નાગાઈ | એક જ વાત, ખેરમોડે, કિર અને જ્યોતિકરે લખી છે. પણ વાંધો તો ફક્ત જ્યોતિકર જોડે જ છે.

Wjatsapp
Telegram

કેટલી હલકી માનસિકતા! સાહિત્યના નામે દલિતો સાથે રમત આદરી છે અમુક અબુદ્ધિજીવી તત્વોએ.

સૌથી પહેલા ચાંગદેવ ભગવાનદાસ ખેરમોડેએ ડૉ. બાબાસાહેબ આંબેડકર વિશે લખ્યું છે. આ ખેરમોડે બાબાસાહેબના અંગત મણસોમાંથી એક હતા. એટલા અંગત હતા કે બાબાસાહેબના સારા ખરાબ પ્રસંગ વખતે પણ ખેરમોડેનો પરિવાર બાબાસાહેબ સાથે રહેતો. તેઓ પણ ડૉ. બાબાસાહેબના ઘર પાસે જ હિંદુ કોલોનીમાં રહેતા હતા. બાબાસાહેબ જીવતા હતા ત્યારે જ તેમણે અલગ અલગ નોંધો કરી હતી. આમ, ખેરમોડેએ 12 વોલ્યુમ જેટલું લખાણ લખ્યું છે. જેમાંથી પહેલો વોલ્યુમ 1952 માં બાબાસાહેબ જીવતા હતા ત્યારે પ્રકાશિત થયો હતો.

ધનંજય કિરેનું ડૉ. બાબાસાહેબનું જીવનચરિત્ર 1954માં પ્રકાશિત થયું.

અને ડૉ. પી. જી. જ્યોતિકરે લખેલ ડૉ. બાબાસાહેબ આંબેડકરનું જીવનચરિત્ર 1995 માં પ્રકાશિત થયું.

ડૉ. પી. જી. જ્યોતિકર પોતે કબૂલે છે કે તેમણે ઘણા બધા પુસ્તકો વાંચ્યા છે, અમુક નવા સંશોધનો કર્યા છે અને ખેરમોડેજીના 12 વોલ્યુમને જ સૌથી વધુ અધિકૃત માન્યા (15 લખે છે પણ ખરેખર 12 જ છે.) અને તેમનો જ આધાર લઈને પોતે બાબાસાહેબનું જીવનચરિત્ર લખ્યું છે.

હવે,
કેટલાંક લોકોની નાલાયકી જુઓ. જે કિરે લખ્યું છે, જે ખેરમોડેએ લખ્યું છે, એ જ જ્યોતિકરે લખ્યું છે. પણ વાંધો ફક્ત જ્યોતિકર સાથે જ છે. કિર અથવા ખેરમોડે સાથે આવા નફ્ફટ લોકોને કોઈ વાંધો નથી.

અને હલકટાઈની હદ તો એ છે કે, જે RSS, BJP, મનુવાદ, બ્રાહ્મણવાદનો આ નફ્ફટ લોકો વિરોધ કરે છે એ જ મનુવાદીઓની જેમ અધૂરી માહિતી મૂકીને બહુજન સમાજને ગુમરાહ કરે છે. અને પોતાના એજન્ડા સેટ કરે છે, ચરિત્રહનન કરે છે.

કિસ્સો ૧ :
એક અબુદ્ધિજીવીએ પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરતાં એક પોસ્ટ બનાવીને અસંખ્ય ગૃપોમાં પોસ્ટ કરી છે. જેમાં ડૉ. પી. જી. જ્યોતિકર દ્વારા લિખિત ડૉ. બાબાસાહેબ આંબેડકર જીવનચરિત્રનું પાના નંબર 32 નો ફોટો પાડીને મુક્યો છે અને સાથે લખ્યું છે,
“પેજ નં ૩૨નો સંદર્ભ પર લખવામાં આવ્યું છે કે ડો. બાબા સાહેબ આંબેડકરના માઁ ભીમાબાઈ નદીમાં સ્નાન કરતા હોય છે ત્યારે એક સન્યાસી તેમની પાસે આવે છે અને તેમની સાથેનો સંવાદ છે. સંન્યાસી પોતાને બાબા સાહેબના માઁ ના પુર્વાશ્રમના જેઠ બતાવે છે.”

