લોકડાઉન | બે કલાકમાં બાળકની નાળ કાપી અને મજૂર-સ્ત્રી ઘર તરફ ચાલતી થઈ

Wjatsapp
Telegram

લોક ડાઉન અને મજૂર પ્રસૂતા

કયા ગયું પેલું ભજન ? “પીડ પરાઈ જાણે રે .. .. ‘

પ્રસૂતા ચાલતા ઘરની વાટ પકડીને નીકળેલા હજારો મજૂરોમાંની એક છે. એણે રસ્તામાં જ બાળકને જન્મ આપવો પડ્યો, અને લોહીથી ખદબદ પોતે અને બાળકને લઈને ફરી સફર ચાલુ કરવી પડી. કિરણ બેદી, અમિતાભ બચ્ચન, સચિન કે ધોનીના નામે મોટીવેશન સિલેબસ બનાવતા મિત્રો તમે નોંધ્યું આ ?

સુધરેલ અને સુખી કહેવાતા સમાજમાં ગર્ભવસ્થાના પહેલા દિવસથી ડૉક્ટરની સલાહ પ્રમાણે જીવતી મહિલાઓને આરામ કરવાનો સમય નક્કી હોય, દવાનો સમય નક્કી હોય, ફૂડ મેન્યૂ નક્કી હોય, કયા પડખે કેટલો સમય સૂવું, કેટલા ડગલાં ચાલવા અને કેવા તાપમાનમા રહેવું ને સલામત હોસ્પિટાલિટીમાં રહેવાનું પોતાને અને આવનાર સંતાનને સાચવવાનું હોય.

આ એક કિસ્સો જ હચમચાવી જાય છે.
શું થયું હશે એના માનસપટ ઉપર?
જ્યારે એને લેબરપેન ઉપડ્યું હશે?
કેવી માનસિક સ્થિતિ હશે એને રસ્તામાં જ બાળકને જન્મ આપવો પડ્યો હશે ?
હોસ્પિટલો જ્યાં નવા જન્મેલા બાળકને લગભગ ફરજિયાત કાચની પેટીમાં રાખે અને માતાને સલામત પથારી આપે છે. અહી તો બે કલાકમાં બાળકની નાળ કાપી અને મહિલા ઘર તરફ ચાલતી થઈ. અહીં તો યુદ્ધ કરતાં પણ વધારે શક્તિની જરૂર પડતી હશે. યુદ્ધમાં જોડાયેલી મહિલાઓ તો વીરાંગના તરીકે બિરદાવાતી રહેવાની. આ મજબૂર મજૂર મહિલાએ એક સાથે કેટકેટલા યુદ્ધ એકલા હાથે લોહીલુહાણ હાલતમાં લડી નાખ્યા. કોઈ ચેનલે એને બિરદાવવા ડિબેટ ના બેસાડી. ના કોઈ સહાય ઓફર થઈ.

એક ગર્ભવતી મહિલાને ૪૨ ડિગ્રીની ગરમીમાં ચાલતા સફર કરવાની પરેશાની બીજી મહિલાઓથી વધારે કોણ સમજી શકે? પ્રસૂતિ એટલે બાળકનો જન્મ છે જ, પણ એક સ્ત્રીનો તો નવો જ અવતાર છે. પ્રસૂતિ એટલી ગંભીર બાબત છે કે ડોક્ટરની હાજરીમાં પણ જ્યાં સુધી પ્રસૂતિ ન થાય ત્યાં સુધી સબંધીઓના જીવ તાળવે ચોંટેલા હોય છે, અને એક આ સ્ત્રી ગરીબ હતી, મજૂર હતી પણ અહી કોઈની “પીડ પરાઈ જાણે રે” વાળી ભાવના જાગી જ નહિ, બાળકને જન્મ આપ્યો અને થોડી વારમાં એ પ્રસૂતા ઉનાળાની ગરમી અને પોતાનું અર્ધ મરેલું શરીર લઈને ચાલતી થઈ. મને હતું ગાયનેકોલોજીસટ્સ અને મહિલાઓ તો આ પીડાને સમજશે. આ મહિલાના સમર્થનમાં રીતસરનો મોરચો માંડશે. બધે હું ખોટો પડ્યો. અહી દયા પણ માણસની હેસિયત જોઈને આવે છે, એ સાબિત થયું. ગણ્યા ગાંઠ્યા કેટલાક લોકો સિવાય કોઈએ નોંધ પણ ન લીધી.

