રંગનો અર્થ

Wjatsapp
Telegram

સમાજશાસ્ત્રીની કવિતા : રંગનો અર્થ

વર્ષો પૂર્વે
એક વડીલ અધ્યાપકે
પ્રશ્ન કરેલો મને
“તેં લીલા રંગનું પેન્ટ કેમ પહેર્યું?”
મેં પૂછ્યું “કેમ, ન પહેરાય?”
“આ તો આપણો રંગ નથી!”
“જોજે આ રંગે ન રંગાતો”
વડીલે ટકોર કરી
મેં તો સ્વાભાવિક લાગલું જ પૂછ્યું
” લીલો રંગ તો કુદરતનો અને રાષ્ટ્રધ્વજમાંય ભગવા સાથે લીલો”
વર્ષો થયા…
કુદરત હજુય લીલી જ છે, રાષ્ટ્રધ્વજમાં પણ…
પણ રાષ્ટ્રપ્રેમીઓને લીલા રંગનો
અર્થ હજુય સમજાતો નથી.

  • ગૌરાંગ જાની
    ૧૯ એપ્રિલ, ૨૦૨૦

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *