મીડિયા નિષ્પક્ષ હોવું જોઈએ, જાતિવાદી નહિ.

Wjatsapp
Telegram

“પત્રકારિતા” પીડિતોના મુદ્દે આજે પણ એ જ છે, કાલે પણ એ જ હતું.

મીડિયા માટે સત્તા પક્ષ ચેલેન્જ હોવી જોઈએ, સાથી નહીં,. સત્તા પક્ષની માત્ર સારી સારી વાતો લોકો સુધી પહોંચાડો તો તમે દેશના ચોથા સ્તંભ તરીકે નિષ્ફળ છો.

મીડિયાનું કામ સારું સારું સારું નહીં સાચું સાચું સાચું બતાવવાનું છે. દેશના લોકો સામે સચ્ચાઈ ઉજાગર કરવાનું, લોકોને જાગૃત કરી હક્ક માટે અવાજ ઉઠાવતા કરવાનું છે. અને લોકોનો અવાજ શાસન સુધી પહોંચાડવાનું છે. કોઈને થતો અન્યાય ઉજાગર કરવાનો છે અને દેશની છબી ખંડિત થતા મુદા ઉપર સુધાર લાવવા લાગતા વળગતા વહીવટકર્તાઓનું ધ્યાન દોરવાનું હોય છે.

પણ થાય છે ઉલટું. આજે જ નહિ વર્ષોથી થતું આવ્યું છે. ગાંધીજીએ ૧૯૩૦માં મીઠા ઉપર ટેક્સ નાબુદી માટે દાંડી યાત્રા કરી, જે તે સમયના મીડિયાએ ગાંધીજીના એક એક કદમને વધુને વધુ ઉજાગર કરવામાં કોઈ કસર છોડી નહોતી. વધુને વધુ ફોટાઓ અને વિડિઓ દ્વારા જોરશોરથી બતાવવામાં આવતું.

મીઠાનો સત્યાગ્રહ
ગાંધીજીએ ૧૯૩૦માં મીઠા ઉપર ટેક્સ નાબુદી માટે દાંડી યાત્રા કરી, જે તે સમયના મીડિયાએ ગાંધીજીના એક એક કદમને વધુને વધુ ઉજાગર કરવામાં કોઈ કસર છોડી નહોતી. વધુને વધુ ફોટાઓ અને વિડિઓ દ્વારા જોરશોરથી  બતાવવામાં આવતું.

મીઠું આમ જનતા માટે કેટલું મહત્વનું! અને આવા અગત્યના મુદ્દે બાપુનો સત્યાગ્ર હતો. દુનિયાએ જાણવો જોઈએ એમ આખું મીડિયા દાંડી યાત્રાને વધુને વધુ જગ્યા આપી કવરેજ કરી રહ્યું હતું. ખુબ સરસ હોવું જ જોઈએ આ કામ તો મીડિયાનું છે, અને તેમણે ખૂબ સરસ રીતે કરી બતાવ્યું.

હવે બીજું એક અગત્યનો સત્યાગ્રહ જોઈએ. ૧૯૨૭ માં ડો.બાબાસાહેબ આંબેડકરના નેતૃત્વ હેઠળ દલિતોએ પાણી પીવાના હક્ક માટે આંદોલન કર્યું… ફરી વાંચો શું લખ્યું છે ?

પીવાના પાણી માટે આંદોલન – મહાડ સત્યાગ્રહ

મહાડ સત્યાગ્રહ

દેશમાં પાણી પીવા માટે આંદોલન કરવું પડે એ વાંચીને, સાંભળીને તમારું અંતર વેદનાથી વલોવાઈ ના જાય તો તમે પણ એ સમયના મીડિયા જેવું કઠિન દિલ લઈને ફરો છો. અને જાહેર જગ્યાએથી પાણી ઉપયોગ ન કરવા દેનાર અંગ્રેજો નોહતા, પણ દલિતોના જ દેશના, દલિતોને જે સ્વધર્મી ગણે છે તે હિંદુ સવર્ણો હતા. ૩૦૦૦ દલિતો ભેગા થઈને બાબાસાહેબના નેતૃત્વમાં મહાડના ચોદાર તળાવમાંથી પાણી પીને વિરોધ નોંધાવ્યો. “અમે પણ તમારી જેમ માણસ છીએ અને અહીંથી પાણી પીવાનો અમારો પણ અધિકાર છે.” આ શાસનને બતાવવા આંદોલન કરવું પડ્યું.

