રહેવું ભારતમાં, ખાવું ભારતમાં અને ગુણગાન ભાજપના?

પોતાના ભગવાન(મોદી)નો વિરોધ ન સહી શકતા ઘણા ચમચા ભક્તો એવું કહે છે કે ‘આ ભાજપ Vs ચાઈના નથી, ભારત Vs ચાઈના છે એટલું ધ્યાન રાખજો.’
આ ચમચા ભક્તોને જણાવવાનું કે અમને ભારતીયોને આવી શિખામણ આપવાનું રહેવા દો. આ શિખામણ તમે જાતે લો અને તમારા ભગવાન(નેતાઓ) સુધી પહોંચાડો. સર્જીકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઈકનો પ્રચાર તમે એવી રીતે જ કરેલો કે એ લડાઈ જાણે ભાજપના નેતાઓએ લડી હોય, અમારા વીર ભારતીય જવાનોએ નહીં. ભારત કરતાં ભાજપ(મોદી) મહાન છે એવું સાબિત કરવાની કોશિશ વારંવાર તમે કરો છો, અમે ભારતીયો નહીં.
સાહેબના લોકસભા ચૂંટણી વખતના ઇન્ટરવ્યુ જોઈ લેવા. આજતકમાં શ્વેતા સિંહ સામે તો સાહેબ ચોખ્ખું બોલેલા કે ‘મૈને જબ ઉનકો અંદર ઘુસકે મારા’. એકેય પ્રચાર માધ્યમ એવું નહોતું છોડ્યું જેમાં તમારા નેતાઓએ અમારા ભારતીય જવાનોના સાહસ અને વીરતાનો રાજકીય લાભ ન ઉઠાવ્યો હોય.
અમારા ભારતીય જવાનોના પરાક્રમનો લાભ ઉઠાવીને ચૂંટણી તો જીતી ગયા પણ પુલવામામાં અમારા ભારતીય જવાનો શહીદ કેમ થયાં એની પણ તપાસ તમે કરાવી? માનસિકતા પોતાની હલકી છે અને શિખામણ અમને ભારતીયોને આપો છો? રહેવું ભારતમાં, ખાવું ભારતમાં અને ગુણગાન ભાજપના? શરમ નથી આવતી? જાઓ, તમે તમારા નેતાઓની ભક્તિ ચાલુ રાખો અને અમને ભારતમાતાની ભક્તિ કરવા દો. અમારી ભારતીય સેના બધી રીતે સક્ષમ છે.
જય ભારત માતા, વંદે માતરમ, જય હો ભારતીય સેના.
ખાસ સુચના : મારી આ પોસ્ટ ભક્તો અને ચમચાઓ માટે છે એટલે કોંગ્રેસ-ભાજપ કે કોઈ પણ અન્ય પાર્ટીના “સમર્થકો”એ ખોટું લગાડવું નહીં. જો તમે તમારી જાતને ભક્ત કે ચમચા માનતા હો તો ખોટું લગાડી શકો છો. હું આગોતરી માફી માંગુ છું.