ક્રાંતિકારી : લલઈ સિંહ યાદવ (ઉત્તરભારતના પેરિયાર)

ક્રાંતિકારી : લલઈ સિંહ યાદવ (ઉત્તર ભારતના પેરિયાર )
Wjatsapp
Telegram

૧ સપ્ટેમ્બર ૧૯૧૧ -મૃત્યુ ૭ ફેબ્રુઆરી ૧૯૯૩.
જયારે આખા સમાજના ઉત્થાન માટેની વિચારણા થઇ રહી હોય ત્યારે કોઈ એક દ્રષ્ટિકોણથી વિચારીને આખા સમાજ સમૂહને એક જ તરફની લડાઈ કે જાગૃતિ બાબતે ચિંતિત બનાવવાની જગ્યાએ, ૩૬૦ ડિગ્રી એટલે કે અનેક દ્રષ્ટિકોણથી વિચારતા રહેવું જ પડે.ક્યાંક ઉગ્રતાની જરૂર હોય તો ક્યાંક શાલીનતા દેખાડવી પડે ક્યાંક બળવાન બનવું પડે તો ક્યાંક ચિંતક પણ બનવું પડે. ક્યાંક કટ્ટરતા તો ક્યાંક મળતાવળા બની ને એનેક દ્રષ્ટિકોણથી વિચારી અનેક રસ્તે જાગૃતિ, અન્યાયનો વિરોધ અને હક્ક મેળવવાની દિશામાં આગળ વધવા આખા સમૂહ ને જોતરવો રહ્યો.
અહીં એવા એક ચિંતક જેમના નામની ખુબ ઓછી ચર્ચાઓ થતી જોવા મળે છે એવા કરંતિકારી લલઈ સિંહ યાદવ જેમને શોષિતો ,પીડિતો ના ઉત્થાન માટે સાહિત્યનો સહારો લીધો, અને બીજા પેરિયાર કહેવાયા.
લલઈ સિંહ યાદવ નો એક ખેડૂતના ઘરે જન્મ થયો હતો, ફોરેસ્ટ ગાર્ડ તરીકે નોકરી કરી અને સશસ્ત્ર પોલીસ કંપનીમાં હેડકોન્સ્ટેબલ બન્યા.નોકરી દરમ્યાન અભ્યાસ ચાલુ રાખી ૧૯૪૬માં પોલીસ અને આર્મી સંઘ ગ્વાલિયર અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા.
વૈચારિક વ્યક્તિત્વ ના માલિક લલઈ સિંહ ચાલુ નોકરીમાં પણ અન્યાય ને નોંધતા રહેવાનું અને વિરોધમાં આવાજ બનવાનું ચુકે એમ હતા નહીં. એમને એ સમય દરમ્યાન “સિપાહી કી તબાહી ” પુસ્તક લખ્યું,જે પુસ્તકે કર્મચારીઓ ને ક્રાંતિ માટે અગ્રેસર બનાવી દીધા,એમને ગ્વાલિયર રાજ્યની આઝાદી માટે નોકરિયાતો ને સંઘઠિત કરીને પોલીસ અને ફોજમાં હડતાલ કરાવી દીધી.
એમને જવાનો ને કહ્યું
બલિદાન ન સિંહ કા હોતા હે,
બકરે બલી બેદી પર લાયે ગયે,
વિષ ધારી કો દૂધ પિલાયા, કેચૂર કટિયા મેં ફસાયે ગયે,
ના કાટે ટેઢે પાઇપ, સીધો પર આરે ચલાયે ગયે,
બળવંકા કા બાલ ના વાંક ભય, બળહીન સદા તડપાયે ગયે,
હમે રોટી કપડાં મકાન ચાહિયે.

વૈચારિક ચેતના પ્રગટતા એમને મન બનાવી લીધું હતું કે દુનિયામાં માનવતા ધર્મ જ સૌથી શ્રેષ્ટ ધર્મ છે. એમનું કહેવું હતું કે સામાજિક અસમાનતાનું મૂળ વર્ણ વ્યવસ્થા,જાતિ વ્યવસ્થા ,શ્રુતિ,પુરાણ વગેરે ગ્રંથોના કારણે જ પ્રવર્તમાન છે.સામાજિક અસમાનતા નો નાશ સમાજ સુધારા થી નહીં થાય કારણ કે સામાજિક અસમાનતા નો ભેદ તો શાસ્ત્રો માં જ વણી લેવામાં આવ્યો છે.એટલે શાસ્ત્રો ને ખુલ્લા પાડવાનો એમને નિર્ણય લઇ લીધો.
૧૯૨૫ થી ૧૯૫૩ સુધી માં એમની માતા પત્ની પુત્રી અને પિતા મૃત્યુ પામ્યા તેઓ એક જ સંતાન હોવાથી એકલા રહી ગયા અને ક્રાંતિકારી સુધારાવાદી સમાજ ચિંતક હોવાના કારણે એમને બીજા લગ્ન નહિ કરી પોતાની બાકીની જિંદગી સમાજ ના નામે કરી દીધી.
વિચાર અને એના પ્રસારનું સૌથી મોટું માધ્યમ લઘુસાહિત્ય જ છે, એ એમની સમજમાં આવ્યું. એમને સાહિત્ય પ્રકાશન તરફ ખુબ ધ્યાન આપ્યું, એ અરસામાં તેઓ દક્ષિણ ભારતના ક્રાંતિકારી પેરિયાર એ.વી રામાસ્વામી નાયકર સાથે એમની ઉત્તરભારત ની મુલાકાત સમયે સંપર્ક આવ્યા. “રામાયણ એ ટૂ રીડિંગ” નો ખુબ પ્રસાર પ્રચાર કર્યો ૧૯૬૯ માં પેરિયાર રામાસ્વામી ની સચીરામાયણ હિન્દીમાં છાપીને એમના પ્રસાશને ઉત્તરભારત પૂર્વ અને પચ્છિમ માં ખળભળાટ મચાવી દીધી. અને એજ વર્ષ માં યુ.પી સરકારે એ પુસ્તક જપ્ત કરવાનો આદેશ આપી દીધો સરકારનું માનવું હતું કે આ પુસ્તક ધાર્મિક માન્યતાઓ નું જાણીજોઈને અપમાન કરે છે અને જનસમુદાય ની ભાવનાઓ ને ઠેસ પહોંચાડે છે.
આ આદેશના વિરુદ્ધ માં લલઈ સિંહ યાદવે અલ્હાબાદ કોર્ટ માં પિટિશન કરી ત્રણ જજો ની સ્પેશિયલ બેન્ચ બનવવામાં આવી અને ત્રણ દિવસની સુનવાઈ બાદ સચીરામાયણ ને જપ્ત કરવાના સરકારના આદેશ ને કોર્ટે ખારિજ કર્યો.
સચીરામાયણ નો મામલો હજુ શાંત થયો નહોતો ત્યાં સરકારે ૧૯૭૦ માં એક બીજું પુસ્તક “સંમ્માન કે લિયે ધર્મ પરિવર્તન કરે” (જેમાં ડો,બાબા સાહેબ ના કેટલાક ભાષણ હતા) અને “જાતિ ભેદ કે વિચ્છેદ” સરકારે જપ્ત કરી લીધી,

