Ad DGP ને નોટિસ |એટ્રોસિટી એકટમાં ગંભીર બેદરકારી બદલ અધિક પોલીસ મહાનિદેશક કે કે ઓઝાને વાલજી પટેલે ફટકારી નોટિસ

Wjatsapp
Telegram

Legal Notice                                    Date-23/07/2020                                                             Most Urgent/Time Limit  

પ્રતિ,                                                                                                                                                         શ્રી કે.કે.ઓઝા,                                                                                                                                            અધિક પોલીસ મહાનિદેશક,                                                                                                    અનુ.જાતિ-જનજાતિ રક્ષણ સેલ,                                                                                                                                         ગુજરાત, પોલીસ ભવન, ગાંધીનગર. 

                                            આથી સદર લીગલ નોટીસથી જણાવવાનું કે, 

  1. તમો અનુસુચિત જાતિ-જનજાતિ (અત્યાચાર નિવારણ ) અધિનિયમ-1989 (સુધારા-2016 ) ના કાયદાના નિયમો-1995 (સુધારા-2016) ના નિયમ-8 હેઠળ અનુ.જાતિ-જન જાતિના રક્ષણ માટે બનેલ ખાસ સેલના વડા તરીકેનો ચાર્જ સંભાળો છો. અને એટ્રોસીટી એક્ટના કાયદાની જોગવાઈઓનો અસરકારક અમલ થાય તે માટે આ કાયદા અને કાયદાના નિયમોની આદેશાત્મક ( Mandatory ) જોગવાઈઓનો અમલ કરવાની તમો  કાયદેસરની ફરજ બજાવવા બંધાયેલ છો. 
  2. સદર એટ્રોસીટી એક્ટના  નિયમ-(8) ના પેટા નિયમ-(8) માં એવો સ્પષ્ટ આદેશ થયેલ છે કે, 

       “ જે કેસોમાં પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ અધિકારીએ , નિયમ-(5) ના પેટા નિયમ-(3)    હેઠળ તે પોલીસ સ્ટેશનમાં રાખવામા આવતા ચોપડામાં માહિતી નોંધવાની ના પાડી હોય તે કેસોમાં પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટે લીધેલ પગલાં વિષે પૂછપરછ કરવી.” 

  1. સદર એટ્રોસીટી એક્ટના નિયમ-8ના પેટા નિયમ-9માં પણ જોગવાઈ છે કે,    

   “ રાજ્ય સેવકે જાણી જોઈને દાખવેલ બેદરકારી વિષે પૂછપરછ કરવી. “ 

                આમ  એટ્રોસીટી એક્ટ ના ગુનાની ફરિયાદ નોંધવાનો  ઈન્કાર કરતાં તેમજ એટ્રોસીટી એકટના ગુનાના કેસમાં ફરજમાં બેદરકારી દાખવતાં અધિકારી સામે  તપાસ કરવાની અને કાર્યવાહી કરવા રિપોર્ટ કરવાની ફરજ પણ તમો નિભાવો છો. 

  1.  તમો એ વાતથી પણ વિદિત છો કે, પોલીસ સ્ટેશનમાં આવતી કોઈ પણ ફોજદારી ફરિયાદ નોંધવાનો ઈન્કાર કરવો તે ગંભીર ફોજદારી ગુન્હો બને છે. તેમજ સુપ્રીમ કોર્ટના લલિતા કુમારી વિરૂધ્ધ ઉત્તર પ્રદેસ સરકારના જજમેન્ટમાં સુપ્રીમ કોર્ટે માર્ગદર્શક આદેશ કરેલ છે કે, પોલીસ સ્ટેશનમાં આવેલ દરેક ફોજદારી ફરિયાદમાં 7(સાત) દિવસમાં તેની FIR નોંધવી. અથવા FIR ન નોંધવાના કારણોની સંબંધિત ફરિયાદીને 7 દિવસમાં જાણ કરવી. એટલું જ નહિ, ગુજરાત રાજ્યના પોલીસ વડા પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ  અધિકારીએ પણ સ્પષ્ટ આદેશ કરેલ છે કે, સુપ્રીમ કોર્ટના સદર જજમેન્ટ નો સખ્ત રીતે અમલ કરવો. અને અમલ ન કરનાર અધિકારી વિરૂધ્ધ કાર્યવાહી કરવાનો પણ હુકમ પણ કરેલ છે. 
  2. તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટમાં સંખ્યાબંધ એટ્રોસીટી એક્ટ હેઠળના ગુન્હામાં સજા પામેલા આરોપીઓને  નામદાર ગુજરાત હાઈકોર્ટે ગુનો સાબિત થતો હોવા છતાં માત્ર પોલીસ તપાસ અધિકારીની બેદરકારીના એક માત્ર કારણે ગંભીર નોંધ લઈ આરોપીઓ ને નિર્દોષ છોડવાના હુકમો કરેલ છે. નામદાર કોર્ટે તેમના Criminal Appeal  No-492 of 2005 ના જજમેન્ટમાં ગંભીર નોંધ કરતાં જણાવેલ છે કે, 
આ પુસ્તક ખરીદવા અહીં ક્લિક કરો.

