રાજનીતિ | કોંગ્રેસે OBC, ST, SC નો એકડો કાઢી નાંખ્યો. કોંગ્રેસના 11 સવર્ણો કરશે પરિસ્થિતિની સમીક્ષા અને રજૂ કરશે પાર્ટીનો મત.

નેશનલ કોંગ્રેસ પાર્ટી દ્વારા જારી એક પ્રેસ નોટમાં પાર્ટીના 11 નેતાઓનું નામ જાહેર કરીને, રોજેરોજ વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા અને તેના પર પાર્ટીનો અભિપ્રાય વ્યક્ત કરવા ટીમ જાહેર કરવામાં આવી છે. જેમાં એકપણ OBC, ST કે SC ના હોવાથી લોકોમાં નારાજગી વ્યાપી છે.
ડૉ. બાબાસાહેબ આંબેડકરના સમયથી, “કોંગ્રેસ એ સવર્ણ હિંદુઓની પાર્ટી છે અને પછાત સમાજને કોંગ્રેસ વારંવાર અવગણી રહી છે.”, તેવા આક્ષેપો થતાં આવ્યા છે. જે આ લિસ્ટ જોતા પુષ્ટિ મળે છે.
કોંગ્રેસ પાર્ટી પોતાને રાષ્ટ્રીય પાર્ટી ગણાવે છે પણ તેના અધ્યક્ષ પદ પર મોટેભાગે સવર્ણ હિંદુઓ જ બિરાજમાન રહ્યા છે. અને વિવિધ કમિટીઓમાં પણ સવર્ણ હિંદુઓ જ પ્રમુખ સ્થાન શોભવતા હોય છે.
એટલું જ નહીં,
રાજ્યો અને કેન્દ્રમાં કોંગ્રેસ જેટલી વાર સત્તામાં આવી છે ત્યારે પણ OBC, ST, SC અને માઈનોરિટીને પ્રતિનિધિત્વ આપવામાં કોંગ્રેસ ઉણી ઉતરી છે.
કોરોના કેવી મહામારી, વ્યાપક બેરોજગારી, ખેડૂત અને યુવાનોની મોટા પ્રમાણમાં આત્મહત્યા, મજૂર-આદિવાસીઓનું સ્થળાંતર અને આજના સમયમાં ખાસ મુસલનાનો પ્રત્યે ફેલાવાતી નફરત, અફવાના સમયે કોંગ્રેસ પાર્ટીએ એકપણ મુસ્લિમ, OBC, ST કે SC ને કમિટીમાં સ્થાન આપવાનું ઉચિત માન્યું નથી. તો સવાલ એ થાય કે ભારતની આ 4 મુખ્ય સમુદાયનો અવાજ કોણ રજૂ કરશે? શુ હાલના સમયમાં દરેક સમાજના પ્રતિનિધિને કમિટીમાં સમાવવું જરૂરી નોહતું?
આ કમિટીના સભ્યો છે.
1) ડૉ. મનમોહનસિંહ (ચેરમેન)
2) શ્રી રાહુલ ગાંધી
3) શ્રી રણદીપસિંહ સુરજેવાલા (કન્વીનર)
4) શ્રી કે. સી. વેણુગોપાલમ
5) શ્રી પી. ચિદમ્બરમ
6) શ્રી મનીષ તિવારી
7) શ્રી જયરામ રમેશ
8) શ્રી પ્રવીણ ચક્રવર્તી
9) શ્રી ગૌરવ વલ્લભ
10) મિસ. સુપ્રિયા શ્રીનાતે
11) શ્રી રોહન ગુપ્તા
આમ, કોંગ્રેસ એ ફક્ત સવર્ણોની જ પાર્ટી છે, OBC, ST, SC અને માઈનોરિટીનું કોંગ્રેસમાં કોઈ યોગ્ય સ્થાન નથી, એમ લોકોમાં છાપ ઉભી થઈ છે.