સેકડો મહિલાઓ હજારો પુરોષો વચ્ચે ચાલતી રહી, સાથે એનો ભાઈ પણ હશે, પતિ પણ હશે, જેઠ પણ હશે, દેવર પણ હશે, પડોસી પણ હશે, આવામાં કેટલીયે મહિલાઓને અચાનક ચાલુ થઈ ગયેલા પિરિયડ પણ હશે. ૫ દિવસ ઘરના ખૂણામાં બેસવાની સંસ્કૃતિને ક્યાં ખબર છે કે અહી ચાલતા કાફિલાને એના પિરિયડની તકલીફ બતાવી કેવી રીતે રોકવાની હતી. એને છૂપતા છુપાવતા રસ્તામાં ચાલતા જ રહેવાનું હતું. દર્દ તો વતન પહોંચવાનું હતું ,પેટ ભરવાનું હતું, રસ્તાને ખૂટળવાનું હતું.

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

કોઈ ફૂડ પેકેટ તો આપતું હતું, પણ પિરિયડપેડ કોણ આપે? શું શું સાચવે ? અસહ્ય શારીરિક વેદના, રસ્તાને પાર કરવાનો માનસિક ઉચાટ કે એના લોહીના ધબ્બા?
આનાથી મોટું નારી શક્તિનું ઉદાહરણ શું હોઇ શકે ? અને આનાથી મોટું સમાજને નિર્લજ્જ સાબિત કરવા બીજું કયું ઉદાહરણ જોઈએ ?

આ બેન નારી શક્તિનો માઈલ સ્ટોન છે. નારી રત્ન છે,
નારી શક્તિ જિંદબાદ.

– જીતેન્દ્ર વાઘેલા

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

2 Responses

 1. Govind Maru says:

  વહાલા સમ્પાદકશ્રી,
  આપની વેબસાઈટ ‘SHARUAAT’ના કેટલાક લેખો મને ગમ્યા… સરસ છે. ગુજરાતીમાં કમીટમેન્ટ સાથે–પુરી સમર્પીતતાથી, ‘રૅશનાલીઝમ’ અને ‘વૈજ્ઞાનીક અભીગમ’નો અવીરત પ્રચાર–પ્રસાર કરતો એકમાત્ર ‘અભીવ્યક્તી’ બ્લૉગ https://govindmaru.com/ છે. મારી અનુકુળતાએ ‘અભીવ્યક્તી’ બ્લૉગ પર ‘રૅશનલ જોડણી’ (એક જ ‘ઈ’ અને ‘ઉ’)માં આપની વેબસાઈટના લેખો પ્રગટ કરવાની મારી ઈચ્છા છે. હું દરેક લેખમાં લેખક અને પ્રકાશકશ્રીનું પુરું નામ, ફોન નંબર અને ઈ–મેઈલ આઈડી સહીતનું સૌજન્ય સ્વીકારું છું. તે માટે મારે લેખકની અનુમતી મેળવવાની થાય છે. જેથી દરેક લેખકના નામ સાથે ઈ.મેલ આઈડી અને વોટ્સએપ નમ્બર લખવા વીનન્તી છે.
  ધન્યવાદ.
  –ગોવીન્દ મારુ

  • Sharuaat says:

   આપશ્રી,અમારા કોઈપણ આર્ટિકલ અમને પૂછ્યા વગર sharuaat.com અને લેખકશ્રીના સૌજન્ય સાથે લઈ શકો છો.

Leave a Reply

Your email address will not be published.