     It is emerges from the evidence0f PW-13  (PSI) Saramanbhai Rambhai Varu, relevant time, he was working as PSI of  Muli Police Station When PW-4 had come and lodged ed a complaint in respect of the incident. After registering the FIR on basis of the complaint ,the witnesses went to the place of incident and prepared Exh-23 panchnama . Thereafter, he handed over the further investigation to PW-12 Deputy  superintendent of Police of Scheduled Caste and scheduled tribes cell . Thereafter, he conducted the rest of of the investigation and filed chargesheet in the competent Court. It is thus vividly clear that the entire investigation is not conducted by the designated office i.e. PW-12. Submission of Mr. Pandya, learned APP that PW-13 had only Prepared the panchnama of place of incident and thereafter, the entire investigation is made by designated officer PW-12 and therefore, the investigation cannot be saidto have been vitiated, is not accepted. When there is a mandatory requirement of investigation to be made by the designated officer would definitely visited the investigation, in view of the decision of the Supreme Court in the case of State of M.P. vs. Chunilal (Supra) 

                       આમ નામદાર ગુજરાત હાઈકોર્ટે આપેલ ઉપરોકત જજમેન્ટના સદર કેસમાં PSI એ માત્ર પંચનામું કરેલ છે અને ત્યાર બાદ ની તપાસ Dy.SP.  એ કરેલ હોવા છતાં નામદાર ગુજરાત હાઈકોર્ટે આરોપીને નિર્દોષ છોડવાનો હુકમ કરેલ છે. સંપૂર્ણ તપાસ માત્ર ને માત્ર DY.SP દ્વારા જ થવી જોઈએ. ત્યારે નામદાર ગુજરાત હાઈકોર્ટના આવા હુકમને ખોટો હુકમ ગણી તેનો અમલ કરવાનો અનાદર કરવો અને FIR ન નોંધવાનું કોઈ પણ અધિકારીનું  કૃત્ય ગંભીર ફોજદારી ગુનો જ નહીં, ગુજરાત હાઈકોર્ટના કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ, સુપ્રીમ કોર્ટના કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ તેમજ ગુજરાતનાં પોલીસ મહાનિદેશક ના હુકમનો પણ ખૂલ્લો અનાદર કરવા નો પણ ગંભીર ગુનો બને છે. સદર ગુજરાત હાઈકોર્ટના જજમેન્ટ ને ઉપલી કોર્ટમાં પણ પડકારવામાં આવેલ નથી. એટલે ઉપલી કોર્ટ આ જજમેન્ટ ને રદ ન કરે ત્યાં સુધી આ જજમેન્ટ “ Law of Land “ બને છે અને તેનો અમલ ફરજિયાત બની જાય છે. ત્યારે  કોઈ પણ અધિકારી ગુજરાત હાઈકોર્ટ ના જજમેન્ટ ને જાતે ને જાતે ગેરકાયદેસર જાહેર કરી અમલ કરવાનો ઈન્કાર કરી શકે નહીં. અને કરે તો, ગંભીર ફોજદારી અને ગુજરાત હાઈકોર્ટના કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટનો ગુનો બને છે. તે પણ તમો ઉચ્ચ અધિકારી હોઈ સારી રીતે જાણો છો.  