પુસ્તકના પેજ નં ૩૨ પર ડો. પી. જી જયોતિર્કર લખે છે કે સંવાદના અંતે આ “સંન્યાસી એક શ્રીફળ, અક્ષત-કંકુ તથા હળદર ભીમાબાઈના ખોળામાં મુક્યા. સર્વ સંન્યાસીઓએ જય જયકાર કર્યા અને ચાલી નીકળ્યા”

ડૉ. પી. જી. જ્યોતિકર લિખિત ડૉ. બાબાસાહેબ આંબેડકરનું જીવનચરિત્ર પાના નંબર 32

પણ, આ માણસ તમને આગલા પાનાનો, એટલે કે પાના નંબર 31નો ફોટો નથી આપતો. કેમ નથી આપતો? કારણ કે પાના નંબર 31 નો ફોટો આપે તો આ ભાઈએ તમને લોકોને જ્યોતિકર વિશે ગુમરાહ કરવા છે એ રીતે ગુમરાહ ના કરી શકાય. હું તમને ફોટો આપું છું. વાંચો પાના નંબર 31ની છેલ્લી બે લીટી.
“મહાપુરુષોના જન્મ વિશે “ચમત્કાર” આણવો તે માનવ સ્વભાવની ખૂબી છે. ભીમરાવ આંબેડકર વિશે પણ એક વાર્તા છે.”

ડૉ. પી. જી. જ્યોતિકર લિખિત ડૉ. બાબાસાહેબ આંબેડકરનું જીવનચરિત્ર પાના નંબર 31

શુ છે? વાર્તા છે. પણ શું પેલાએ આ પાનાનો ફોટો શેયર ના કર્યો. આ બે લીટી પછી તરત 32 નમ્બર પેજ આવે છે એટલે આ જ્યોતિકર દ્વેષી માણસે આ બે લીટી વાંચી જ ન હોય એમ તો કઈ રીતે બને?

હવે તમને એમ થાય કે, જ્યોતિકરે આવી વાર્તા લખવાની શી જરૂર?
તો એ સવાલ ધનંજય કિરને પણ કરવો જોઈએ ને? ધનંજય કિરને સવાલ નહિ અને જ્યોતિકરને જ સવાલ? શુ કારણ? પૂર્વગ્રહ? કે પછી બહુજન મુવમેન્ટના નામે તમારી નાગાઈ?
હું કીરના બે પાના અહીં મુકું છું. તમે જાતે વાંચો. પાના નંબર 11 પર કિર પણ એમ જ કહે છે કે,
“આ જીવનકથાના નાયક ભીમરાવના જન્મ સાથે એક કથા જોડાયેલી છે. આ કથા એટલી જ વિચિત્ર અને છતાં મહત્વની છે, જેટલી મહાન ગૌતમ બુદ્ધની માતાએ સગર્ભાવસ્થા દરમિયાન જોયેલા એક સ્વપ્નના સાંકેતિક અર્થઘટન સાથે જકડાયેલી છે.”
અને પાના નંબર 11 અને 12 પર આખી એ જ વાર્તા છે જે જ્યોતિકરે લખી છે.

ધનંજય કિર લિખિત ડૉ. બાબાસાહેબ આંબેડકર જીવન અને કાર્ય પાના નંબર 11
ધનંજય કિર લિખિત ડૉ. બાબાસાહેબ આંબેડકર જીવન અને કાર્ય પાના નંબર 12

વધુ બે લેખકો ડૉ. ડી. આર. જાટવ (ડૉ. બાબાસાહેબ પર સૌ પ્રથમ Phd કરનાર) અને પંડિત શ્રી ચંદ્રિકાપ્રસાદ જિજ્ઞાસુના પુસ્તકોના ફોટા આપું છું. એ પણ આને એક કથા, વાર્તા, માન્યતા તરીકે જ ઉલ્લેખ કરે છે.

