માન્યવર કાંશીરામ વિશે માત્ર 5 મિનિટમાં જાણો

Wjatsapp
Telegram

માન્યવર કાંશીરામસાહેબ .
બાબા સાહેબ આંબેડકર નું એક જ પુસ્તક વાંચીને સમગ્ર જીવન બહુજન સમાજને શાસક બનાવવા માટે અપૅણ કરી દેનાર મહાન નેતા નો જન્મ દિવસ નિમિત્તે જીવન પરિચય….
જન્મ: ગુરુવાર ૧૫ મી માર્ચ ,૧૯૩૪.
જન્મસ્થળ:: રોપર પંજાબ.
માતા: બીસન કૌર.
પિતા: સરદાર હરિસિંહ.
બાબા સાહેબ આંબેડકર ના એક જ પુસ્તક ને વાંચીને પોતાના સમગ્ર જીવનને સમાજને શાસક બનાવવા માટે સમર્પિત કરનારાં, ચંપલ પહેરી સાઈકલ લઈને સમગ્ર ભારતમાં ૧૦૦ દિવસમાં ફરી ને બહેન કુમારી માયાવતી જી ને સતામા લાવનારા, રાષ્ટ્રપતિ જેવા પદને છોડીને સમાજનો હાથ પકડીને ચાલનારા, બુદ્ધ ના રાજધર્મ થી લઈ ધમ્મ સુધી,અશોકના ધમ્મ રૂપી ચક્રથી લઈને ,સતાના શિખર સુધી, કબીરના શિક્ષણ થી લઈ સમાજ સુધી , મહાત્માજ્યોતિ બા ફૂલેલા શિક્ષણ થી લઈ સામાજિક સમાનતા સુધી ને બાબા સાહેબ આંબેડકર ના શિક્ષણ થી લઈ સતા સુધી સમાજને લઈ જનાર બાહોશ, નિડર, સમર્પિત, પથદશૅક, સામાજિક સમાનતાના પ્રખર પ્રહેરી, બૌદ્ધ ધમ્મ ના ચક્રથી લઈ મુઝે અશોક કે સપનો કા ભારત ચાહીએ આવું કહેનાર મહાન નેતાને આજના જન્મ દિવસ નિમિત્તે સાધુવાદ સહ. અપૅણ…‌
બાળપણ અને શિક્ષણ:
માન્યવવર કાંશીરામ નું બાળપણ તેમના પૈતૃક ગામ ખવાસપુર માં તથા આનંદપુર સાહેબ રોડ પરના પિતાના ઘરમાં ચાર બહેનો તથા ત્રણ ભાઈઓ વચ્ચે તે સૌથી મોટા હતા ને ત્યાં પસાર થયું. તેમના પિતાએ ખાલસા પંથની દિક્ષા લીધી હતી.
……….….શિક્ષણ……..
કાંશીરામ નું શિક્ષણ ગામની મલકપુર પ્રાથમિક શાળા તથા રોપર સ્થિત એક ઈસ્લામિક શાળા માં લીધું હતું. જ્યાં તેમને ભેદભાવ નો અનુભવ જરા પણ નહોતો થયો.
અભ્યાસ ઉપરાંત તેઓ કબડ્ડી તથા કુશ્તી માં માહીર હતા. નાનપણથી જ તેઓ સ્વાભિમાની હતા પોતાનો ખર્ચ પિતાની માફક જાતે જ કમાઈ લેતા હતા તે માટે તેઓ છૂટક મજૂરી , કોલેજ જતા પહેલાં ભેંસોને નવડાવી તથા ખેતી, ચામડાના પિતાના વ્યવસાયમાં મદદરૂપ થતા હતા. સીઝનમાં કેરીના બગીચાઓમાં પણ કામ કરતા હતા.
…………… નોકરી ………….
ઈ.સ. ૧૯૫૬ માં પબ્લિક કોલેજ રોટરીથી બી એસ સી થઈને કાંશીરામ એ એક વષૅ માં જ “સર્વે ઓફ ઇન્ડિયા” ગયા હતા. જ્યાં બોન્ડ હોવિથી ત્યાં ટ્રેનિંગ વગર જ નોકરી છોડી દીધી.
ડી આર ડી ઓની નોકરી તથા ERDL જે વતૅમાન સમયે HEMRL તરીકે ઓળખાય છે. ત્યાં ખંતથી કામ કરી ઘણું મોટું નામ કમાઈ વૈજ્ઞાનિક બનવાનું સપનું જોયું.
