દલિતો પર થતાં દેશવ્યાપી અત્યાચારો અટકાવવા સુપ્રીમ કોર્ટને એક વકીલની સીધી રજુઆત

Wjatsapp
Telegram

પ્રતિ શ્રી,
ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા,
દિલ્હી.

ભારતીય બંધારણ , આઈ.પી.સી., એટ્રોસિટી એક્ટ, સી.આર.પી.સી.ની જોગવાઇઓનો ભંગ/ઉલ્લંઘન/અવમાનના કરતુ શાસન અને પ્રશાસન ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા બાબત।

ભારતનુ બંધારણ એ ભારત દેશનું ચાલક બળ છે અને લોકશાહીના ચાર સ્તંભ….. કારોબારી, વહીવટીતંત્ર,ન્યાયતંત્ર અને મીડિયા આ ચાર લોકશાહી શાસન પ્રણાલી ના આધાર સ્તંભ છે. જે લોકશાહીની ગરિમાને જાળવવવામાં નિષ્ફળ થતા જોવા મળે છે. દુઃખ સાથે કહેવું પડે છે. દલિતોને યેનકેન પ્રકારે ટાર્ગેટ કરી પોતાની ખુરશી ટકાવી રાખવા કારોબારી સ્તંભ ઘ્વારા બાકીના ત્રણ સ્તંભને નુકશાન કરી રહ્યા છે જે દુભાઁગ્યપૂણઁ અને શરમજનક છે.
ભારત દેશમાં બંધારણને સર્વોચ્ચ સ્થાન આપવામાં આવેલું છે. આ બંધારણની જોગવાઈઓની યોગ્ય જાળવણી ખાતર માન્ય સુપ્રીમ કોર્ટને બંધારણના રખેવાળ તરીકે ભૂમિકાનું સ્થાન આપવામાં આવેલ છે.

