RSS પ્રમુખ મોહન ભાગવતે કદાચ એટલે જ આરક્ષણની સમીક્ષા કરવા કહ્યું હતું.

આણંદ જિલ્લાના આંકલાવમાં, “હરિજને મંદિરમાં પ્રવેશ કરવો નહીં” તેવું બોર્ડ માર્યું.
RSS પ્રમુખ મોહન ભાગવતે કદાચ એટલે જ આરક્ષણની સમીક્ષા કરવા કહ્યું હતું. સવર્ણ હિંદુઓ હજુ પણ દલિત સમાજને અપનાવવા, અસ્પૃશ્યતા દૂર કરવા તૈયાર નથી. સવર્ણ હિંદુઓને જમ્મુ અને કાશ્મીરમાં જમીન જોઈએ છે પણ પોતાના જ ગામની જમીન પર દલિતોને પગ મુકવા દેવો નથી.
વાત છે આણંદના આંકલાવ તાલુકાના આમરોલ ગામની, જ્યાં શ્રાવણ માસ દરમિયાન સોમનાથ મહાદેવના મંદિરમાં હરિજન સમાજના લોકોએ મંદિરમાં પ્રવેશ કરવો નહીં તેવું બોર્ડ મારતાં ખળભળાટ મચી ગયો છે. આઝાદીના 7 દાયકા બાદ પણ હજુ અસ્પૃશ્યતા દૂર નથી થઈ અને પછાત વર્ગનાં લોકો સાથે આભડછેટ રાખવામાં આવી રહી છે, ભગવાનના મંદિરમાં પણ પછાત વર્ગનાં લોકોને પ્રવેશ કરવા દેવામાં આવતા નથી.

SC સમાજના લોકોએ આવું બોર્ડ જોતાં લોકોમાં ભારે આક્રોશ પ્રવર્તી ઉઠ્યો છે. દલિતોએ મૂછ રાખવી, ઘોડી ચડવું, વરઘોડો કાઢવો સામે સવર્ણ હિંદુઓને હંમેશા વાંધા રહ્યા છે અને હવે તો દલિતોના આરક્ષણ સામે પણ લોકોને ઘણા વાંધા વચકા છે.
આ ઘટનાને લઈને દલિત સમાજના લોકો મંદિરની બહાર ઉમટી પડ્યા હતા અને બોર્ડ હટાવવાની માંગ કરી હતી. અને જો બોર્ડ હટાવવામાં નહીં આવે અને મંદિર પ્રવેશ પર પ્રતિબંધ હટાવવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
ડૉ. બાબાસાહેબ આંબેડકર હિંદુ ધર્મની આવી અમાનવીય પ્રથા, અસ્પૃશ્યતાને લીધે જ બૌદ્ધ બની ગયા હતા. પણ, તેમના અનુયાયીઓ આજે પણ હિંદુ દેવી દેવતાઓ પાછળ ગાંડા છે અને પોતાનું જાતે અપમાન કરાવી રહ્યા છે. હિંદુ સમાજ વારંવાર દલિત સમાજને અપમાનિત કરતો હોવા છતાં કેટલાક દલિતો, હિંદુઓ જ દેવી દેવતાઓ પૂજવાની જીદ લઈને બેઠા છે.
નોંધનીય છે કે, દેશભરમાં દલિતોનું મોબ લિંચિંગ થાય છે ત્યારે મોબ લિંચિંગ કરનાર સવર્ણ હિંદુઓ જ હોય છે અને કોઈ હિંદુ દેવી દેવતા દલિતોને બચાવવા નથી આવતા. આમ, અંધશ્રદ્ધામાં પડેલા અબુધ દલિતો સામે ચાલીને પોતાની ઘોર ખોદી રહ્યા છે.
એક સમીક્ષા આ પણ થવી જોઈએ કે, “સવર્ણ હિંદુ સમાજ અસ્પૃશ્યતા છોડવા કેમ તૈયાર નથી? આવી અમાનવીય, નીચ, હલકી માનસિકતા કેમ ધરાવે છે?”
વર્તમાન સમયમાં દુશ્મન પોતાની બધીજ તાકાત થી આપણો અવાજ દબાવવા કોશિષ કરી રહ્યો છે. આપણે પણ આપણા લોકોને જાગૃત કરવા માટે પોતાની બધીજ તાકાત કામે લગાડી એક થઇ લડાઈ લડવી પડશે.
આપના કિંમતી રીપ્લાય બદલ ખૂબ-ખૂબ આભાર, આર્ટિકલ્સ સ્પ્રેડ કરતા રહેજો ને વધુ અપડેટ માટે રોજ વેબસાઈટની મુલાકાત લેતા રહેજો
વર્તમાન સમયમાં દુશ્મન પોતાની બધીજ તાકાત થી આપણો અવાજ દબાવવા કોશિષ કરી રહ્યો છે. આપણે પણ આપણા લોકોને જાગૃત કરવા માટે પોતાની બધીજ તાકાત કામે લગાડી એક જ લડાઈ લડવી પડશે.