કેટલો અગત્યનો મુદ્દો છે તેમ છતાં કોઈ પણ મીડિયાએ આ ઘટનાને કોઈ કવરેજ ના આપ્યું. કેટલી શરમની વાત છે!! જે દેશમાં પાણી પીવા આંદોલનો કરવા પડે એ દેશનું મીડિયા આવા આંદોલનને કોઈ જગ્યા નથી આપતું.

૨૫ ડિસેમ્બર ૧૯૨૭માં દેશને જાતિ જાતિમાં વહેંચાઈ રેહવાની શીખ આપતું પુસ્તક મનુસ્મૃતિને ડો.બાબાસાહેબે સળગાવ્યું હતું. આ ઘટનાને કોઈ છાપા પત્રિકાએ એને ના ખબર બનાવી કે ના બનવા દીધી.

Annihilation Of Cast – જાત-પાતનો વિનાશ

લાહોરમાં આર્ય સામાજીઓ દ્વારા જાતપાત તોડાક મંડળ બનવાયુ હતું. જેમાં બાબા સાહેબને પણ આમંત્રિત કાર્ય હતા. પરંતુ એમણે લખેલું ભાષણ જોતા જ આર્યસમાજીઓની જાણે મુશ્કેલી વધી ગઈ અને બાબાસાહેબ સામે શરત મૂકી કે તમે આ ભાષણ નહીં વાંચો. અને આ શરત સામે બાબા સાહેબેએ પ્રોગ્રામનો જ બહિષ્કાર કરી દીધો હતો. અને પછી એ ભાષણને annihilation of cast (જાત-પાતનો વિનાશ) નામ આપ્યું અને એને પુસ્તકનું રૂપ આપ્યું. કોઈ પણ મીડિયાએ એને કવર ના કર્યું.

જો કે થવું એ જોઈતું એવું હતું કે annihilation of cast ને સ્નાતક કક્ષાએ ભણવાનું ફરજીયાત કરવું જોઈએ કે જેથી સમાજની અસલી સચ્ચાઈ દરેક વિદ્યાર્થી સુધી પહોંચે. અને જાતિવાદના મૂળ ક્યાં રહેલા છે, એ સમજાય અને દેશની આવી શરમજનક બાબતને ન્યાય આપવા જાગૃત માનવતાવાદી લોકો આગળ આવે. જેથી વિદ્યાર્થીઓ આગળ જતા સારા માનવતાવાદી બની શકે.

હદ તો ત્યારે થાય છે કે, સમગ્ર ગુજરાતના અને મહારાષ્ટ્રથી આવેલા હજારો દલિતો વડોદરામાં ૨૩ સપ્ટેમ્બર “સંકલ્પ દિવસ” ઉજવે તેના ન્યુઝ, ગુજરાતી છાપામાં ના છપાય પણ એક સ્વર્ણ હિંદુ વ્યક્તિને કમાટી બાગમાં મોર્નિંગ વોકમાં તકલીફ પડે, તો એના ન્યુઝ છપાય છે.

આ દેશની મીડિયા ભયંકર ભેદભાવ કરે છે, તેનો આ તાજો જ પુરાવો છે.

सोर्स : The Ambedkar Cartoons 1932 -૧૯૫૬ – જીતેન્દ્ર વાઘેલા નોંધ : નવેમ્બર ૨૦૧૯માં “Enhilation Of cast” અને “Cast In India” નું ગુુુજરાતી અનુવાદ પુસ્તક, શરૂઆત પબ્લિકેશનના માધ્યમથી રજુ થશે.

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.