સવર્ણ હિન્દુઓનું વધુ એક ભરતી કૌભાંડ

ખુરાનાને બદલે મીશાની ભરતી.
ઇન્ટરવ્યૂ પેનલ : પ્રસાદ, પુરી, સુદ્રાવલ્લી, અવસ્થી, કૌલગી, પાર્થસારથિ, રવિચંદ્રન, જાની, રે, મહેતા, થિરુપુગસ
વિષય નિષ્ણાત : જાની વિસારિયા
પટેલની કન્સલ્ટન્સી
પુરાવા હોવાં છતાં કાર્યવાહી કોણ નથી? : મિત્રા
——
હરિભાઈ દેસાઈએ પોતાની ફેસબુક વોલ પર આરટીઆઈના પુરાવા સાથે સવર્ણ હિન્દુઓનું ભરતી કૌભાંડ ખુલ્લું પાડ્યું છે. બધા જ લિપ્ત નામોવાળા સવર્ણ હિન્દુ છે પણ તેમછતાં હરિભાઈએ આ લખવાનું ટાળ્યું છે. હવે હરિભાઈ લખે કે ના લખે વાસ્તવિકતા એ જ છે કે ગુજરાતના ઊંચી પોસ્ટના ભરતી કૌભાંડોમાં સવર્ણ હિંદુઓ જ નામો નીકળે છે. વાંચો પુરી પોસ્ટ.

હોદ્દાની લાયકાત વિનાની ડૉ.મીશા વ્યાસને અકળ કારણોસર વિપુલ મિત્રાનું રક્ષાકવચમામલો હાઇકોર્ટમાં જાય એ પહેલાં જનહિતમાંલ્યો, આ રહ્યા દસ્તાવેજો.ગુજરાત સરકારની મહાત્મા ગાંધી લેબર ઇન્સ્ટિટ્યૂટ (એમજીએલઆઈ)માં અધ્યાપકપદ માટે અરજી કરવાની લાયકાત પણ નહીં ધરાવનાર ડૉ.મીશા વ્યાસને ઇન્ટર્વ્યૂમાં ઉપસ્થિત રહેલા ૧૩ ઉમેદવારોમાં ૧૩મા ક્રમેથી મૂકવામાં આવ્યાં હતાં, પરંતુ ખુલ્લેઆમ ચેડાં કરીને તેમને પહેલા ક્રમે લાવવાનું ભગીરથ કાર્ય કરાયું હતું. ઇન્ટર્વ્યૂ લેનાર પેનલમાં સંજય પ્રસાદની અધ્યક્ષતામાં મુકેશ પુરી,ડૉ.સુદ્રાવલ્લી, ડૉ.દિનેશ અવસ્થી, વી.આર.ઍસ.કૌલગી, પ્રા.આર.પાર્થસારથિ, ડૉ.એન.રવિચંદ્રન, ડૉ. ગૌરાંગ જાની, ડૉ.સી.ઍન.રે, ડૉ.નીતિ મહેતા અને ડૉ.વી.થિરુપુગસ હતા.વિષય નિષ્ણાત તરીકે ડૉ.ગૌરાગ જાની અને ડૉ.લીલા વિસારિયા હતાં. એમણે આપેલા ગુણ સાથે ચેડાં કરીને મીશાને પહેલા ક્રમે લાવવા ૮૨ વર્ષના આજીવન પ્રાધ્યાપક ડૉ.બી.બી.પટેલે લાખો રૂપિયાની કન્સલ્ટન્સીના મોહમાં અંધ થઈને ગુનાહિત પ્રવૃત્તિ કરી હતી. આના દસ્તાવેજી પુરાવા રાઈટ ટુ ઇન્ફર્મેશન (આર.ટી.આઈ.)માં સરદાર પટેલ સંશોધન સંસ્થાન-સેરલિપના સંસ્થાપક નિયામક ડૉ.હરિ હેમરાજભાઈ દેસાઈએ મેળવ્યા હતા.ડૉ.પટેલે ૨૯.૧૯ને ખોટી રીતે વધારીને ૬૧.૧૯ કરી મીશાની પસંદગી કરાવી હોવાનું સ્પષ્ટ છે.
આ અને બીજા ઢગલાબંધ દસ્તાવેજો સરકારશ્રી અને ખાસ કરીને શ્રમ અને રોજગારના અધિક મુખ્ય સચિવ તેમ જ એમજીએલઆઈના ડીજી શ્રી વિપુલ મિત્રાને ઉપલબ્ધ કરાવાયા છતાં ડૉ.મીશા વ્યાસને મિત્રા કોઈ અકળ કે રહસ્યમય કારણસર રક્ષાકવચ પૂરું પાડી રહ્યા છે. મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નિયુક્ત કરેલા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ.ના કુલપતિ ડૉ. દક્ષેશ ઠાકરનાં પત્ની ડૉ.કીર્તિ ઠાકરની કે સૌરાષ્ટ્ર યુનિ.ના અધ્યાપકની નિમણૂક રદ થઇ શકે પણ ગેરકાયદે નિયુક્ત ડૉ.મીશા વ્યાસને સુરક્ષાકવચ મળે યહ બાત કુછ હજમ નહીં હુઈ!
ડૉ. હરિભાઈ દેસાઈની મૂળ પોસ્ટની લિંક.
https://m.facebook.com/story.php?story_fbid=2036221629842709&id=100003646744703