લોકડાઉન અને અનલોકડાઉન

લોકડાઉન વચ્ચે આજે જાહેરાત, લગભગ બધુ ખૂલી ગયું.
ચાલો થોડું ચિંતન આપણે કરીએ, સરકારની આજની જાહેરાત મુજબ ગણ્યાગાંઠ્યા વેપાર છોડીને લગભગ બધુ જ ચાલુ થઈ જવાનું, લોકડાઉન ચાલુ અને બજાર પણ ચાલુ, ૧૪૪ પણ ચાલુ થોડું કનફયુજન લાગ્યું ને ? ૩મે સુધી રાહ જોવાની જરૂર હતી જ, અને ૩મે સુધી માં કેવી રીતે અને કેવા તબ્બકાવાર ચાલુ કરવું એ પણ જેતે સમયની મેડિકલ ફેસીલીટીની સામે આવતા કેસની માત્રાને ધ્યાનમાં લઈને લેવાની જરૂર હતી. જો ખરેખર છૂટ આપવી જ હતી તો સૌથી પહેલા જે લોકો પોતાના વતન નથી પહોંચી શક્યા. એમને પહોંચી જાય એની સગવડ કરી અને સલામતી પૂરી પાડી જે મજૂરોમાં પેટ ભરવાની સમસ્યા સર્જાઇ રહી છે એમનું વિચારવાનું હતું . આજે લોકોડાઉન ની ત્રણ મે સુધીની બધાની તૈયારીઓ હતી અને છે જ.
જ્યારે ૧૦૦ કેસ સમાચારમાં આવતા હતા. ત્યારે પોલીસના દંડા ખાતા યુવાનો ને પણ જનતા દ્વારા જ ભાંડવામાં આવતા હતા, કારણ કે કોરોના સંક્રમણ ની ગંભીરતાને જાનતા સમજે છે, આજે પોઝિટિવ કેસ નો ૧૫૦ થી ૨૦૦ની વચ્ચેનો આંકડો દરરોજનો આવે છે. કયા ફુરર થઈ ગઈ પેલી ગંભીરતા? હકીકતમાં એ ગંભીરતામાં પણ આંકડાઓની સાથે સાથે વધારો થવો જોઇતો હતો . એવું તો શું થયું કે અચાનક બધુ લગભગ બધુ ખોલી નાખવાની જરૂર પડી ? કોઈ ખાસ પ્રિકોસન્સ હોય તો એ સરકારે આ જાહેરાત ની સાથે જ ચોક્કસ જાહેર કર્યા જ હોતા, પણ બધી જાહેરાતમાં એવું જ કહેવામાં આવ્યું છે કે પ્રજા તકેદારી રાખે આમ રોડ ઉપર નિકડી પડે એ નીંદનીય છે. બજાર ખુલ્લુ હોય લોકો મહિનાથી ઘરમાં ભરાયેલા હોય, કરકસર અને અભાવમાં દિવસો પસાર કર્યા હોય. તો લોકો બહાર તો નિકડવાના કારણ કે સામે બજાર પણ એમની રાહ જોવે છે.
જો લોકડાઉનમાં રોજ ના ૧૫૦ સુધી નો આંકડો આવતો હોય તો હવે પછી એ આંકડો કયા પહોંચશે એ તંત્રની ગણતરીમાં ના હોય એવું માનવું મૂર્ખામી લાગે છે, અડધો મે મહિનો આવે ત્યાં સુધીમાં આપણે કોરોના નામના ભવંડર ફસાઈ તો નહીં ગયા હોઈએ કે શું? આશા રાખીએ તંત્રમાં આપણાં કરતાં હોશિયાર લોકો નિર્ણય લઈ રહ્યા છે, બધા પાસા વિચારીને જ જેતે નિર્ણય ઉપર આવ્યા હોવા જોઈએ. બધા સલામત રહીએ અને ઘરે ઘરે કોરોના હોવાના કારણે આ ઘર સીલ કરવામાં આવ્યું છે. એના માટે લોકો એ જાતે સાવચેતી રાખવી રહી.
જીતેન્દ્ર વાઘેલા