……. ક્રાંતિકારી યુવાનનો જન્મ…….
આઝાદી પહેલા અને પછીના દાયકામાં એસ સી, એસ ટી તથા અન્ય વંચિત સમાજોની દયનીય હાલત તેમણે જોઈ. તેમના પરના અત્યાચારો જોયા. આ બહુજન લોકો માટે કોઈ શિક્ષણ, રાજનીતિ ,ન્યાય કે કોઈ સંતોષકારક વ્યવસ્થા નહોતી જેથી તેમણે વારંવાર ની પોતાની ઓફિસમાં થતી ચચૉ ને વિવાદ જોતા નોકરી છોડી દીધી.
મહારાષ્ટ્રમાંની લેબોરેટરીમાં બુદ્ધ જયંતી તથા આંબેડકર જયંતિ નિમિત્તે રજા રાખવામાં આવતી હતી. જ્યારે એક સમયે કોઈપણ પ્રકારના નોટિફિકેશન વગર આ બંને રજાઓ રદ કરી અને તિલક જયંતી તથા દિવાળી ની એક એક એમ બે રજા ઉમેરી દેવામાં આવી. જેની સામે શ્રી દિના ભાણા ખૂબ લડયા ને સાથે લડત પણ ચલાવી તેમની સાથે મુલાકાત બાદ ઉચ્ચસ્તરીય તપાસ પણ થઈ ને હડતાળ તથા આંદોલન પણ તોડવાની કોશિશ થઈ પરંતુ કાશીરામ સાહેબ ના કારણે એ તે લડાઈમાં જીત મળી. કાશીરામ તેમની સાથે મળીને કાનૂની લડત પણ લડયા.
માન્યવર કાંશીરામ સાહેબ ની પ્રતિજ્ઞાઓ
૧. હું જીવનમાં કદી પણ લગ્ન નહીં કરું.
૨. બહુજન સમાજ એ જ મારું ઘર પરિવાર રહેશે.
૩. હું મારા માટે કદી પણ સંપત્તિ એકઠી કરી નહીં.
૪. હું કોઈના પણ લગ્ન કે મૃત્યુ પ્રસંગે જઈશ નહીં.
૫. હું ક્યારેય પણ મારા ઘરે પાછો ફરી નહીં.
આ બાદથી તેમણે બામસેફ તથા અન્ય સંગઠનોની સ્થાપના કરી જેના આધારે એસ સી એસ ટી ઓબીસી તથા માઈનોરીટી સમાજ ના કમૅચારીઓ પોતાના સમાજમાં મદદરૂપ થઈ શકે તેઓનુ પણ રક્ષણ થાય.
તેમણે કહ્યું ” લોકતંત્ર માં સતા વિના કોઈ જ શક્તિ નથી.” કમૅચારીઓ માટે પોતાની આવકનો દશ ટકા ભાગ સમાજના લોકો ના શિક્ષણ તથા ઉત્થાન માટે વાપરવાની વાત કરી હતી. જે મુજબ તેમણે ” પે બેક ટુ સોસાયટી” નો સિદ્ધાંત અપનાવવા કહ્યું હતું. જોકે આજે કમૅચારીઓ એમાય ખાસ પછાત ને વંચિત સમાજ પોતાને નોકરી ઘર પરિવાર ને સગાથી દૂર રહી પોતાની વ્યક્તિગત જીવન માં વ્યસ્ત છે. બહુજન સાહિત્ય ને સાંસ્કૃતિક ક્ષેત્રમાં કામ વધારવા જાગૃતિ લાવવા માટે તેમણે…
સામાયિકો શરુ કર્યા હતા જેમાં…
૧. અનટચેબલ ઇન્ડિયા
૨. બામસેફ બુલેટિન
૩. ઓપ્રેસડ ઇન્ડિયન
૪. બહુજન સંગઠક ( હિન્દી ભાષામાં)
૫.બહુજન નાયક.
૬. શ્રમિક સાહિત્ય.
૭. શોષિત સાહિત્ય.
૮. દલિત આર્થિક ઉત્થાન.
૯. ઈકોનોમિક અપસજૅન.
૧૦. બહુજન ટાઈમ્સ.
૧૧. બહુજન એકતા