 1. આજથી એક વર્ષ પહેલા એક વિધાયક કુલદીપ સેંગર, ઉન્નાવા દ્વારા દલિત છોકરી ઉપર રેપ કરવામાં આવ્યો. આ ભોગ બનનારના પરિવારના સભ્યોએ જીવ ગુમાવ્યો. એકસીડટમા એના સંબંઘીઓ એ પણ જીવ ગુમાવ્યા. આ છોકરીને જીવતી લાશ બનાવી દેવામાં આવી.સુપ્રીમ કોર્ટ ખુદ આ ગંભીરતાની નોંધ લેવી પડી. આનાથી વઘુ દુઃખદ બાબત કઈ હોય! કારણ કે યુપી રાજ્યમાં શાસનકર્તાઓએ જંગલરાજ બનાવ્યું છે.
 2. દલિત અત્યાચારોનું સૌથી મોટું ધામ ઉત્તર ભારત અને તેનું પ્રમુખ રાજ્ય ઉત્તર પ્રદેશ છે. યોગીના યુ.પી.ના મુરાદાબાદ નજીકના રામપુર ગામે દલિત યુવાન કુંવરપાલ સેનેટાઈઝેશનનું કામ કરતો હતો. ખભે ભરાવેલા મશીન સાથે તે ગામની બિનદલિત વસ્તીમાં જંતુનાશક દવાનો છંટકાવ કરતો હતો. અજાણતાં તેના કેટલાક છાંટા ઠાકુર ઘરમાલિક પર પડ્યા. તેના કારણે જાતિનીઔકાતથી ઉકળી ઉઠેલા ચાર ઠાકુરોએ પહેલાં દલિત યુવાનના મોં પર જંતુનાશક દવા નાંખી દીધી અને પછી તેના મોંમાં રેડી દીધી. તેથી આ યુવાન બેભાન થઈ ગયો અને મરણ પામ્યો.
 3. ગુજરાતમાં મોડાસા ખાતે કાજલ નામની છોકરી સાથે ગેંગરેપ કરવામાં આવ્યો. પોલીસ અધિકારી દ્વારા પબ્લિકના રોષના કારણે એફ.આઈ.આર. કરવામાં આવી. ત્યાર બાદ છોકરીની લાશ ઝાડ ઉપર લટકતી મળી આવી. તપાસ દરમ્યાન પોલીસ દ્વારા એવું જણાવવામાં આવે છે કે, ખુબ જ ગંભીર પ્રકારનો રેપ કરવામાં આવ્યો છે અને તે અન્વયેનો રિપોર્ટ રિમાન્ડ સમયે કોર્ટમાં જમા કરાવેલ છે. ત્યારબાદ પોલીસે આત્મહત્યા કરવા મજબુર કરવાની કલમ લગાવે છે(306) અને ત્યારબાદ કોર્ટમાં બીજો રિપોર્ટ જમા કરાવે છે કે આવો કોઈ ગુનો બન્યો નથી અને 700 પાનાની ચાર્જશીટ ફાઈલ કોર્ટમાં જમા કરાવે છે. ફરિયાદીને નોટિસ કાઢ્યા વગર ટ્રાયલ કોર્ટ સમરીમંજુર કરે છે અને આરોપીઓને નિર્દોષ છોડી મુકવાનો ઓડૅર કરેલ છે.
 • કાયદાની જોગવાઈ મુજબ ન્યાયિક કાર્યવાહીમાં ખોટો રિપોર્ટ કરવો એ આઈ.પી.સી ની કલમ (217.218.219) મુજબ ગુનો બને છે. અહીંયા બે રિપોર્ટ પોલીસ દ્વારા જમા કરાવવામાં આવેલ છે. જે ખુદ રિપોર્ટ સાબિત કરે છે કે રાજ્ય સેવક દ્વારા ભ્રષ્ટપૂર્વક કાયદાથી વિપરીત આરોપીઓને બચાવવા ખોટો રિપોટૅ કોટૅમા કરેલ છે.અને એક જ દિવસમાં 700 પાના જજ સાહેબ એ વાંચીને મૂળ ભોગ બનનાર વતી ફરિયાદીને નોટિસ કાઢ્યા વગર સમરી મંજુર કરવામાં આવેલ છે. કારણ એકમાત્ર કે ભોગ બનનાર દલિત છે.
 1. ગુજરાતમાં રાપર,કચ્છ ખાતે એક દેવજીભાઈ મહેશ્વરી એડવોકેટને અમુક અસામાજિક તત્વો એ પોતાનો કેસ લડવાની ના પાડી હતી તેમ છતા વકિલ ઘ્વારા તેમની સામે કેસ લીધો તો અસામાજિક તત્વો ઘ્વારા તેમનુ મડૅર કરી નાંખવામાં આવ્યું.
  શું કોઈ પોતાની ફરજ પણ ના નિભાવી શકે, જો આવું જ રહ્યું તો અસામાજિક તત્વો પોતાની મરજી મુજબ વર્તન કરશે. આજે વકીલ છે, કાલે જજ પણ આમના ટાર્ગેટ હોઈ શકે. લુખ્ખાઓને ડામવા જ રહ્યા. વકીલના પરિવારજનોએ 3 દિવસ લાશ ઉપાડી નહી ત્યાર બાદ 4 દિવસે આરોપીઓની ધરપકડ કરવામાં આવી ત્યાર બાદ એડવોકેટ સાહેબ ની અંતિમ વિઘિ કરવામાં આવી. આ કેસમાં પણ યોગ્ય તપાસ થતી નથી.
 2. હાલમાં ભારત દેશમાં હાથરસના ગેંગરેપને લઈને ખુબ જ દેખાવો કરવામાં આવી રાહ્ય છે. એક છોકરીનો ગેંગરેપ કરી, જીભ કાપી, શરીરના વિવિધ ભાગોનો નાશ કરવામાં આવ્યો અને પોલીસ દ્વારા ઘરવાળાની સંમત્તિ વગર કાયદાની ગરિમા વિરુદ્ધ પોતે જ અગ્નિદાહ આપી પુરાવાનો નાશ કરેલ છે.
  (a) હિન્દૂ સમાજમાં ક્યારેય રાત્રીના સમયે છોકરીને સ્મશાન લઈ જવામાં આવતી નથી કે અગ્નિદાહ કરવામાં આવતો નથી.
  (b) જયારે સાસરીમાં કોઈ સ્ત્રી નું મુત્યુ થાય તોપણ બોડી પિયરવાળાને આપવામાં આવે છે. કારણ કે સ્ત્રી લગ્ન કર્યા પછી સાસરીમાં જાય છે અને છોકરીનો હક્ક સૌપ્રથમ પિયરપક્ષનો રહેલ છે.
  (c) કોઈ સ્ત્રીનું મોત થાય તો રાત્રે PM કરવામાં આવતું નથી, તો તેની નનામીને ઘરવાળાની સંમત્તિ વગર પોલીસ અગ્નિદાહ આપી શકે ?.
  કાયદાની આજ્ઞાનુ ઉલ્લંઘન કરી આરોપીઓને બચાવવા સારું ફરીથી કોર્ટના કહેવાથી PM ના થાય અને પુરાવાનો નાશ થાય તે આશયથી જ બેન મનીષાનો પોલીસ દ્વારા અગ્નિદાહ કરી નાંખવામાં આવ્યો. એ પણ તેલ નાંખીને કરેલી ક્રૂરતા પોલીસ દ્વારા આચરવામાં આવેલ છે, તે અકલ્પનીય છે.
  વધુમાં યુપી પીડિત પરિવારના ઘરના સભ્યોને યુપી સરકાર કોઈ વકીલને મળવા દેતા નથી. વિપક્ષના નેતાને મળવા દેતા નથી.કે મીડિયાને સાચી માહિતી આપતા નથી. ઉપરથી પીડિત પરિવારને નિવેદનો બદલવા પોલીસ દ્વારા દબાણ કરવામાં આવે છે. અને યુપી રાજ્યને એક ગુંડારાજ્ય બનાવી દેવામાં આવેલ છે જે લોકશાહીને નુકશાન કરતા છે.
 • વિકાસ દુબે અને તેમના મિત્રો જયારે પોલીસની હત્યા કરે છે તો તેનું અને તેનું ટીમનું એન્કાઉન્ટર પોલીસ દ્વારા કરવામાં આવે છે.
 • ડૉ. રેડ્ડી ઉપર બળાત્કાર કરવામાં આવે તો હૈદરાબાદની પોલીસ ઘ્વારા 4 આરોપીઓનું એન્કાઉન્ટર કરવામાં કરે છે.
  જયારે કોઈ દલિત ભોગ બનનાર હોય તો તેની જોગવાઈ બંધારણ વિરુદ્ધ જઈ આરોપીઓનો બચાવ કરી ભોગ બનનાર જ દોષિત હોય તેવું વર્તન રાજ્ય સરકારનું જોવા મળે છે.

