એક લેખકે ડૉ.આંબેડકરને પૂછ્યું “તમે શુદ્રો(OBC,SC,ST) માટે 40 વર્ષ સંઘર્ષ કેમ કર્યો?” વાંચો જવાબ

એકવાર એક લેખકે ડો.બાબાસાહેબ આંબેડકરને પૂછ્યું કે, “તમે પોતાના જીવનના લગભગ 40 વર્ષ શુદ્રો (SC,ST,OBC) માટેના હક્ક અધિકારોની સંઘર્ષમય લડાઈ પાછળ વિતાવ્યા તો એની પાછળનો આશય શું રહેલો..!! તમે ક્યા હેતુસર શોષિત, પીડિત, વંચિત, પછાત સમાજના જે આ લોકો છે એમનામાં ઐક્યત્વ સ્થાપવાની હાકલ જગાવી..!!”. તો બાબા સાહેબે તેના વળતા જવાબ રૂપે ખૂબ જ સચોટ ઉત્તરદાયિત્વ નિભાવ્યું જે કઈંક આ મુજબ છે:
“જેમ બંધારણ સમાનતા, સ્વતંત્રતા અને બંધુત્વતાના સિદ્ધાંત પર આધારિત છે તેમ બુદ્ધ ધમ્મ પ્રજ્ઞા, શીલ, કરુણા અને મૈત્રી રૂપી બુનિયાદી પાયાઓના ઉપદેશો પર આધારિત છે. બંધારણ અને બુદ્ધના ધમ્મમાં જેમ સિદ્ધાંતો અને ઉદ્દેશો રહેલા છે એમ મેં પણ મારા શુદ્ર સમાજના આ શોષિત, પીડિત, વંચિત લોકો માટે કેટલાક સિદ્ધાંતો ઘડી કાઢ્યાં છે.જેમાં સંવિધાનના આધારે શુદ્રોને ઇ.સ.પૂર્વે 2200 વર્ષોની બ્રાહ્મણી વ્યવસ્થાની ગુલામીમાંથી મુક્ત કર્યા છે.અને તેમને મારી 22 પ્રતિજ્ઞાઓ અનુસરવાનું કહ્યું છે. જેના પાલન સ્વરૂપે આવનાર 10 વર્ષો માટે માંગવા વાળામાંથી આપવા વાળા બની જશે. પણ જો તેનું ચોક્કસપણે પાલન નહી કરવામાં આવે તો તેઓ આવનાર 100 વર્ષો માટે ફરીથી માંગવા વાળા બનીને રહી જશે. એટલે કે ફરીથી ગુલામીની બેડીયોમાં ઝકડાઈ જશે જેમાંથી મેં તેમને ઉગાર્યા છે.
બીજું બાબા સાહેબ ઉમેરે છે કે પોતાની આવકનો 5 ટકા હિસ્સો સમાજસેવાના કામો પાછળ વાપરો અથવા મારા મિશન પાછળ ખર્ચવા. બીજું પોતાના સમાજના
મહામાનવો (જેમાં મહાપુરુષો સાથે મહામહિલાઓનો પણ નોંધનીય ફાળો રહેલો છે)ના સંઘર્ષમય ઇતિહાસને જાણી તેનો અમલ કરે અને આવનાર પેઢીને પણ તેના અમલ થકી તૈયાર કરે તથા તેમની વૈચારીક વિચાર પરિવર્તનનની નીતિઓ અપનાવી તેનો પણ અમલ કરે અને કરાવે. કેમ કે, શુદ્રોની પરિસ્થિતિ અને સમસ્યાઓના નિવારણ માટે તે અતિ આવશ્યક છે અને આ સમસ્યાઓના નિરાકરણ માટે જ સંવિધાનની રચના કરવામાં આવી છે, જે દરેક સમસ્યા નિવારવા ઉપયોગી સાબિત થશે.
આજ સંવિધાન આરક્ષણ માટે પણ મુદ્દો ખડો કરે છે જેની સમસ્યાનો ઉકેલ પણ તેમાં જ છે. આરક્ષણ પણ શુદ્રોને દરેક સમાજ માં સમાનતા માટે રચવામાં આવ્યું છે જેના થકી સમાનતા સ્વાતંત્રતાના એ તમામ હક્ક અધિકારો તેમને ભોગવવા મળે. શુદ્રો માટે એ કપરું સાબિત થયું છે કે સંવિધાન છે તો આરક્ષણ છે આરક્ષણ છે તો હક્ક અધીકારો છે અને આ હક્ક અધિકારો ભોગવવા ફરી પાછું સંવિધાન અનુસરવું અનિવાર્ય છે.”
બાબાસાહેબની વાત તો અહીં પુરી થાય છે, પણ એ શુદ્રો ક્યાં છે? કઈ દુનિયામાં ગુમ થઈ ગયા છે? જે બાબાસાહેબના સંવિધાનીક હક્કો અધિકારો ભોગવવા તો માંગે છે પણ ટેબલ ખુરશીની નીચે ચોરી છુપીથી અહમની રાહે સંતોષવા માંગે છે. એ પણ એવી સંતોષની રાહે જેમાં ફરી પાછા વર્ગોની અસમાનતાના, અંદરો અંદરની ઊંચનીચના, વાડાબંધી વાળા સ્વચક્રીય વમળમાં ફસડાઈ પડશે.