મીણબત્તી પાછળનું રહસ્ય અને ભારતમાં કેમ કારગર નથી?

આ પહેલા બે ફોટો ઇટાલીના છે જ્યાં કોરોના સામે એક થવા ઇટાલિયનો દ્ધારા ઘરના વરંડા, બાલ્કની તથા બારી ઉપર મીણબત્તી, ટોર્ચ તથા મોબાઈલ લાઇટથી પ્રકાશ ફેલાવવામાં આવ્યો હતો..

આપણે પણ આવું જ કરવાનું છે…તેનો મતલબ એટલો જ થાય છે, કે આપણી સામે આવી ગયેલા અંધકારને દૂર કરીને આપણે અજવાળા તરફ આગળ વધવાનું છે…
આ એક સકારાત્મક અભિગમ બની શકે, કે આપણામાં હિંમત છે કોરોના ને હરાવવાની…અને અજવાળા તરફ આગળ વધીને દેશમાં નવો પ્રકાશ ફેલાવવાની…
દેશ એક છે અને આજે જરૂરત છે, ધર્મ અને જાત પાત ભૂલીને, એક થઈને દેશને બચાવવાની…
પણ….
શુ ભારતીયો એક થઇને કોરોના સામે લડવા તૈયાર છે?
તો જવાબ છે “ના”

કેમ કે,
- આટલી મોટી મહામારીમાંય સરકાર સડેલું અનાજ કૌભાંડ કરવાનું ચૂકતી નથી.
- આટલા દિવસો બાદ પણ પૂરતા કોરોના ટેસ્ટ કરવામાં નથી આવતા.
- દેશનો પ્રધાનમંત્રી કોરોના બાબતે તૈયારીઓ જણાવવાના બદલે, ગરીબ-મજૂરોને ભૂખથી ઉગારવાને બદલે થાળી અને દિવાની ક્ષુલ્લક જાહેરાતો કરે છે.
- આટલા દિવસો બાદ પણ લોકો ધાર્મિક અંધતા નથી ભૂલતાં. મંદિર, મસ્જીદમાં જવાનું સદંતર બંધ નથી કરતા.
- આટલી મોટી મહામારીમાં પણ હિંદુઓ જાતિવાદ કરવાનું નથી ભૂલતાં. એટ્રોસિટીના કેસો આજે પણ બનવાનું ચાલુ છે.

- આટલી ગંભીર સ્થિતિમાય સવર્ણ હિંદુ મીડિયા કોમવાદ ફેલાવવાનું, મુસલમાનો વિરુદ્ધ દિવસ-રાત ઝેર ઓકવાનું નથી ભૂલતાં.
અને, - આટલું બધું દેશનું નુકશાન જોયા પછી પણ સોફ્ટ હિન્દુત્વનું પૂછડું લોકો નથી છોડતા.

એટલે આ ટોર્ચ, મીણબત્તી ફક્ત એક નાટક બનીને રહી જશે. જે રીતે થાળીઓ વગાડવાને રેલીઓ કાઢીને ઉજવણી કરી હતી એમ આ પણ એક ઉજવણીથી વિશેષ કાંઈ નહિ હોય.
ધૂતરાઓનો દેશ છે, વધુ એક ધતિંગ થવા જઈ રહ્યું છે.
કૌશિક શરૂઆત
નોંધ : દીપ તમારા ભીતર પ્રગટાવો. માણસ બનો. જંગલી તો જાનવર પણ હોય છે. 😠😠