ઈતિહાસ | એટ્રોસિટીનો કાયદો કેવી રીતે બન્યો?

need-of-sc-st-act-scheduled-cast-scheduled-tribe-act
need-of-sc-st-act-scheduled-cast-scheduled-tribe-act
Wjatsapp
Telegram

બંધારણ અમલમાં આવ્યું તેની પહેલા ન્યાય અને સજા જાતિ અનુસાર થતાં તે આપણે જાણીએ છીએ. વિશ્વવિભુતિ, પ્રજ્ઞાસુર્ય અને ભારતરત્ન ડૉ.બાબાસાહેબના અથાગ પ્રયત્નો થકી ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ બંધારણ અમલમાં આવતા ન્યાય અને સમાનતા મળી. બંધારણના જ આર્ટીકલ ૧૭(સમજવા માટે “કલમ” સમજી શકો) મુજબ “અસ્પૃશ્યતા નાબુદ થઈ છે અને ભારતમાં તેનો અમલ દંડનીય ગુનો બને છે.”

આમ “આર્ટીકલ ૧૭” નો અમલ થાય તે માટે કાયદો બનાવવાની પ્રકિયા ચાલું થઈ. ત્યારે તેનું નામ ” અસ્પૃશ્યતા પાલન કે એનાથી પેદા થનારી અસમર્થતાનું બળજબરીપૂર્વક પાલન કરાવવાના વિરુદ્ધ દંડ માટેનું વિધેયક “હતું. તે સમયે ઈ.સ.૧૯૫૪માં બાબાસાહેબ રાજ્યસભાના સાંસદ હતા. આ બિલ પર રાજયસભામાં ૧૬ સપ્ટેમ્બર, ૧૯૫૪માં ચર્ચા થઈ, તેમાં બાબાસાહેબ આંબેડકરએ કહ્યું ” આ વિધેયકનું નામ ખૂબ લાંબુ છે, તેમજ તે ધણું ભદ્દુ અને ખરાબ લાગે છે. આ વિધેયકનું નામ નાગરિક અધિકાર સંરક્ષણ અધિનિયમ હોવું જોઈએ.” આ કાનુન ૬ મે,૧૯૫૫ના રોજ “નાગરિક અધિકાર સંરક્ષણ કાનુન-૧૯૫૫” લોકસભામાં પસાર થયો.

બાબાસાહેબના મતે આ કાયદો મોળો હતો. પરીણામે તે અસરકારક નિવડ્યો નહિ. અસ્પૃશ્યતા તેના વિકરાળ સ્વરૂપે ચાલું રહિ. લોકસભાના પ્રતિનિધિઓ અને વિવિધ સંસ્થાઓ દ્વારા કડક કાનુનની માંગણી થતા અસ્પૃશ્યતા અને આ વર્ગના આર્થિક,શૈક્ષણિક વિકાસની તપાસ કરવા તા. ૨૭-૪-૧૯૬૫ના દિવસે “ઈલાય પેરૂમલ”નામના સાંસદની અધ્યક્ષતામાં સંસદીય કમિટિની રચના કરવામાં આવી. આ કમિટીનો રીપોર્ટ ૩૦-૧-૧૯૬૯ના દિવસે આવ્યો. તે મુજબ ” નાગરિક સંરક્ષણ ધારા-૧૯૫૫” માં વિવિધ સુધારાઓ સુચવ્યા.

“નાગરિક સંરક્ષણ ધારા-૧૯૫૫”માં વિવિધ સુધારાઓ કરીને સુધારેલો કડક કાયદો ૧૯ નવેમ્બર, ૧૯૭૬થી અમલમાં આવ્યો.

અંતે અત્યારે આપણે જેને ” એટ્રોસીટી એક્ટ” કહીએ તે “અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ અત્યાચાર નિવારણ કાનુન-૧૯૮૯”નો કડક કાયદો બન્યો જે ૩૦-૧-૧૯૯૦ના રોજ લાગું થયો.

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

આમ આપણો ” કવચ-કુંડલ” સમાન રક્ષણ કરતો આ કાયદો ભારે સંઘર્ષો અને વર્ષોની લડતથી મળ્યો છે, તો તેને જાણીએ તેનું સંરક્ષણ કરીએ અને તેનો દુરુપયોગ ના કરીએ તેવી આશા સહ…..

પુસ્તક :- SC ST ACT
લેખક:- ડૉ. કલ્પેશ વોરા.
આર્ટિકલ સંકલન:- ભાવિન પરમાર..!!
—–જય_ભીમ…!!

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

2 Responses

  1. Chandrakant Jadav says:

    Sharuaat always try to give very useful information.

    • Sharuaat says:

      આપના કિંમતી રીપ્લાય બદલ ખૂબ-ખૂબ આભાર, આર્ટિકલ્સ સ્પ્રેડ કરતા રહેજો ને વધુ અપડેટ માટે વેબસાઈટની મુલાકાત લેતા રહેજો

Leave a Reply

Your email address will not be published.