શું OBC-SC-ST ખરેખર “હિન્દૂ” છે? હિન્દૂ ધર્મને એક “કરિયાણા” સ્વરૂપે સમજો

કરિયાણું એટલે શું?
ઘઉં, ચોખા, બાજરી, જુવાર, મકાઈ, કઠોળ, મરચું, હળદર, મરી, મસાલા વગરે એટલે કરિયાણું પણ આમા કરિયાણું ક્યાં? કરિયાણું કોને કહેવાય?
છે કોઈ જવાબ?
નથી ને?
આવો જાણીએ સત્ય શું છે?
તથાકથિત હિન્દુ ધર્મનું પણ કંઈક આવું જ છે!
તથાકથિત “હિન્દુ ધર્મ” કે જે મૂળ “બ્રાહ્મણ ધર્મ” છે.
એમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વેશ્ય અને શુદ્ર એમ ચાર વર્ણ છે.
આ બધા મળીને કુલ 6743 કરતાં પણ વધારે જાતિઓમાં વહેંચાયેલા છે.
જ્યારે મનુષ્ય જન્મે છે ત્યારે તેને નવજાત કહેવાય છે. થોડા સમય પછી એનું નામ રાખવામાં આવે છે, એના નામ સાથે એના માતા-પિતાનું જોડાય છે અને એના માતા પિતાની કથિત જાતિ પણ.
આવી રીતે જન્મે છે જાતિ, જે બ્રાહ્મણો દ્વારા રચાયેલ કાલ્પનિક વેદ, ગ્રંથ, પુરાણ, ઉપનિષદ અને શાસ્ત્ર દ્રારા જન્મેલી ચાતુર્વર્ણ વ્યવસ્થાનું એક અભિન્ન અંગ છે.
1). બ્રાહ્મણ જે બહ્માના મુખેથી જન્મ્યો.
જેમાં બ્રાહ્મણોના કહ્યા/લખ્યા અનુસાર બ્રાહ્મણને શિક્ષણ મેળવવાનો તથા આપવાનો અધિકાર છે. કર્મકાંડ, પૂજાપાઠ, યજ્ઞ, હવન જેવા પાખંડવાદ કરી લોકોને મુર્ખ બનાવી તેમને ઠગવાનો અધિકાર છે. જેનાથી લાભ ફક્ત બ્રાહ્મણને જ થાય છે. કર્મકાંડ, પૂજાપાઠ,યજ્ઞ, હવન કરાવનારને કોઈ જ લાભ થતો નથી. તેઓ બ્રાહ્મણના મીઠા બોલ વચનથી હંમેશા છેતરાય છે.
2). ક્ષત્રિય જે બ્રહ્માની ભુજા (બાવડા) માંથી જન્મ્યો.
ક્ષત્રિયનુ કામ છે બ્રાહ્મણોની રક્ષા કરવાનું, બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવી. તે શિક્ષણ મેળવી શકે છે પરંતુ આપી ના શકે. એક ક્ષત્રિય કદી પણ બ્રાહ્મણ ના બની શકે.
3). વૈશ્ય જે બ્રહ્માની જંઘા (કમરથી નીચેનો ભાગ જાંઘ) માંથી જન્મ્યો.
વૈશ્ય ને ફક્ત ધંધો, રોજગાર કરવાનો, વેપાર કરવાનો, બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવી. શિક્ષણ મેળવવુ, પણ આપી ના શકે. એક વેશ્ય કદી પણ બ્રાહ્મણ ના બની શકે.
4). શુદ્ર જે બહ્મા ના પગના અંગુઠામાંથી જન્મ્યો.
જેને શિક્ષણ મેળવવાનો અધિકાર નથી, એટલે શિક્ષણ આપવાની વાત તો આવતી જ નથી. તેને સંપતિ રાખવાનો અધિકાર નથી. તેણે ઉપરના ત્રણેય વર્ગ બ્રાહ્મણ, ક્ષત્રિય અને વેશ્યની સેવા કરવી, તેના દાસ થઈને રહેવુ, એ લોકો જે સડેલું, વાસી ખોરાક આપે એના ઉપર નિર્ભર રહેવુ, તેમના મળ-મુત્ર સાફ કરવા. એક શુદ્રની તો વાત જ શું કરવી. તેનો તો પડછાયો પણ ઉપરના ત્રણ વર્ણમાંથી એકેયના ઉપર પડવો ના જોઈએ. એ ત્રણેય જ્યાં થી પસાર થાય ત્યાંથી તેણે(શૂદ્રએ) જાહેર રસ્તાઓ પરથી દિવસે ના નીકળવું જો કદાચ ઉપરના ત્રણ વર્ણના લોકો એની આસપાસથી પસાર થાય તો એનું ધ્યાન પણ શુદ્રએ જ રાખવાનું, એણે જોરથી અવાજ કરવો જેથી ઉપરના ત્રણ વર્ણના લોકોને ખબર પડે કે એક શુદ્ર અહીં ઉપસ્થિત છે.