ધનંજય કિરે પણ આને એક કથા તરીકે ઉલ્લેખ કર્યો છે, અને અન્ય લેખકોએ પણ આ જ લખ્યું છે. નવાઈની વાત એ છે કે આ બધા લેખકોમાંથી અમુક જ્યોતિકર પહેલા લખેલું છે તો અમૂકે જ્યોતિકર બાદ લખ્યું છે અને તોય કેટલાંક નફરત ફેલાવનાર નફ્ફટ લોકોને ફક્ત જ્યોતિકરથી જ પ્રોબ્લેમ છે. એમણે જ્યોતિકર માટે પોતાના મનમાં જે ઝેર ભરી રાખ્યું છે એટલે આ લોકો જ્યોતિકરને જ ટાર્ગેટ કરે છે, કિરને કે બીજા કોઈ લેખકને નહિ.

કિસ્સો 2 : જેમાં ડૉ. પી. જી. જ્યોતિકરના પુસ્તકનો પાના નંબર 30 નો ફોટો મુક્યો છે. અને બહુજન વિચારધારા લેખક અને સંઘ વિચારધારા લેખકનો ફરક સમજવા કહ્યું છે.

ડૉ. પી. જી. જ્યોતિકર લિખિત ડૉ. બાબાસાહેબ આંબેડકરનું જીવનચરિત્ર પાના નંબર 30

હું તમને ધનંજય કિર અને ચાંગદેવ ખેરમોડે બન્નેના પુસ્તકનો ફોટો આપું છું.

ચાંગદેવ ખેરમોડે લિખિત બાબાસાહેબ આંબેડકના વોલ્યુમમાંથી વોલ્યુમ 1
ધનંજય કિર લિખિત ડૉ. બાબાસાહેબ આંબેડકર જીવન અને કાર્ય (મરાઠી)

તો હે બહુજન વિચારધારા ઠેકેદારો,
ડૉ. પી. જી. જ્યોતિકરે જે લખ્યું એ જ બાબત ધનંજય કિર અને ચાંગદેવ ખેરમોડેએ પણ લખી છે. તો જ્યોતિકર એકલાથી કેમ વાંધો કેમ? બાકી બે જોડે કેમ નહિ? ચાંગદેવ ખેરમોડે બાબાસાહેબ સાથે વર્ષો સુધી રહ્યા એ પણ સંધી વિચારધારાવાળો લેખક છે? ધનંજય કિરને બાબાસાહેબે પોતાનું જીવનચરિત્ર લખવાની પરમિશન આપી હતી. તો શું કિર પણ સંધી વિચારધારાવાળો હતો? હવે આ બેને પણ સંઘના સર્ટિફિકેટ આપશો?

તમે ભાજપ-કોંગ્રેસમાં નથી ગયા એટલે બહુજનવાદી થઈ ગયા? આ છે તમારી મૈત્રીવાન ચર્ચા? સામાન્ય માણસ કરતાં 4 ચોપડીઓ વધારે વાંચી એટલે લોકોનું ચારિત્રહનન કરવાનું? અધૂરા સત્યો મૂકીને બહુજન મુવમેન્ટના નામે સમાજમાં ઝેર રેડવાનું? તમારા પૂર્વગ્રહો સમાજ પર ઠોકી બેસાડવાના? તો બ્રાહ્મણો અને તમારામાં ફરક શુ રહ્યો? બ્રાહ્મણોએ પણ મનમુજબ લખાણો લખ્યા, મનમુજબ અર્થઘટનો કર્યા. તમે પણ આ જ કરી રહ્યા છો ને?
સાવ, આવી નીચતા!!

સવાલનો જવાબ જોઈએ તો એક પોસ્ટ કરો, અને કોમેન્ટમાં એમને ટેગ કરો. ફોન કરો, વહોત્સએપ કરો. કોઈને બદનામ કરવાની એક પોસ્ટ બનાવી અસંખ્ય જગ્યાએ પોસ્ટ કરવાનો શુ મતલબ? શુ તમને દરેક પોસ્ટમાં જઈને જવાબ આપવાનો? આમાં સવાલનો જવાબ માંગવાની દાનત નથી દેખાતી પણ તમારી નાગાઈ પ્રગટ થાય છે.

ફરી એકવાર કહું છું,
“સાહિત્યમાં ભૂલ બતાવો, ફાલતુ બાબતો લખીને કોઈનું ચરિત્રહનન ના કરો.”

તમારી હેસિયત હોય તો પી. જી. જ્યોતિકરને ફોન કરીને તેમના લખાણોમાં ભૂલ બતાવજો. બરાબર જવાબ મળશે.
ડૉ. પી. જી. જ્યોતિકરનો નમ્બર 95377 60691
ડૉ. અમિત જ્યોતિકરનો નમ્બર 79840 24247

નવા વાચકવર્ગ અને યુવાનો માટે:

જીવનચરિત્ર જે તે લેખકની વ્યક્તિગત આવડત, સમજણ, સંશોધન પર લખાતું હોય છે. કોઈની ભાષા સારી, કોઈક તથ્યો સારા મૂકે, કોઈ માર્કેટિંગ સારું કરે. તમારે હંમેશા સાહિત્યને સાહિત્યની રીતે મુલવવાની. મેં કિશોર મકવાણા, સુનિલ જાધવ, નગીનદાસ નગીનદાસ સંઘવી, વિગેરેનો વિરોધ કર્યો ત્યારે ક્યારેય મે તેમની પર વ્યક્તિગત આક્ષેપ નથી કર્યા. અને તમારે પણ ક્યારેય કરવા નહીં. આપણને તો સાહિત્યથી મતલબ. દરેકને પોતાની પર્સનલ લાઈફ જીવવાનો હક છે. દરેકને પોતાની અલગ વિચારધારા અપનાવવાનો હક છે. દરેકને અલગ પાર્ટી, અલગ સંગઠન પસંદ કરવાનો હક છે. જે વ્યક્તિ ભાજપ, કોંગ્રેસમાં નથી જોડાયા એ લોકો સાચું લખે છે, એવી કોઈ ગેરેન્ટી નથી હોતી. લખાણોને લખાણની રીતે જ મુલવો. કોઈપણ જાતના પૂર્વગ્રહમાં પડશો નહિ. નહિ તો આજે જે વ્યક્તિ પર મારે આર્ટિકલ કરવો પડ્યો છે એની જેમ તમે પણ ભોંઠા પડશો. અને કેટલાંય પુસ્તકો વાંચશો, શીખી કાંઈ નહિ શકો.

ડૉ. બાબાસાહેબ આંબેડરે “બુદ્ધ અને તેમનો ધમમ” પુસ્તક જે લખ્યું છે તેમાં પણ બુદ્ધના જન્મને લઈને આવી વાર્તા છે જ. બ્રાહ્મણોએ સ્વપ્નનો મતલબ બતાવ્યો, એવી વાર્તા છે જ. તમે શું કહેશો? બાબાસાહેબે બુદ્ધનું બ્રાહ્મણીકરણ કર્યું? નહિ ને? તો પી. જી. જ્યોતિકર, ધનંજય કિરે એક પ્રચલિત વાર્તા લખી તો બાબાસાહેબનું બ્રાહ્મણીકરણ કેવી રીતે થાય?

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

મેં કેટલીય વાર કહ્યું છે,
અને આજે ફરીવાર કહું છું,
“બહુજન મહાપુરુષોને તેમના પોતાના લખાણોમાં વાંચો, તેમના લખાણોથી જાણો.”
નહિ તો આજે જે દ્વેષભાવથી જ્યોતિકરને બદનામ કરી રહ્યા છે એ રીતે કાલે બીજા કોઈને કરશે અને તમે તમારા બહુજન મહાપુરુષોને ક્યારેય મૂળ રૂપે જાણી જ નહીં શકો.

✍️ કૌશિક શરૂઆત

નોંધ : દિવસ રાત મનુવાદ મનુવાદ એટલું બધું પણ ના કરો કે, તમે પોતે પણ પોતાના જ ભાઈઓ પર મનુવાદી હથકંડા અપનાવતા થઈ જાવ. મનુવાદી દલિતો મુર્દાબાદ.

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

2 Responses

  1. વિનોદ પરમાર says:

    ખૂબ સુંદર રીતે છણાવટ કરી લોકોનો ભ્રમ દૂર કર્યો….ખૂબ ખૂબ અભિનંદન કૌશિકભાઈ

  2. તટસ્થતા ની પરાકાષ્ઠા એટલે કૌશિક શરૂઆત.

Leave a Reply

Your email address will not be published.