એમાં પણ બનવારીલાલ યાદવ વકીલ ની મદદ થી પુસ્તક જપ્તી માંથી મુક્ત કારવ્યું,
એ પછી ૧૯૭૩માં લલઈ સિંહ નું પુસ્તક “આયુકા નૈતિક પોળ પ્રકાશ ” પુસ્તક ઉપર કેસ થયો જે કેસ તેઓ જીવ્યા ત્યાં સુધી ચાલ્યો.

શોષિતો પર ધાર્મિક ડકૈતી ,
શોષિતો ઉપર રાજનીતિક ડકૈતી ,
અને સામાજિક વિસમતા કૈસે સમાપ્ત હો એવી ત્રણ ક્રાંતિકારી પુસ્તકો લખી.

સાહિત્ય પ્રકાશન માટે એમને એક પછી એક ત્રણ પ્રકાશન ખરીદ્યા,શોષિત અને પછાતો માં સન્માન જગાવવા ,અજ્ઞાનતા અંધવિશ્વાસ જાતિવાદ અને બ્રાહ્મણવાદી પરંપરાઓને તોડી પાડવા આખું જીવન લઘુ સાહિત્ય ની ધૂનમાં લગાવી દીધું.

સુપ્રીમ કોર્ટમાં સચીરામાયણ ના કેસ માં પણ એમની જીત થઇ,
બાબા સાહેબ આંબેડકરની ૧૪ ઓક્ટોબર ૧૯૫૬ની બૌદ્ધ ધર્મ અપનાવવાની ઘોષણાથી તેઓ ખુબ આનંદિત અને એમની સાથે જ બૌદ્ધ ધર્મ અપનાવવા ઉત્સાહિત હતા, નાદુરસ્ત તબિયત ના કારણે તેઓ ત્યારે હાજરી આપી શક્યાં નહીં અને ૧૯૬૭ માં કુશીનગજ જઈને એમને બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો.,
પછી જાહેરાત કરી કે

“હું આજથી મનુષ્ય છું, હું ફક્ત લલઈ છું, હવે હું કુંવર, સિંહ, યાદવ, ચૌધરી વગેરે જાતિઓ અને એની માન્યતાઓ થી મુક્ત છું”,
૧૯૭૩માં પેરિયાર રામાસ્વામીનું મૃત્યુ થયું. એમના નિર્માણ બાદ એમની યાદમાં સ્મૃતિ સભા કરવામાં આવી, જેમાં દુનિયાના મહાન ચિંતકો આવ્યા હતા અને એમના વિચારો રાખ્યા હતા. લલઈ યાદવે પણ પોતાનો વિચાર પ્રગટ કર્યા. તેઓ મિથ્યા ધર્મ અને સંસ્કૃતિ ઉપર એવી જ રીતે પ્રહાર કરતા હતા જાણેકે તેઓ ખુદ રામાસ્વામી પેરિયાર નું બીજું રૂપ હોય.અને એમના વક્તવ્યથી પ્રભાવિત થઇ ને સ્મૃતિ સભામાં હાજર કેટલાયે સભ્યો બોલી ઉઠ્યા અમને આમારા પેરિયાર મળી ગયા.આજ થી અમારા આ નવા પેરિયાર છે , પેરિયાર લલઈ, અને ત્યારથી લલઈ યાદવ, પેરિયાર લલઈ કહેવાયા,સાથે સાથે તેઓ ઉત્તરભારત ના પેરિયાર પણ કહેવાયા.
સાહિત્ય ના સહારે શોષિત સમાજ ને જાગૃત કરવાના એમના યોગદાન ને સમાજ કાયમ યાદ રાખશે એવા પેરિયાર લલઈ આ દુનિયા માંથી ૭ ફેબ્રુઆરી ૧૯૯૩ ના રોજ વિદાઈ લઇ ગયા.
એમના ક્રાંતિકારી વિચારો અને સાહિત્ય ની ધગસ ને પ્રણામ,

Jitendra Dinguja 01
જીતેન્દ્ર વાઘેલા. 9924110761

You may also like...

Leave a Reply

Your email address will not be published.