિકાર આપ્યો છે અને જો પોલીસ ખોટી રીતે સાચું લખનારની અટકાયત કરે તે ભારતીય બંધારણના મૂળભૂત અધિકારોના ભંગ સમાન છે અને શ્રેયા સિંઘલે કોર્ટના આ નિર્ણયને પોતાનો વિજય જણાવતા કહ્યું હતું કે અદાલતે લોકોના પ્રવચન અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના અધિકારને યથાવત રાખેલ છે અને સુપ્રીમકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે સોશીયલ મીડિયા ની પોસ્ટના આધારે કોઈની હવે ધરપકડ નહીં થાય. અને સરકારીતંત્ર કોઈ પણ પોસ્ટને વિવાદિત ગણે તો તે તેને હટાવવાનું કહી શકે છે.

 ઉપરોક્ત જજમેન્ટના આધારે ભારતીય બંધારણના આર્ટિકલ 141 મુજબ કાયદો બને છે અને તેનું પાલન કરવાની જવાબદારી આર્ટિકલ 375 મુજબ સંવિધાનની જોગવાઈઓને આધીન રહીને, ન્યાયાલયોએ, સત્તાધિકારીઓએ અને અધિકારીઓએ કાર્ય ચાલુ રાખવા બાબત.

ભારતના સમગ્ર રાજ્યક્ષેત્રમાં દીવાની , ફોજદારી અને મહેસુલી હકૂમતવાળા તમામ ન્યાયાલયો, તમામ ન્યાયિક, વહીવટ અને દફતરી સત્તાધિકારીઓ અને અધિકારીઓ આ સંવિધાનની જોગવાઈઓને આધીન રહીને પોતપોતાનું કાર્ય કરવાનું ચાલુ રાખશે.

sc-st-act-sharuaat-book-store
પુસ્તક ખરીદવા પુસ્તકના ફોટા પર ક્લિક કરો.

સુપ્રીમ કોર્ટે જે જજમેન્ટ આપે તે કાયદો બને છે.જેનુ પાલન ભારતદેશમા વસ્તા તમામ નાગરીક,અઘિકારી અને નીચેની ન્યાય લય કરવાનુ હોય છે. આપ શ્રીને જણાવવાનું કે આપ દ્વારા ભારતીય બંધારણનો ભંગ કરી, સુપ્રીમકોર્ટના આદેશનો ભંગ કરી, કાયદાની આજ્ઞાનું ઉલ્લંઘન કરેલ છે તેમજ આ નોટિસથી માનસિક આઘાત લાગેલ હોય એટ્રોસિટી એક્ટની કલમ (2)(E)(C) ભોગ બનેલછીએ.જેની વ્યાખ્યા મુજબ તેમજ ખોટી નોટિસની બજવણી કરેલ હોય એટ્રોસિટી એક્ટની કલમ 3(1)(P) મુજબનો ગુનો કરેલ છે જેની ગંભીર નોંધ લેવી. આપશ્રી દ્વારા જે નોટિસ આપેલ છે તે કાયદાથી વિપરીત હોય ભારતીય બંધારણથી પણ વિપરીત છે જે અરજી કરેલ છે તેની કોપી મળેલ ન હોય જે ધ્યાને લેવા સારું આપશ્રીને વિનંતી.

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

કૌશિક પરમાર

adv rajesh solanki નોંધ : આ જવાબ અમારા બાહોશ વકીલ મિત્ર રાજેશ સોલંકીની મદદથી આપેલ છે.

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

22 Responses

 1. ખૂબ જ સરસ જવાબ, તેમજ આપનાં લેખ અન્ય લોકો માટે પણ પ્રેરણા પુરી પાડે છે.

 2. Mahesh Parmar Amja says:

  ખરેખર તો આપણા સમાજમાં દરેક ઘરમાં આવા શિક્ષણની જરૂર છે. બંધારણમાં આવા તો ઘણા કાયદા છે જેનો આવો સદઉપયોગ થવો જોઈએ

  જય ભીમ . નમો બુદ્ધાય

 3. Pravin D Solanki says:

  Appropriate reply you have given

 4. Pravin D Solanki says:

  Appropriate reply

 5. Prakash Solanki says:

  Jordar jawab sir lage raho ham tumhare sath hai

 6. Dahyabhai Makwana says:

  Rajesh Solanki saheb I appreciate your job for 0ur society thanks

 7. Raxitshrimali says:

  Good work
  ધન્યવાદ તમારી હિંમત ને અને મિત્રો ને પણ के જેઓ આપની સાથે રહ્યા ઢાલ બની ને જય ભીમ

 8. Raj Suryavanshi says:

  We are appreciate Rajesh Solanki

 9. makwana says:

  ધન્યવાદ સાહેબ હિમ્મત થી કામ લેજો

 10. દિનેશભાઇ વાળા says:

  શાબાશ કૌશિકભાઈ , ધન્ય છે એની હુશિયારી ને પીપુડી કરી ને એને જ પકડાવી દીધી વળી સામો કેસ ઠોકી દયો.

 11. Bahu mast jvab aapyo che tme Jay sawidhan

 12. Kishor says:

  Good ans.

 13. Purushottamsingh says:

  સાહેબ, બહુત સરસ, ઈન્ટનો જવાબ પથ્થરથી આપ્યો જે શિક્ષણ જાણકારીથી તેમજ સંવિધાનની તાકાતને પુરવાર કરી, આભાર સહ

 14. Diven doru says:

  Lage rahi boss.. good job.. tamari posto vanchi ne amara ma pan jusso ave 6e.

 15. Hemant says:

  શિક્ષણ નો ખરો ઉપયોગ કરી રહ્યા છો. જય ભારત 🙏 કાયદા નું ભાન કરાવી આપ્યું સાહેબ તમે . જે સમજે છે. કે અમારા હાથ માં કાયદો છે. એમને

 16. S.C સમાજ માંથી વર્ણ વ્યવસથા ખતમ કરો પછી જોવો દુનિયા આપણી સામે જુકી જશે
  પછી કોઈ નોટીસ આપવાની હિમત નહી। કરે

 17. Chandresh Sagar says:

  લગે રહો.
  આને કહેવાય શિક્ષણ અને કાયદા ની તાકાત.

  • जय बेरडिया says:

   संवैधानिक ताकत थी जड़बा तोड़ जवाब…👍

 18. Shailesh Hirabhai Vaghela says:

  જય ભીમ જય ભારત જય સંવિધાન 💙 બંધારણ છે ત્યા સુધી સુરક્ષિત છીએ..

Leave a Reply

Your email address will not be published.