કોરોના જામીન | લોકડાઉન ભંગમાં એક પણ રૂપિયો આપ્યા વગર 24 કલાકમાં મળે છે જામીન

Wjatsapp
Telegram

આટલી કાયદાકીય જાણકારી ખાસ ધ્યાનમાં રાખો.

૧) લોકડાઉનના અનુસંધાનમાં ગુજરાતના તમામ જિલ્લા/તાલુકા પોલીસ એક સરખા પ્રકારની કલમો હેઠળ જ કેસ રહી છે.

૨) પોલીસે તમારી ઉપર સાચો કેસ કર્યો હોય કે (તમારા માનવા મુજબ) ખોટો કેસ કર્યો હોય, એકવાર કેસ થાય એટલે ફરજિયાત જામીન લેવા પડે છે.

૩) પકડાયેલા દરેક વ્યક્તિને પોલીસ સ્ટેશનેથી જ ફરજિયાત જામીન મળવાપાત્ર છે. કોર્ટમાં લઈ જવાની જરૂર નથી તેમજ જામીન માટે કોઈના ફોન કરાવી ભલામણ કરવાની જરૂર નથી

૪) વ્યક્તિને પકડીને તરત જામીન આપવા ફરજીયાત નથી, પરંતુ કાગળ ઉપર તમારી સહી લીધી હોય એટલા વાગ્યાથી 24 કલાકમાં પોલીસે તમને ફરજિયાત જામીન આપવા પડે. એમાં કોઈની ભલામણ કે લાગવગ કે ફોન કરવાની કે ભાઈશાબ બાપા કરવાની જરૂર નથી.

૫) જામીન આપવામાં પોલીસને પૈસા આપવાની જરૂર નથી. જામીન માટે કોઈ દંડ ભરવો પડતો નથી કે જામીન પેટે રોકડ આપવાનો નિયમ નથી.

૬) જામીન કરવા માટે કોઈ પોલીસ તમારી પાસે પૈસા માંગે એ ભ્રષ્ટાચાર છે, તેમજ તમારી સરળતા માટે તમે પોલીસને પૈસા આપો એ પણ ભ્રષ્ટાચાર છે.

૭) હાલમાં થઈ રહેલા તમામ કેસો મુખ્યત્વે જાહેરનામાભંગના કેસો છે, અને લોકડાઉન પછી આ કેસો અંગે વિગતવાર માર્ગદર્શન આપીશ.

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

૮) હાલમાં તો પોલીસને સહકાર આપો, ઘરે રહો, બિનજરૂરી બહાર ન નીકળો, અફવાઓ ન ફેલાવો.

૯) ફરી એકવાર યાદ રાખો કે પોલીસે તમને 24 કલાકમાં ફરજીયાત જામીન ઉપર છોડી મુકવા પડે એવો હાલમાં કાયદો છે. પરંતુ કોરોના હોવાના કારણે મહત્તમ સાતથી આઠ કલાકમાં છોડી દેવા જોઈએ. કોઈ ભલામણની જરૂર નથી.

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *