રેવન્યુ વિભાગનો સરકારી કર્મચારીઓને પરિપત્ર -PM Cares Fund માં દાન કેમ નથી આપવું? જવાબ આપો.

રેવન્યુ વિભાગે પરિપત્ર જારી કરતાં કહ્યું છે કે તેમના વિભાગના કોઈ સરકારી કર્મચારીએ એક દિવસનો પગાર દાન ના કરવો હોય તો 20 april 2020 સુધી લેખિતમાં, પોતાના એમ્પ્લોઈ કોડ સાથે લેખિતમાં જાણ કરવાની રહેશે.
કેબિનેટ સેક્રેટરી રાજીવ ગૌબાએ બધા જ મંત્રાલયોને પીએમ કેયર્સ ફંડ માટે દાન ઉઘરાવવા અપીલ કરી હતી અને તે અપીલના જવાબમાં નાણામંત્રાલયના રેવન્યુ વિભાગનો પરિપત્ર જારી કર્યો છે.
જેમાં મુખ્યત્વે બે બાબતો છે.
1) માર્ચ 20121 સુધી દર મહિને, દરેક કર્મચારીએ પોતાનો એક દિવસનો પગાર દાન આપવો.
2) જો કોઈ કર્મચારીએ દાન ના આપવું હોય તો પોતાના સર્વિસ નંબર સાથે કારણો જણાવવા.
આ પરિપત્ર બાદ કેટલાંક સવાલો ઉભા થઇ શકે છે.
કોઈપણ વિભાગ પોતાના કર્મચારીઓને અપીલ કરી શકે પણ ફંડ ના આપનાર પાસે ખુલાસો કેવી રીતે માંગી શકે? અને એ પણ સર્વિસ નંબર સાથે? શુ આ સરકારી કર્મચારીઓને એક પ્રકારની ધમકી નથી? ફંડ જ્યારે સ્વૈચ્છીક રીતે ભેગું કરવાનું છે તો ના આપનારને જવાબ આપવા માટે બાધિત કેવી રીતે કરી શકાય?
વળી, ફંડમાં એક વર્ષ સુધી, બાર દિવસનો પગાર આપવાનો કહેવામાં આવ્યું છે. શુ કોરોના મહામારી એક વર્ષ સુધી ચાલવાની છે?

આ સિવાય અન્ય કેટલાક સવાલો પણ ઉભા થાય છે. જેમ કે,
1) રાષ્ટ્રીય આપદા ફંડમાં આ વર્ષે કેટલું બજેટ ફાળવવામાં આવ્યું હતું?
2) રાષ્ટ્રીય આપદા ફંડમાંથી ફેટલું ફન્ડ વપરાયું?
3) પીએમ કેયર ફંડનો હિસાબ મેળવવાની જોગવાઈ નથી તો એવા ફંડમાં હજારો કરોડો રૂપિયા કેમ નંખાવવામાં આવે છે?
4) આ ફંડનો દુરુપયોગ થશે તો જવાબદાર કોણ?
પણ એનાથીય અગત્યનો સવાલ છે કે, જ્યારે #CAG ને ઓડિટ કરવાની સત્તા જ નથી તો આ ફંડ સદુપયોગ થયો કે દુરુપયોગ થયો? એ કેવી રીતે ખબર પડશે?
ભારત દેશ કોરોના જેવી મહામારી સામે ઝઝૂમી રહ્યો છે. કોરોના સામે લડવા ખૂબ મોટી રકમની જરૂર હોય પ્રધાનમંત્રી કેયર્સ ફંડ બનાવવામાં આવ્યું છે અને 4 એપ્રિલ 2020 સુધી 6500 કરોડ જમા થયા છે. આ સાથે સાથે વિવાદ પણ શરૂ થઈ ગયો છે કે પ્રધાનમંત્રી રિલીફ ફંડ હતું તો અલગથી પ્રધાનમંત્રી કેયર્સ ફંડ બનાવવાની જરૂર કેમ પડી? વળી, આ પીએમ કેયર્સ ફંડ, પીએમ રિલીફ ફંડની જેમ #CAG દ્વારા ઓડિટેબલ નથી. એટલે આ ફંડ ક્યાં વપરાશે? તેનો હિસાબ મેળવવો મુશ્કેલ થઈ જશે.