દલિત આદિવાસી વિરુદ્ધ વધુ એક ચુકાદો

Wjatsapp
Telegram

ભારતીય બંધારણ ના આર્ટીકલ ૧૭ માં અશ્પૃસ્યતા નાબૂદીની જોગવાઇની સાથે સાથે જો કોઇ પણ કોઇ પ્રકારે અશ્પૃસ્યતાનુ આચરણ કરશે તો તે કાયદેસર રીતે સજાને પાત્ર બનશે તેવી સ્પષ્ટ જોગવાઇ કરવામાં આવેલ છે.

બંધારણના આ આર્ટીકલના ઉદેશ અને હેતુની પરિપૂર્તિ માટે ૧૯૫૫ મા અશ્પૃસ્યતા નાબૂદી ધારો પાર્લીમેન્ટે ઘડેલ . સમય જતા આ કાયદામાં અમુક ફેરફાર – સુધારા કરી ૧૯૭૬ માં નાગરીક હક્ક સંરક્ષણ ધારો પાર્લમેન્ટે ઘડ્યો. આ કાયદા અમલી હોવા છતા અનુસુચિત જાતિ-જનજાતિ પ્રત્યે ની આભડછેટ છૂતાછૂત અને જ્ઞાતિના ધોરણે ભેદભાવો અને અત્યાચારોમાં ઘટાડો ન થયો. તેથી પાર્લમેન્ટે ૧૯૮૯ મા અનુસુચિત જાતિ અને જનજાતિ (અત્યાચાર નિવારણ) કાયદો પાસ કર્યો સમય જતા તેમાં પણ અમુક છટકબારીઓ રહી જતા છેલ્લે ૨૦૧૬ મા તેમાં પણ ધરખમ સુધારા કરવા પડ્યા છે. આ સંજોગો એવું સૂચવે છે કે આ દેશના જાતિવાદી માનસ માં કોઇ સુધારો થયો નથી અને આ દલિત વર્ગો પ્રત્યે હજુસુધી અસ્પૃશ્યતા રાખવામાં આવે છે. અને બંધારણ અમલમાં આવ્યા પછી ૬૯ વર્ષ પછી પણ બંધારણના આર્ટીકલ ૧૭ ના હેતુ અને ઉદેશો સિદ્ધ થયા નથી.

આ સંદર્ભ માં આવા કાયદાઓ નીચેના કેસો ચલાવનારા ન્યાયધિશોનો રોલ કેવો હોવો જોઇએ તેના પર પ્રકાશ પાડતું નામદાર સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ એ. આઇ. આર. ૧૯૭૩ સુ.કો. ૧૧૨૩ સ્ટેટ ઓફ કર્નાટક વિરુધ્ધ અપ્પા બાલુ ઇન્ગાલે ખૂબ જ મહત્વનું છે. It is landmark judgment. તેમા નામદાર સુપ્રીમ કોર્ટે ઘણી ગાઇડલાઇન આપી છે. તે પૈકી એમ કહ્યું છે કે “સામાજિક કાયદો તે કરકસરનું સાધન નથી . ન્યાયધિશે આવા સામાજિક કાયદાઓ પાછળનો મૂળભૂત ઉદેશ નજર સમક્ષ રાખીને જે કાયદાની જોગવાઇનુ અર્થસભર અર્થઘટન કરવાનું છે.

But see the scenario and mockery of justice આવા કેસોમાં :-

ફરિયાદી કે ભોગ બનનાર અનુસુચિત જાતિનો !

બાકીના મોટા ભાગના સાક્ષીઓ બિન અનુસુચિત જાતિના !

મોટાભાગના કેસોમાં પંચો અને બીજા expert evidence ના સાક્ષીઓ બિનઅનૂસૂચિત જાતિના !

FIR લેનાર પોલીસ બિનઅનૂસૂચિત જાતિનો !

બાકીના પરચૂરણ પણ મહત્વના બીજા સાહેદો બિનઅનુસૂચિત જાતિના !

ગુનાની તપાસ કરનાર પોલીસ અધિકારી બિનઅનૂસૂચિત જાતિનો !

આવા બિનઅનુસૂચિત જાતિઓના સાહેદો જો ફરિયાદ પક્ષની તરફણમાં અને ગુનાની જે તપાસ કરી હોય તેને અનુરુપ જુબાની ન આપે તો તેના વિરુધ્ધ કાનૂની કાર્યવાહી કરવાની જોગવાઇ કરવામાં આવેલ છે. Even કોઇ પણ જાતિ જ્ઞાતિના સાહેદ તેના પોલીસ રુબરના નિવેદન મુજબ જુબાની ન આપે તો કોર્ટ તેવા સાહેદ વિરુદ્ધ ખોટી જુબાની આપવા બદલ પગલા લઇ શકે તેવી કાયદામાં જોગવાઇ છે જ.

તો ખરેખર જે જજે ટ્રાયલ ચલાવી ચુકાદો આપ્યો તેણે આવા ફરી ગયેલા (hostile) સાહેદો વિરુદ્ધ પગલા લેવાના બદલે ફરિયાદ પક્ષને સરકારે જે વળતર કાયદા મુજબ ચૂકવેલ છે તે પાછું લેવાની કોઇ સતા જ નથી. કાયદામાં એવી જોગવાઇ નથી કે સરકારે પોલીસી લેવલે અનુસુચિત જાતિના ભોગબનનારને વળતર ચૂકવેલ હોય તે કોર્ટ સરકાર, પી.પી. કે ભોગબનનારને સાંભળ્યા વગર મનસ્વી હુકમ કરીને ભોગબનનારને આપેલ વળતર પાછું લેવાનો હુકમ કરે. એટ્રોસીટી એકટ, તેની નીચેના રુલ્સમાં કે Cr. P. C. માં આવી જોગવાઇ પણ નથી.

સુપ્રીમ કોર્ટનું એક લેટ્સ્ટ જજમેન્ટ છે કે જે કેસમાં આરોપીઓ નિર્દોષ છૂટી જાય તો તેવા કેસોમાં ગુનાની તપાસ કરનાર પોલીસ અધિકારી અને જે સરકારી વકીલે પ્રોસીક્યુસન વતિ કેસ ચલાવેલ હોય તેની વિરુદ્ધ કાયદેસર પગલા લઇ શકાય !!!

અને છેલ્લે કોઇ ધાર્મિક કે સાંપ્રદાયિક મેળાવડા મા કે કોઇ ભયંકર અકસ્માતોમાં સામૂહિક રીતે માણસો મરી જાય છે ત્યારે સરકાર જે તેના વારસોને કે ઇજા પામનાર લોકોને વળતર ચૂકવે છે તેવા કિસ્સામાં આવી ટ્ર્ઝેડીમાં જે ગુનેગારો વિરુદ્ધ કેસો થાય અને તે ગુનેગારો છૂટી જાય તો સરકારે victims ને ચૂકવેલ વળતર જે તે પાસેથી પરત લેવાની કાયદામાં કોઇ જોગવાઇ નથી . તો આમાં કેમ ? તે ઉકેલ માંગતો કોયડો ઉકેલવો રહ્યો !!!

આ કિસ્સામાં અટ્રોસીટી એકટ નીચેની કોર્ટ નું જજમેન્ટ તદન ગેરકાયદેસરનુ કઇ શકાય. તેને ઉપલી અદાલતમાં પડકારી શકાય.

કે. બી. રાઠોડ
નિવૃત એડીશ્નલ ડીસ્ટ્રીકટ જજ
રાજકોટ.

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.