સવર્ણ હિંદુઓનો વધુ એક જાતિવાદ : લેટરલ એન્ટ્રી

RSS સંચાલિત ભાજપ સરકારે ૩૦ IAS ની ભરતી માટે જાહેરાત બહાર પાડી છે. આ ૩૦ IAS ની ભરતી UPSC એક્ષામની નહિ પણ ફક્ત ઈન્ટરવ્યુ લઈને કરવામાં આવશે અને એ પણ પ્રાઇવેટ સેક્ટરના લોકોની.
આ ૩૦ જગ્યાઓ જોઈન્ટ સેક્રેટરીના પદ માટે છે. જોઈન્ટ સેક્રેટરી એટલે કોઈપણ મંત્રી પછી બીજા નંબરની પોસ્ટ. ટૂંકમાં, દેશના મોટા મોટા નિર્ણયો પ્રાઇવેટ સેક્ટરમાંથી સીધી ભરતી કરેલા સવર્ણ હિંદુ લોકો લેશે. તેમની સહીથી દેશનો કારભાર ચાલશે.
આ પહેલા ભાજપ-આરએસએસએ ૬ IAS ની ભરતી કરી હતી. એ ૬ એ ૬ જણા સવર્ણ હિંદુઓ જ હતા.
સવર્ણ હિંદુઓએ કેમ કરવી પડે છે, લેટરલ એન્ટ્રીથી ભરતી?
જાહેર પરીક્ષાઓમાં દલિત, આદિવાસી, ઓબીસી ઉમેદવારો સવર્ણ હિંદુ ઉમેદવારોને ટક્કર આપી રહ્યા છે. પહેલા એમ કહેવાતું કે આરક્ષિત વર્ગના SC, ST, OBC ઓછા માર્કસે પાસ થાય છે પણ હમણાં થોડા વર્ષોથી સ્થિતિ બદલાઈ છે અને ઓપન જેટલું મેરીટ આરક્ષિત વર્ગ લઈ આવે છે. એટલે આ સવર્ણ હિંદુઓએ આરક્ષણ કોટામાં રોસ્ટરના નામે ભાગ પાડીને દલિત, આદિવાસી, ઓબીસીની ભરતી ઓછી થાય કે ના થાય તેવો કારસો રચ્યો. જેના પરિણામે આઝાદીના ૭૩ વર્ષ બાદ પણ એકપણ ઓબીસી ૪૦ કેન્દ્રીય યુનિવર્સિટીમાં પ્રોફેસર કે એસોસિએટ પ્રોફેસર નથી.
તેમ છતાં પછાત વર્ગના ઉમેદવારોએ કમ્પિટિશન આપવાનું ચાલુ રાખ્યું તો ઇન્ટરવ્યુના નામે પછાત વર્ગને ઓછા માર્ક્સ અને સવર્ણ હિંદુ ઉમેદવારોને વધારે માર્ક્સ આપી સિલેક્ટ કરવાનું ચાલુ રાખ્યું. આ વિષય પર શરૂઆત પબ્લિકેશને “ગપસક ઇન્ટરવ્યૂ” અંક પણ કર્યો છે.
આ ઉપરાંત,
સવર્ણ હિંદુઓને ચેન ના પડતા,
૧૦% સવર્ણ આરક્ષણ લઈ આવ્યા. સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલુ છે. કોલેજીયમથી બનેલા જજો કે જે સવર્ણ હિંદુઓ છે, તેમની પાસે આ કેસ ચલાવવા સમય નથી અને આ સમય દરમ્યાન ગેરબંધારણીય સવર્ણ હિંદુ આરક્ષણ લાગુ કરીને હજારો સવર્ણ હિંદુઓની ભરતી કરી નાંખવામાં આવી છે.