શરૂ કરીને લોકોમાં જાગૃતતા લાવવા પ્રયત્ન કર્યો.
બહેન કુમારી માયાવતી સાથે મુલાકાત કરી તેમને રાજકીય ક્ષેત્રે લાવ્યા ને ભારતના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશ ના મુખ્ય મંત્રી બનાવ્યા હતા. જેમાં તેમણે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર લખનઉ ખાતે એક વિશાળ પાકૅ બનાવ્યો છે. આ ઉપરાંત શિક્ષણ, આરોગ્ય , જમીન , વંચિત લોકોને લાભ અપાવવા માટે બહુ કામ કર્યું હતું.
કાશીરામ સાહેબ એ DS4 ના બેનર હેઠળ ભારત ભરમાં સાઈકલ યાત્રા કરીને તેમાં ગામમાં ફરી વળ્યા . જે બાદથી બૌધ્ધ ભિખખુઓ પણ સમગ્ર ભારતમાં બૌદ્ધ ધમ્મ ના પ્રચાર પ્રસાર કરવા માટે આવવા લાગ્યા.
‌૬ ડિસેમ્બર ૧૯૮૨ માં શરૂ કરેલ આ સાઇકલ યાત્રા કુલ ૧૦૦ દિવસ ચાલી હતી. ૧૫ માચૅ ૧૯૮૩ ના રોજ પૂર્ણ કરી હતી.
માન્યવર કાંશીરામસાહેબ એ આપેલા સૂત્રો
૧. લોકતંત્ર માં સતા વિના કોઈ જ શક્તિ નથી.
૨. પે બેક ટુ સોસાયટી.
૩.એકમાત્ર હતા જ દરેક તાળાની ચાવી છે.
૪. મંડલ પંચે લાગુ કરો, વરના ખુરશી ખાલી કરો.
૫. જિતની જિસકી સંખ્યા ભારી, ઉતની ઉસકી હિસ્સેદારી.
૬. બાકી સબ ડી એસ ફોર.
૭. ચલેગા હાથી ઉગેડી ધૂલ,…
૮. મુખ્ય લગેગી હાથી પર…
૯. બહુજન સમાજ કે તીન કપ્તાન , દલિત પિછડા ઔર મુસલમાન.
૧૦. તિલક, તરાજૂ ઔર તલવાર ,દિન લો ઇનસે કારોબાર.
૧૧. વોટ હમારા રાજ તુમ્હારા નહીં ચલેગા
૧૨. બીએસપી કી કયા પહેચાન, નીલા ઝંડા હાથી નિશાન.
સમગ્ર જીવન બહુજન સમાજને અપૅણ કરનાર આ મહાન વ્યક્તિત્વ આખરે પોતાના સમાજમાં ઘર ઘરમાં જન જાગૃતિ કરી શિક્ષણ થી સતા સુધી લઈ ગયા ને સમગ્ર જીવનમાં અથાગ પ્રયત્નો થકી શરીરે જવાબ આપ્યો અને સતત બે વર્ષ સુધી પક્ષઘાત અને બ્રેઈન સ્ટ્રોક ના કારણે બિમારી ને કારણે ૯ મી ઓક્ટોબર ,૨૦૦૬ ના રોજ રાત્રીના ૧૨:૩૦ કલાકે હ્દય રોગના હુમલાના કારણે નિવૉણ પામ્યા. આજે પણ તેઓ પોતાની વિચારધારા, કાયૅ અને સમાજને આપેલા યોગદાન ના કારણે વૈચારિક રીતે જીવિત છે.

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

સંદર્ભ સાહિત્ય
૧. માન્યવર. ( આયુ. વિશાલ સોનારા)
૨. શરૂઆત પબ્લિકેશન પુસ્તકો.
૩. બહુજન નાયકો.
૫. ગૂગલ વિકિપીડિયા ‌.

……… ભૂલ ચૂક માફ……
લેખન સંકલન
સતીષ પરમાર ગલાલિયાવાડ પ્રાથમિક શાળા દાહોદ.
Galaliyawad Primary School.Dahod

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *