કોરોનાના ફેલાવાના 4 તબક્કાઓ ફરજીયાત વાંચો

Wjatsapp
Telegram


કોરોનાના ફેલાવાના 4 સ્ટેજ

1) વિદેશી પ્રવાસીઓ

– આ પ્રથમ સ્ટેજમા ફક્ત અને ફક્ત એવા જ દર્દીઓનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવે છે કે જે પોતે તાજેતરમા વિદેશ પ્રવાસ કરીને પરત આવેલા હોય. આમા તમે ઈન્ફેક્શનનુ વહન કઈ ચેઈન એટલે કે ક્યાં રુટ કે વાયા વાયા થયુ હોય એ સ્પષ્ટ શોધી શકો છો. અને તેને ત્યાં અટકાવી શકો છો. એટલે આ સ્ટેજ પ્રમાણમાં ઓછો ખતરનાક ગણાય.

2) વિદેશી પ્રવાસીઓથી સ્થાનિક લોકોમાં

– આ બીજા સ્ટેજમા એવા દર્દીઓનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવે કે જે કોઈ રીતે પોતાના ઓળખીતા કોઈ વિદેશપ્રવાસીના સંપર્કમા આવ્યા હોય. અને તેના દ્રારા પોતે ઈન્ફેકટેડ થયા હોય. આ સ્ટેજ સુધી પણ “ચેઈન ઓફ ઈન્ફેક્શન” નો રુટ આસાનીથી જાણી શકાય છે. અને ત્યાં એને અટકાવી પણ શકાય છે. ભારત દેશ અત્યારે આ સ્ટેજ પર છે. ઘરમાં રહેવું એટલે જ જરૂરી છે.

3) સ્થાનિકથી સ્થાનિકમાં ફેલાતો વાઈરસ

– આ રોગના કોમ્યુનિટી ટ્રાન્સમિશન એટલે કે સ્થાનિક વસ્તીથી સ્થાનિક વસ્તીમા થતુ ઈન્ફેક્શન. આમા એવા દર્દીઓ કોરોના પોઝીટીવ આવે છે કે જે ક્યારેય વિદેશ ગયા નથી હોતા કે ના તો કોઈ વિદેશપ્રવાસીના કે કોઈ કોરોના પોઝીટીવ દર્દીના સીધા સંપર્કમા આવ્યા હોય. આ સ્ટેજમા ઈન્ફેક્શનનો રુટ જાણવો અશક્ય છે. આ સામાજીક દૃષ્ટિએ બહુ જોખમી સ્ટેજ ગણાય. ઈટાલી અને સ્પેઈન આ સ્ટેજમા છે.

4) મહામારી :

આ સૌથી અઘરુ અને ડેડલી સ્ટેજ છે. જ્યાં રોગ ગમે તેને થઈ શકે અને એપિડેમિક(મહામારી)નુ સ્વરૂપ પકડી લે છે. આમા રોગનો કોઈ રુટ શોધી ન શકાય અને રોજ દર્દીઓ હજારોની સંખ્યામાં ઉમેરાતા જાય, અને સામાજિક હાલત એટલી બદતર થઈ જાય કે આ રોગનુ ટ્રાન્સમિશન ક્યારેય અટકશે જ નહી એવો આભાસ થાય.

આ મુજબ ભારત દેશ અત્યારે બીજા સ્ટેજમા છે. આપણે સંપૂર્ણ લોકડાઉનને સમર્થન અને વ્યક્તિગત પોતાનું અને પોતાના પરિવારનુ ધ્યાન રાખીને આ સ્ટેજને અહીં જ રોકી શકીએ છીએ. કારણ કે ભારત જેવા વસ્તી ગીચતાવાળા દેશમા એકવાર ઈન્ફેક્શન જો લોકલ લેવલે ફેલાયુ તો પછી એને રોકવુ અત્યંત જહેમત માંગી લેતુ કામ થઈ જાય. અને એ કરવા છતા મોટી સંખ્યામાં જીવોની ખુવારી વેઠવાની થાય એ તો ખરુ જ.

આથી આપની અને આપના પરિવારની કાળજી રાખીને સંપૂર્ણ લોકડાઉનમા રહો, ઘરમાં રહો, તેવી વિનંતી.

લેખક: ડૉ. મિતાલી સમોવા

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

શરૂઆત ફેસબુક પેજ પર કોરોના વિશે સતત અપડેટ મળશે. લાઈક અને see first કરવા વિનંતી.

ફેસબુક પેજ લિંક: https://www.facebook.com/sharuaatmagazine

આ મેસેજ સ્પ્રેડ કરવા નમ્ર વિનંતી છે.

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.