સવર્ણ હિંદુઓનું પેટ આ જાતિવાદથી પણ ના ધરાતા, હવે પરીક્ષા લેવાના બદલે સીધી ઇન્ટરવ્યુથી જ પોતાના નાલાયક, ઇન્કએપેબલ સંતાનોની ભરતી થાય તે માટે લેટરલ ઇન્ટ્રી લઈ આવ્યા છે. જેમાં “મોટીવેટેડ અને ટેલેન્ટેડ” સવર્ણ હિંદુ ઉમેદવારો ઈન્ટરવ્યુથી સીધા IAS બનશે. હવે, તમે મોટીવેટેડ અને ટેલેન્ટેડ છો કે નહીં તે સવર્ણ હિંદુ ઈન્ટરવ્યુ પેનલ નક્કી કરશે.
દેશમાં ફક્ત ૩૪% IAS ની જગ્યા ભરેલી છે અને ૬૬% IAS ની જગ્યાઓ ખાલી છે. લગભગ ૧૫૦૦ IAS ની ખાલી જગ્યા છે જે UPSC એક્ષામથી ભરી શકાય તેમ છે પણ સવર્ણ હિંદુઓ દલિત, આદિવાસી, ઓબીસી સમાજના લોકોની ભરતી કરવા ના માંગતા હોઈ, હાલ પૂરતી ૩૦ IAS ની ભરતી માટે જાહેરાત બહાર પાડી છે.
મને ઘણી વાર લોકો પૂછતાં હોય છે કે કૌશિકભાઈ આ RSS, BJP જેવાં કટ્ટર હિંદુઓ તો ખરાબ છે, માન્યું. પણ કોંગ્રેસ, ગાંધીયન, સામ્યવાદી જેવાં સોફ્ટ હિંદુઓનો તમે વિરોધ કેમ કરો છો? સુધરેલા ગણાતા ભ્રાહ્મણોનો વિરોધ કેમ કરો છો?
એનો જવાબ છે, લેટરલ એન્ટ્રી.
હજુસુધી સુધરેલા ગણાતા સોફ્ટ હિંદુઓએ લેટરલ એન્ટ્રી બાબતે પોતાનો વિરોધ નોંધાવ્યો નથી. આ સુધરેલા સોફ્ટ હિંદુઓ પણ પોતાના નાલાયક સવર્ણ હિંદુ સંતાનોને આવી અન્યાયી વ્યવસ્થાથી લાભ અપાવવા બેબાકળા બન્યા છે. એટલે જ GPSC, UPSC અને અન્ય સરકારી સંસ્થાઓમાં ચાલતા જાતિવાદ, અને એ જાતિવાદથી તેમના સવર્ણ હિંદુ સમાજને મળતા લાભો સામે આ લોકો ક્યારેય બોલતા નથી.
દેશમાં IAS જેવી અગત્યની પોસ્ટ માટે પૂરતા લોકોની ભરતી કરવામાં આવતી નથી, જે ભરતી કરવી છે તેમાં સવર્ણ હિંદુઓએ જાતિવાદ કરવો છે, પછી આ દેશ બરબાદ ના થાય તો બીજું શું થાય?
પોતાના દેશ બાંધવો સાથે, પોતાના જ ધર્મના ગણાતા લોકો સાથે, ભેદભાવ કરનારી, જાતિવાદ કરનારી આવી નીચ પ્રજા વિશ્વમાં ક્યાંય જોઈ છે?
કૌશિક શરૂઆત
વિશેષ નોંધ : રખે કોઈ એમ માનતા કે આ ભાજપ એકલાએ જ કર્યું છે. કોંગ્રેસના રાજમાં આવો જ જાતિવાદ ચાલતો હતો. કોંગ્રેસના રાજમાં પણ આ ખાલી IAS પદોની ભરતી કરવામાં નોહતી આવતી. મનમોહન સિંહના સમયમાં પણ IAS ની જગ્યાઓ ખાલી જ રહેતી અને યુવાનો બેરોજગાર.
હિંદુઓનો જાતિવાદ ભારત દેશને ક્યારેય આગળ નહિ વધવા દે.
આજે રાતે 9 વાગે ફેસબુક લાઈવ
વિષય : સવર્ણ હિંદુઓનો વધુ એક જાતિવાદ : લેટરલ એન્ટ્રી