મુવમેન્ટ | OBC જાગે, પોતાનો હક માંગે

Wjatsapp
Telegram

બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર

આ શુદ્ર એટલે હિંદુ ધર્મ શાસ્ત્રો પ્રમાણે ઉપરના ત્રણેય વર્ણની સેવા જ કરવાની. લુહાર, સુથાર, કુંભાર, પશુપાલક, ખેડૂત, વિગેરે એમ મહેનત કરીને કમાનારો માણસ.
આજનો મોટેભાગે ઓબીસી માણસ.

ઓબીસીને એટલે જ આજે ક્યાંય પ્રતિનિધિત્વ નથી આપવામાં આવતું.
1) પ્રધાનમંત્રી, નાણામંત્રી, વિગેરે
2) સુપ્રીમ કોર્ટ જજ, હાઈ કોર્ટ જજ, વિગેરે
3) કેન્દ્રીય યુનિવર્સીટીઓમાં પ્રોફેસર, એસોસીએટ પ્રોફેસર, વિગેરે
4) કેન્દ્ર, રાજ્યમાં મુખ્ય સચિવો, વિગેરે
5) કલેકટર, માલતદાર, વિગેરે
6) હજારો કરોડોની લોનમાંફી લેનારા,
7) ભારતના મુખ્ય મંદિરના પૂજારીઓ,
8) મુખ્ય છાપાઓ, મુખ્ય ન્યુઝ ચેનલ ગણાતા હોય તેેના માલિક અને એડિટરો,
9) યુનિવર્સીટીઓ વીસીઓ,
10) રાજ્યોના રાજ્યપાલો,
અને…
તમે સમજ પડે એટલું લિસ્ટ બનાવતા જાવ

અને ચેક કરો કે કેટલા ઓબીસીને સ્થાન મળ્યું છે?
તેમનો હક મળ્યો છે?
તેમનો ભાગ મળ્યો છે?

હિંદુ ધર્મના નામે એકતા ફક્ત વોટ અને વિધર્મીઓ સામે લડવા જ કરવાની? જ્યારે સત્તા, સંપત્તિ અને શિક્ષણની વહેંચણી કરવાની હોય ત્યારે ઓબીસીને કેમ તેની વસ્તી પ્રમાણે ભાગ નથી મળતો? ઓબીસીની લગભગ 54% થી 60% વસ્તી છે અને તોય કેન્દ્ર અને રાજ્ય સરકારોના મંત્રી મંડળમાં ઓબીસીને યોગ્ય ભાગીદારી કેમ નથી મળતી?
38% વોટ શેયરથી ભાજપ પૂર્ણ બહુમત સરકાર બનાવી શકતી હોય તો 60% ઓબીસી ધારે તો શુ ના કરી શકે?

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

હિંદુ ધર્મ બચાવવા ઓબીસી જેટલી મહેનત કરે છે, એટલી મહેનત બીજો કોઈ વર્ગ નથી કરતો. તો આ દેશના સાધન, સંસાધનમાં વસ્તી પ્રમાણે ભાગીદારી પણ મળવી જોઈએ ને?

આજે જ્યારે હિંદુત્વના નામે પૂર્ણ બહુમત સરકાર છે તો ઓબીસીની વસ્તી ગણતરી કરી તેના આંકડા કેમ જાહેર કરવામાં આવતા નથી? ઓબીસીને તેની વસ્તી પ્રમાણે ભાગીદારી આપતા કોણ રોકે છે? પાકિસ્તાન? ઈટલી? ચીન? કે પછી આ દેશના અંદરના જ લોકો?

– કૌશિક શરૂઆત

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

1 Response

  1. LAXMANBHAI SUNDHA says:

    ઓબીસી વર્ગ ના લૉકૉ આવનારી પૅઢી ના ભવિષ્ય માટૅ અંધવિશ્વાસ , પાખંડવાદ નૅ જાકારો આપવો પડસૅ સાસન પરસાસન મા વસ્તી નૅ આધારે ભાગીદારી લૅવી પડસૅ કહેવાતા ધાર્મીક લોકો ની ચાલબાજી થી ઉપર ઉઠીનૅ ભારત દેશના સામાજિક વિકાસ માટૅ અવાજ ઉઠાવવો પડસૅ ઓબીસી વર્ગ નૅ હરેક શૅતરૅ બરાબરી કરવી પડશૅ સામાજિક કરાંનતિ કરવી પડસૅ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *