કેવડિયા બચાવો આંદોલન સમિતિ એ ૩૦-૩૧ ઓકટોબરે કેવડિયા બંધનું એલાન આપ્યું

Wjatsapp
Telegram

આવેદનપત્ર

કેવડિયા બચાવો આંદોલન સમિતિ

તારીખ : ૧૯/૧૦/૨૦૨૦

પ્રતિ,
૧) રાષ્ટ્રપતિ શ્રી, ભારત સરકાર
૨) વડાપ્રધાન શ્રી, ભારત સરકાર
૩) રાજ્યપાલ શ્રી, ગુજરાત સરકાર
૪) મુખ્યમંત્રી શ્રી, ગુજરાત સરકાર
૫) કલેકટર શ્રી, નર્મદા જિલ્લા

આદિવાસી સમાજ ની માંગણીઓ.

૧) સ્ટેચ્યુ ઓફ યુનીટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન સત્તામંડળ ને તત્કાળ હટાવી ૧૪ આદિવાસી ગામ પંચાયતો ના અધિકારો પરત કરો. ભારતીય સંવિધાન ની પાંચમી અનુસુચિ અને પેસા કાનુન મુજબ અહીં ગ્રામસભા ના સ્વતંત્ર નિર્ણય લેવાના અમારાં મૌલિક અધિકાર નો ઉપયોગ જરૂર થશે જ. અમારાં આ વિસ્તાર મા ભારતીય બંધારણ અને આદિવાસી રુઢિપરંપરાઓ મુજબ જે ઠરાવ થશે તે પ્રમાણે નો જ અમે કાર્ય કરવા બંધાયેલા છીએ. ( અમે અમારી Judicial રીતે ચાલીશું, સરકાર અમારાં Judicial અધિકારો નું રક્ષણ કરવા બંધાયેલી છે,આમ લોકતંત્ર મા એકબીજા પ્રત્યે વિશ્વાસ બની રહેશે.)

૨) કોરોના લોકડાઉન ની આડમાં તાર ફેન્સીંગ કરી જે ખેડૂતો ની જમીનો પર સરકારે બિન કાયદેસર કબજો કર્યોં છે તે તમામ જમીનો પર ના દબાણ હટાવી આદિવાસીઓના જીવન ના સહારારુપ જમીનો પરત આપવામાં આવે.

૩) વિયરડેમ મા બિન જરૂરી રીતે પાણી ભરવાથી જે ખેડુતો અને આદિવાસીઓને નુકસાન થયેલ છે તેમને ઉભા પાક નુકસાન જેટલું અનાજ આપવામાં આવે અને જે જમીનો નું ધોવાણ થયું છે તેમાં તત્કાળ માટી પુરી આપવામાં આવે. જે ઘરોને નુકશાન થયું છે તે તમામ ઘરો તત્કાળ જે તે સ્થિતિ ના બનાવી આપવામાં આવે..

૪) અમારાં માટે અમારાં ગામડાઓ જ આદર્શ ગામ છે હાલમાં અમારાં ઘરો જે સ્થિતિ મા છે અમે તેનાથી ખુશ છીએ કેમકે અમો પ્રકૃતિ ના ખોળે રહેવાવાળા લોકો છીએ, ગાય, ભેંસ, બકરી, બળદ, પક્ષીઓ, કુતરા- બિલાડા અમારાં જીવન નો હિસ્સો છે જેથી અમો ને હાલ ગોરા ગામ ખાતે જે નકલી આદર્શ ગામ બનાવી આપવા જે પ્લાન ચાલે છે જે અમોને કદાપિ મંજુર નથી.

૫) ૩૧ ઓકટોબરે જે વડાપ્રધાન શ્રીનો કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે જે કાર્યક્રમ રદ્દ કરવામાં આવે. કોરોના મહામારી વચ્ચે આ વિસ્તારમાં સીઆરપીએફના ૧૩૦ જવાનો માંથી ૪૫ પોઝિટિવ કેસ આવ્યાં હતાં, બહાર નોકરીએ જતાં અહીં ના એસ આર પી ના જવાનો કોરોના પોઝિટિવ થઈ ને પાછા અમારાં વિસ્તારમાં આવે છે. હમણાં ૩૧ ઓકટોબર ના કાર્યક્રમ ને લીધે જે અન્ય જિલ્લાઓ કે રાજ્યો માંથી પોલિસ ફોર્સ અને અન્ય ફોર્સ આવી રહી છે જેથી અમારાં વિસ્તારમાં કોરોના વધુ ફેલાઈ જવાનો ડર છે. કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ૩૧ ઓકટોબર નો કાર્યક્રમ રદ્દ નહિ કરવામાં આવે તો આ વિસ્તારોમાં કોરોના સંક્રમણ વધી જશે જે આદિવાસીઓ માટે ખતરારૂપ છે.

૬) ૧૪ ગામો ની જમીનો પડાવવા હાલ જે નિતી નો ઉપયોગ થઈ રહયો છે જેનાથી અમો સહમત નથી. ગુજરાત સરકાર – નર્મદા જિલ્લા પોલીસ અને સરકારી પ્રશાસન ભારતીય બંધારણ ની ઉપરવટ જઈ અમોને ડરાવી ધમકાવી, બળ પુર્વક અમારી જમીનો પડાવી , અમારાં અને અમારાં અધિકારો ની વાત કરનારા સમાજસેવકો પર ખોટા કેસો કરી અમોને હેરાન પરેશાન કરવાની આવી તમામ બિન કાયદેસર ની પ્રવુતિઓ બંધ કરવામાં આવે. જાે અમારી માંગણીઓ નહિ સંતોષવા મા આવે તો અમોને ગાંઘીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે.

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

વિશેષ નોંધ : નર્મદા જિલ્લા કલેકટર અમારી માંગણી – લાગણીઓ ને રાષ્ટ્રપતિ શ્રી, વડાપ્રધાન શ્રી, રાજ્યપાલ શ્રી, મુખ્યમંત્રી શ્રી, સુધી તુરંત મોકલી આપે.

કેવડિયા બચાવો આંદોલન સમિતિ ( ૧૪ ગામ આદિવાસી સમાજ વતી )

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.