6. યુપી રાજ્યમાં હાથરસ પછી બલરામપુરા જિલ્લામાં પણ એક 22 વર્ષની યુવતીને કિડનેપ કરી ઇન્જેક્શન આપી ગેગરેપ કરી હત્યા કરવામાં આવેલ છે અને આ કેસમાં પણ પોલીસે અંતિમ સંસ્કાર કરવામાં ઉતાવળ કરીને બનાવને દબાવી દેવામાં આવેલ છે.

 1. બલરામપુર
 2. બાગપત
 3. બુલંદ શહેર
 4. આઝમગઢ
 5. બારા (રાજસ્થાન) માં પણ પછાત સમાજની છોકરીઓ ઉપર રેપ કરવામાં આવેલ છે.

ભારત દેશમાં પહેલાથી જ જાતિ વ્યવસ્થાને ઈશ્વરકૃત માનવામાં આવે છે અને આજ દિન સુધી તેને પાળવામાં પણ આવે છે. સરકાર આવી પ્રથાને નાબૂદ કરવી જોઈએ અને તે મુજબ ના પ્રયત્ન કરવા જોઈએ. જે થતા ન હોય દિવસે ને દિવસે દલિતો ઉપર અત્યાચાર થતા હોય. એટ્રોસિટી એક્ટમાં 2015માં નવા સુધારા કરવામાં આવ્યા છે.આમ દિવસે ને દિવસે પછાત સમાજ ઉપર અત્યાચાર વઘતા રહેલ છે.

દેશમાં દર અઢારમી મિનિટે દલિત અત્યાચારનો એક બનાવ બને છે. દરરોજ બે દલિતોની હત્યા થાય છે. રોજ 10 દલિત મહિલાઓ બળાત્કારનો ભોગ બને છે. અગિયાર દલિતોની મારઝૂડ થાય છે. દર પાંચ દિવસે એક સફાઈ કામદારનું મોત થાય છે. અત્યાચારનાં પ્રકાર, સ્વરૂપ બદલાયાં છે અને ક્રૂરતા વધી છે.

દલિતો પર વિવિધ વિદેશી સંસ્થાઓ કામ કરે છે અને કરતી હતી. તેમાંથી એક “Amnesty Internation” હતી. જેને ભારત સરકાર દ્વારા બંધ કરવામાં આવી છે. આ સંસ્થાએ દાવો કર્યો હતો કે ભારતમાં માનવ અધિકારોમાં ઉલ્લંઘન ને તેઓ પ્રકાશમાં લાવી રહ્યા હતા તેને ધ્યાનમાં રાખીને ભારત સરકાર તેમના પ્રત્યે આકરું વલણ રાખી તેના ખાતાઓ સીઝ કરેલ છે. અને ભારત સરકાર એવો દાવો કરે છે કે વિદેશી સંસ્થાઓ ફંડ અંગેના કાયદાઓનું પાલન ન કરતી હોય તેને માટે કડક કાર્યવાહી કરવામાં આવી છે.