પુસ્તક ખરીદવા પુસ્તકના ફોટા પર ક્લિક કરો.
  1.  અમો ફરિયાદીએ એટ્રોસીટી એકટ હેઠળના આવા ગુજરાત હાઈકોર્ટના 7 (સાત) જજમેન્ટો ના દસ્તાવેજી પૂરાવાઓ સાથે તા-15/07/2019 થી તા-23/01/2020 સુધીના 6 માસના સમયમાં 7 (સાત) ફરિયાદો FIR નોંધવા સંબંધિત પોલીસ સ્ટેશનોને   અને આપની કચેરીને પણ આપેલ છે. જે નીચે મુજબ છે. 
  1. વલસાડ તાલુકા પોલીસ સ્ટેશન    (જિ-વલસાડ) તા- 15/07/2019   
  2.  રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન   (રાજકોટ શહેર) તા-23/12/2019 
  3. પાણશીણા પોલીસ સ્ટેશન         (જિ.સુરેન્દ્રનગર) તા-13/01/2020  
  4. બગસરા પોલીસ સ્ટેશન           (જિ-અમરેલી ) તા- 13/01/2020 
  5. લીંબડી પોલીસ સ્ટેશન             (જિ-સુરેન્દ્રનગર) તા-15/01/2020 
  6. ચકલાસી પોલીસ સ્ટેશન           (જિ-ખેડા ) તા-22/01/2020 
  7. મૂળી પોલીસ સ્ટેશન               (જિ-સુરેન્દ્રનગર) તા-23/01/2020 

(7)આમ અમારી એટ્રોસીટી એક્ટના ગંભીર ગુનાની ફરિયાદો તા-15/07/2019 થી એટલે કે, એક વર્ષથી આપની પાસે કોઈ પણ જાતની કામગીરી કર્યા વગરની પડી રહેલ છે. અમો ફરિયાદી વારંવાર લેખિત માગણીઓ કરવા છતાં  તમો સદર ગંભીર ફરિયાદોમાં શું નિર્ણય લેવાયો, અને શું કાર્યવાહી થઈ તેની કોઈ જ જાણ સુધ્ધાં તમો આજ સુધી કરતાં નથી.  તમો એટ્રોસીટી એકટના નિયમ-8 હેઠળ અનુસુચિત જાતિ-જનજાતિના રક્ષણ  માટે બનાવેલ ખાસ સેલના વડા છો. આ કાયદાના નિયમો હેઠળ ની કામગીરી અગ્રતાના ધોરણે કરવાની તમારી કાયદેસરની  ફરજ હોવા છતાં, સદર ફરિયાદો ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓ વિરૂધ્ધ  થયેલ હોઈ એટલે આ ઉચ્ચ અધિકારી સામે કોઈ કાર્યવાહી ન થાય અને તેમનું રક્ષણ કરવાના બદઈરાદાથી તમો જે તે જિલ્લાના સંબધિત પોલીસ અધિકારીઓ સાથે મેળાપીપણા માં કાવત્રુ કરી અમારી ગંભીર દસ્તાવેજી પૂરાવાઓ વાળી ફરિયાદો પર કોઈ કાર્યવાહી ન થાય અને અમારી આવી એટ્રોસીટીની ગંભીર ફરિયાદો ફાઈલે થઈ જાય અને એ રીતે તમારા ઊચ્ચ અધિકારીઓનું રક્ષણ થાય તેવું તમો તમારી ફરજ વિરૂધ્ધ્નું ગંભીર ગુન્હાહિત કૃત્ય કરી રહ્યા છો. અને આમ કરી તમો તમારી કાયદેસરની ફરજ ન બજાવી તમો એટ્રોસીટી એક્ટની કલમ-4(2)(G) અને ફોજદારી ધારાની કલમ-202, કલમ-217 અને કલમ-120(B) હેઠળનો પ્રથમ દર્શિય ગુનો કરેલ છે. 

ફોટો પર ક્લિક કરો અને જાણો,
IPS કે કે ઓઝા કેવી કરી રહ્યા છે, એટ્રોસિટી એકટની હત્યા
Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

         આથી આ છેલ્લી અને આખરી લીગલ નોટીસથી જણાવવાનું સદર નોટીસ મળે દિન-7 માં  અમોને અમારી ફરિયાદ સંદર્ભે કરેલ  કાર્યવાહી અને લેવાયેલ નિર્ણય ની જાણ કરવામાં નહી આવે તો અમો ફરિયાદીને તમારી વિરૂધ્ધ કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવાની ફરજ પડશે જેની નોંધ લેશો. 

અમદાવાદ
(વાલજીભાઈ પટેલ)
9426412600
તા-22/07/2020
( ફરિયાદી)

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *