શું તમને નથી લાગતું કે ગૃહિણીઓ પણ પગારની હકદાર છે?

Wjatsapp
Telegram

લોકડાઉનથી સમજાયું “જો કામ તો જ વેતન”. ગૃહિણીઓ પાસે તો કામ જ કામ હોય છે, તેમના વેતનનું શું ? લોકડાઉને વિશ્વને બતાવી દીધું કે ગૃહિણીનું કામ કોઈ કામથી ક્યાંય ઉતરતું સાબિત થતું નથી.

કોરોના સામે રક્ષણ મેળવવા આખું વિશ્વ સટડાઉન થઈ ગયું. જે કામો મહત્વના છે, ચાલેજ નહિ એમ કહેવાતું હતું એ કામોનું પણ આખા વિશ્વએ પિલ્લું વાળીને મૂકી દીધું. અર્થતંત્રનું શું થશે એ વિચારને પણ બાજુમાં મૂકી ને હમણાં તો જીવી લઈએ, એ જ વાતને પ્રાધાન્ય આપ્યું. આખી દુનિયામાં ક્યારેય ના કલ્પી હોય એવી ખામોશી, લોકો પાસે સમય જ સમય, ન કોઈ ઇમરજન્સી ના કોઈ ભાગદોડ, સલામત રહેવું અને સમય ને કેવીરીતે પસાર કરવો એ જ ચર્ચાઓ વચ્ચે સૌથી વધુ જો કોઈ વ્યસ્ત હતું તો એ છે ગૃહિણીઓ.

ઘરકામમાં પરોવાયેલી મહિલાઓને માટે લોકડાઉન એટલે રજાઓ નહિ પણ ઓવરટાઈમ કરી એકસ્ટ્રા કામનો બોજ બની ગયું. ગૃહિણીઓના ગૃહકાર્યને આપણે સામાન્ય જ માનતા રહ્યા, અને આ લોકડાઉને બતાવી આપ્યું કે ઘરકામ તો આપણા બધાજ વ્યવસાયની ઉપર છે, ચાલો એમ ન કહીએ તો પણ, કોઈ પણ નોકરી ધંધાથી નીચે તો નથી જ, ગૃહિણીનું કામ પણ દરેક કામના સમાન દરજ્જાનું હક્કદાર છે.

પુરુષોને ક્યારેય ખબર નહોતી કે એક દિવસમાં કેટલા પ્રકારના કામો કરવાના હોય છે, કેવા સ્ટેપ બાય સ્ટેપ કામોને હાથ ઉપર લેવા પડે છે ત્યારે ઘરના સભ્યોના પેટનો ખાડો સમયસર પુરાય છે. લોકડાઉને સમજાવ્યું કે ગૃહકાર્ય એટલે એક આખે આખું એકહાથે સચવાતું અધધ વૈવિધ્ય ધરાવતું મેનેજમેન્ટ છે. ઘરકામ કરવામાં ગૃહિણી માટે કોઈ સમય અવધિ નથી હોતી. ક્યારે કામ શરૂ કરવું અને ક્યારે પૂરું કરવું એવી પસંદગી પણ નથી હોતી. કારખાના કે મિલમાં રિશેષ માટેની વહીસલ વાગે એટલે આખેઆખૂ તંત્ર ઠપ્પ થઈને શાંત પડી જાય. હજારોનાં આંકડામાં પગારો ગણતાં કર્મચારીઓને રિશેષ પડતા જ તમારા અધૂરા કામને બાજુ પર મૂકી ને ખુરશી છોડતા કોઇ અટકાવી નથી શકતું. જ્યારે અહી, ગૃહિણીઓને સમય પ્રમાણે નહિ, સગવડ પૂરી પાડયા પછી પણ હજુ કોઈ સભ્યને પોતાની સેવાની જરૂર નથી ને તે વાત ની તસલ્લી કર્યા પછી રિશેષ મળે છે.

લોકડાઉનમાં આખું ફેમિલી આરામ મોડમાં હોય છે, કારણ કે એક ગૃહિણી નિરંતર કામે લાગેલી હોય છે. બધા સભ્યોને સમય કયાં પસાર કરવો એ સવાલ હોય ત્યારે ગૃહિણીને બધી સગવડ પૂરી પાડવા સમય ક્યાંથી બચાવવો એ સવાલ હોય છે.

લોકડાઉનમાં કામ ધંધા બંધ થઈ ગયા, પુરુષોએ બેકાર બનીને ઘરમાં દિવસો પસાર કરવા પડ્યા. આખા વિશ્વના પુરુષોને સમજાઈ ગયું કે કામ હોય તો એની સામે વેતન હોય, કામ નથી તો પૈસા પણ મળતા નથી. અને આ મહિલાઓના ગૃહકાર્યને આજ સુધી કોઈએ વેતન લાયક સમજ્યું જ નથી. કામ હોય ત્યાં વેતન હોય, એ વાતનો અહી કાયમ છેદ ઊડતો રહ્યો છે. પુરુષો તો પુરુષો સ્ત્રીઓને પણ પોતે જે કામ કરે છે એની કિંમત શું હોય, એવો વિચાર પણ આવ્યો નથી. કુટુંબ પ્રત્યે ની ફરજ, મમતા-લાગણીથી આગળ એમના કામની ક્યાંય કદર નોંધાઈ પણ નથી.

૩૬૫ દિવસ રજાઓ વગરની નોકરી, ઉત્સવ અને તહેવારો એટલે કામનો વધારાનો બોજ. દુનિયા લેવલે નોંધ લેવાવી જોઈએ કે આ કામ વેતનને હકદાર છે. એક-એક કામને વેતનથી રાખેલ કામદાર સાથે જોડીને જોઈશું તો ગૃહિણીઓના કામની કિંમત સમજાઈ જશે. ઘરમાં કચરા-પોતા માટે વેતન પર માણસ ૭૦૦ થી ૮૦૦માં પડે છે. કપડાં-વાસણ ૧૦૦૦, રસોઈ ત્રણ ટાઈમ માટે જોઈએ તો ૧૦,૦૦૦ જેવુ વેતન માંગે છે, (સિક્યુરિટી) ઘરની સંભાળ રાખનાર ૭૦૦૦માં પડે. બાળકોને તૈયાર કરવા, એમનું હોમવર્ક કરાવવું , ઘરના વૃદ્ધ સભ્યોનો સહારો બનવું, દવાનો સમય સાચવી લેવો, આમ ઘરના પુરુષોને ઘરની ચિંતા કર્યાવ ગર પોતપોતાનાં કામમાં મન પરોવવા જે સહુલિયત પૂરી પાડે છે, એની કિમત જ પુરુષની કમાણીમાં અડધા ભાગ બરાબર તો છે. હવે વિચારો ઘરની સ્ત્રી સિવાય આ કામો બહારના માણસોને પૈસા આપીને કરાવીએ તો પણ, જે ભરોશો ઘરની સ્ત્રી ઉપર હોય એવો આંખો મીચી વેતનદાર ઉપર કરી શકો? ના, એટલે જ ગૃહિણીના કામની કિંમત આંકડામાં લાગી શકે એમ નથી જ, એટલું મૂલ્યવાન છે. ગૃહકાર્યની કિમત શું છે? તે હવે લોકડાઉનના કારણે પુરુષોએ નજરે જોયું છે, એટલેજ કહું છું, ગૃહકાર્યને વેતનના લાયક માનવા માટે કાનૂની દરવાજા ખૂલવા જોઈએ.

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

લાગણીથી નિભાવાતી ફરજ અલગ બાબત છે અને થાકીને ઘરે આવતા પુરુષોની દાદાગીરીને ચલાવી લેતી ગૃહિણીઓ એમનાથી એક રતીભાર ઊતરતી સાબિત થતી નથી જ. આજ સુધી સામાન્ય રીતે જ સામાન્ય ગણાતું આવતું ઘરકામ કેટલું મહામૂલું છે, એ હજું પણ ન સમજાયું હોય તો આપણે સાચા અર્થમાં અમાનવીય અને ઘમંડીપણાથી છકેલા જ છીએ એ સમજી લેવું.

ગૃહિણીના કામને વેતનના રૂપમાં માપી જોશો તો સમજાઈ જશે કે, તેઓ જે કામ કરે છે તે બીજા કોઈ પણ કામ કરતાં ક્યાંય ઉતરતું નથી.

✍️ જીતેન્દ્ર વાઘેલા

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.