તથાકથિત હિન્દુ ધર્મના તમામ વેદ, પુરાણો, ઉપનિષદ, શાસ્ત્ર, અને ગ્રંથ કોઈ ઇશ્વરે નથી લખ્યા, પરંતું બ્રાહ્મણોના એકહથ્થુ શાસનનો મુખ્ય ભાગ છે.
જેમા કોઈ પ્રશ્નને કોઈ સ્થાન નથી. બ્રાહ્મણ કહે એ જ સર્વોપરી તેના વિષે કોઈ સવાલ ના કરી શકાય?
એક બ્રાહ્મણ ઇચ્છે તે કરી શકે, એ પર સ્ત્રી સાથે તેની મરજી મુજબ એ સ્ત્રી ની સહમતી અથવા તો અસહમતીથી વ્યભિચાર કરે, લાચાર, નિઃસહાય, કથિત નીચી જાતિના લોકો ઉપર અત્યાચાર કરે, દમન કરે, એમની હત્યા કરે, એમની સંપત્તિ છીનવી લે છતાં એક બ્રાહ્મણ સદા શ્રેષ્ઠ જ રહે છે.
એક શુદ્ર ગમે તેટલો સદાચારી, પ્રમાણિક, દયાવાન કેમ ના હોય તે કદી બ્રાહ્મણ ના બની શકે.
ભૂતકાળમાં જે બ્રાહ્મણ ધર્મ હતો તેને તથાકથિત હિન્દુ ધર્મ તરીકે દર્શાવવામાં આવે છે. લોકોને માનવા મજબૂર કરવામાં આવે છે કે તમારો હિન્દુ ધર્મ (જે મૂળ બ્રાહ્મણ ધર્મ) છે.
કરિયાણાની દુકાનમાં કરિયાણું તો છે પણ હકીકતમાં કરિયાણું શું છે એ તો કોઈને કદીયે નહીં સમજાય.
તેમ છતાં જે OBC-ST-STના લોકોને એવો ભ્રમ હોય કે તેઓ હિન્દુ છે તો સવર્ણ એટલે કે બ્રાહ્મણ, ક્ષત્રિય કે વૈશ્ય ની સોસાયટીમાં ભાડાનું કે પોતાનુ એક મકાન લઈ બતાવે (અપવાદ બાદ કરતા).
ભારત દેશની આઝાદીના તથા ભારતીય બંધારણના અમલમાં આવ્યાના સાત દાયકા પછી પણ આજે ભારત અને ગુજરાતના ગામડાઓમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની પરિસ્થિતિ શું છે તે આપ મારા કરતા વધારે જાણતા હશો.
➡️વર્ષ 2012 માં થાનગઢ કાંડમાં અનુસૂચિત જાતિના ત્રણ માસુમ દિકરાઓને પોલીસે ગોળીબાર કરીને મોતને ઘાટ ઉતારી દીધા હતા, એ સમયે કેટલા હિન્દુ તમને ન્યાય અપાવવા રોડ પર આવેલા?
➡️વર્ષ 2016માં ઊના કાંડ સમયે કેટલા હિન્દુઓ તમને ન્યાય અપાવવા માટે રોડ પર આવેલા?
➡️વર્ષ 2018 મા સુપ્રીમ કોર્ટ દ્વારા SC /ST એટ્રોસીટી એક્ટમાં સંશોધન કરીને કાયદો રદ્દ કરવાની તૈયારી કરી હતી તેના વિરોધમાં દેશભરમાં એસસી, એસટી સમુદાયના લોકોએ ભારત બંધનુ એલાન આપ્યું હતું તેના સમર્થનમાં કેટલા હિન્દુ આવેલા?
અરે એય છોડો ભારત બંધના એલાન માં કહેવાતી ઉચ્ચ જાતિના (સવર્ણ હિન્દુઓ) દ્વારા જ એસસી, એસટી સમુદાયના 18 લોકો ની છુપાઈને હત્યા કરવામાં આવી હતી, અને તોયે લાકડી-દંડા તો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો એ જ ખાધા હતા.
જે લોકો ભારતીય સંવિધાનમાં વિશ્વાસ રાખે છે એ લોકોએ સંવિધાનની કલમ 340, 341 અને 342 બહુ ધ્યાનથી વાંચીને સમજવી.
ભારતીય સંવિધાન ની કલમ 340, 341 અને 342 મુજબ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગના (ઓબીસી) લોકો હિન્દુ નથી.
હિન્દુત્વકા ચશ્મા ઉતારો, ફિર દેખો યારો.
આપણે સૌ જાણીએ છીએ કે મનુષ્યનો જન્મ ક્યાંથી અને કેવી રીતે થાય છે.!
✍️ મહેશ ભારતીય