“Amnesty Internation” એક સંસ્થા છે અને તે માનવ અધિકારો અંગે ની આંતરરાષ્ટ્રીય સંસ્થા છે.જેનું વડુમથક UK છે. આવી સંસ્થાને પણ સરકાર હસ્તક્ષેપ કરી બંધ કરાવી દિઘેલ છે.
સુપ્રીમકોર્ટ દ્વારા આ અન્યવે ગંભીરતા લઈ પીડિત, શોષિત સમાજ પ્રત્યે કરુણા દાખવી જે પણ અત્યચારો થાય છે તે બંધ થાય અને બંધારણે બક્ષેલા સમાનતાના અધિકારો મળે તે અન્વયે જાહેરહિતને લઈને યોગ્ય કરવા વિનંતી છે, નહિ તો અમારા જેવા ભણેલા-ગણેલા લોકોએ પણ હાથમાં હથિયાર લઈ પ્રતિકાર કરવાના દિવસો આવશે. જેની ગંભીર નોંધ લેવી અને આવા બનાવો ના બને તે અન્વયે શાસન, પ્રશાસન, પોલીસ અધિકારી તેમજ આરોપીઓ ઉપર તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ.

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

રાજેશ સોલંકી (એડ અને નોટરી)
લક્ષ્મીપુરાના છાપરા, વિજય મિલ સામે, નરોડા રોડ, અમદાવાદ

રાજેશ સોલંકી (એડ અને નોટરી)
લક્ષ્મીપુરાના છાપરા, વિજય મિલ સામે, નરોડા રોડ, અમદાવાદ

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

7 Responses

 1. મુકેશ રોહિત says:

  ખરેખર સાહેબ આપે ખૂબ જ ઉમદા કાર્ય કર્યું છે. આમ જ આપણાં સમાજ માં જાગૃતતા ફેલાવવામાં આવશે અને દરેક વ્યક્તિ આપના જેમ સમાજ માટે પોતાનું યોગદાન આપવા આગળ આવશે. તો બાબા સાહેબ નું જાતિવાદ વિહીન ભારત નું નિર્માણ થશે. અને એમાં જો સર્વોચ્ચ અદાલત ગંભીરતા દાખવી સર્વ સમાજ માટે એક અન્યાય વિરોધી કાયદો બનાવવાની તરફેણ કરે તો અત્યાચારો રોકવા માટે નવો માર્ગ મોકળો થશે.

  અને ફક્ત પછાત વર્ગ ઉપર ના અત્યાચારો પર અંકુશ આવશે.

  આભાર

 2. Kirankumar ADVOCATE says:

  Very nice Raju bhai

 3. ભાવેશ મકવાણા says:

  સાચી વાત છે જો સરકાર સમાનતા ના અધિકાર અને બંધારનીય અધિકાર નું સમાન રૂપ થી પાલન કરાવવા મા નિસ્ફળ જાય તો સુપ્રીમકોર્ટ મા ન્યાય માટે રિટ્ટ કરવી જોઈએ

 4. ખુબજ સારી રજૂઆત છે અને આ હકીકત વજૂદ વાળી પણ છે તેથી સુપ્રીમ કોર્ટ કદાચ સીધે સીધા કોઈ પગલાં ના લે તો પણ આ મુદ્દાઓ ઉપર ન્યાય મેળવવા માટે લડતની યોગ્ય રૂપરેખા તૈયાર કરી દેવી.જોઈએ…
  પાર્થને કહો ચડાવે બાણ, હવે તો યુધ્ધ એક કલ્યાણ…
  હવે રાહ જોવાનો સમય પૂરો થઈ ગયો છે અને ઉપરોક્ત મુદ્દાઓ ઉપર લડત આપવાનો સમય આવી જ ગયો છે હવે છૂટકો જ નથી…

 5. Rajesh parmar says:

  Dalit atyachar rokva cbi tapash karvani suprim court ma mag karvi joie dalit atyachar karva pachhal Kon jawabdar che teni tapash that joie

 6. Sanjay Parmar says:

  ગંભીર લખાણ છે પરંતુ એક ક્રાંતિ ની મિસાલ જેવું કાર્ય વકીલ સાહેબ અને તમારા દ્વારા કરવામાં આવે છે જો સુપ્રીમ કોર્ટ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તો કદાચ ઓછું થશે કેમ હિન્દુઓ ના દિમાગ દલિત માટે ગંદકી j ભરેલી છે. એનું કારણ મારા શબ્દો માં કહું તો, બહુજન સમાજ આર્થિક રીતે સદ્ધર નથી એટલે જ આ બધું આપણને સહન કરવું પડે છે અને સત્તા માં પણ આપણા લોકો ઘણા ઓછા છે.

  મારી વાત કરું તો મને કલ્પેશ વોરા ઘણી વાર motivate કરે છે પણ પરિવાર, નોકરી, ઘર, આ બધું જોઈને ક્યાંક ને ક્યાંક પાછી પાની થાય છે.

 7. Atul Solanki says:

  Wel Dan

Leave a Reply

Your email address will not be published.