બહુજન વ્યંગ | મર્દ શબ્દ સાંભળીને હિતુભાઈએ એક નવેસરનું ડુંસકું લીધુ…

એક કાલ્પનિક પરાક્રમ કથા
જરુરી સ્પષટતા:-(આ એક કાલ્પનિક કથા છે. કોઈએ બંધબેસતી પાધડી પહેરવી નહિ. અહી રજુ થયેલા પાત્રોને જીવિત કે મૃત વ્યકિત સાથે સંબંધ નથી. પાત્રોના નામ પણ બદલવામા આવ્યા છે.. પાત્રોના નામ મળતા આવે તો એને માત્ર સંયોગ જ ગણવો..)
માનનીય અધ્યક્ષશ્રી….
દલિતો ઉપરના અત્યાચાર નહિ ચલાવી લેવાય.. એક કલાક નહિ, એક ક્ષણનું પણ મોડુ પાલવશે નહી.. અત્યારે અમારો સમાજ સભાન થયો છે.. પપ્પા અને મોટાબાપા ભલે ચુપ રહ્યા હોય.. મોટાબાપા સંસદમાં ભલે મૂંગા રહ્યા હોય, હુંતો બોલવાનો જ…. પક્ષના કુતરા બનવા કરતા સમાજનો ‘માણસ’ બનુ એમા મને રસ છે.. હુ પાર્ટીનો વિદ્રોહી બનીશ, પણ સમાજનો ગદ્દાર નહિ બનું.. ભલે મારા ક્ષેત્રમાં સ્વર્ણ મતદારોએ મને મત આપ્યા છે.. પણ સીટતો બાબા સાહેબની પ્રસાદી હતી…
મારા સમાજ પર થતો એક પણ અન્યાય હું સાંખી નહિ લઉ… હુ દોમદોમ સાહયબીમા ઉછર્યો છુ.. ભાજપના ફેકેલા ટુકડા ઉપર મને કોઈ રસ નથી.. સમાજ તરફથી મળતી સુકી રોટી જ મારૂ ઐશ્વર્ય છે”
કોઈ દિગ્દર્શકે કટ ન કહ્યું. પણ હિતુભાઈનું દિવાસ્વપન તુટયું… સગા બાપ અને બાપાનુ સ્મરણ કરી હિતુભાઈ હિબકે ચઢ્યા.. નજીકમાં જ આવેલા સ્ટોરરુમની કોઠીમા મ્હો ધાલી રોવા માંડ્યા. ત્યા એમનો નાનો દિકરો કોઠારમા આવ્યો.. દિકરાને જોઈ એક્ટર એમ. એલ. એ. હિતુભાઈએ પોતાના ઈમોશન ઉપર કાબુ મેળવ્યા..
” પપ્પા આપણે કોણ?” માસુમ બાળકના માસૂમ સવાલે ફરીથી હિતુભાઈએ કોઠીમા મોં ધાલ્યું.. દિકરાની પાછળ પાછળ આવેલી દિકરાની મમ્મી મોનાબેને કહયુઃ
“તારા પપ્પાને અને અમે તો એ ભુલી જ ગયા હતા. આપણે કોણ…? એ તો આપણા શુભેચ્છક નિતિનકાકા અવારનવાર યાંદ કરાવે જ છે.. . સારૂ છે.. તને પણ જૈમિન( નિતીન ભાઈ પટેલનો દિકરો) યાંદ કરાવશે હોં.. ત્યા સુધી તું પણ ભુલી જા… હજી પપ્પાને આગલા ઈલેકશનની ટિકિટ પણ લેવાની છે.. તું મોટો થાય એટલે તને પણ MLA બનાવવાનો છે..”
હિતુભાઈના હિબકા ચાલું જ હતા… મોનાબેને હિતુભાઈને ટપાર્યા…
” તમેય શુ મર્દ જેવા મર્દ થઈને રોવા બેઠા છો.. “
મર્દ શબ્દ સાંભળીને હિતુભાઈએ એક નવેસરનું ડુંસકું લીધુ…
– ડૉ. સ્વપ્નિલ કેશવલાલ મહેતા