નહેરુના મતે હિંદુ ધર્મ એટલે શું?

Wjatsapp
Telegram

“મારું હિંદનું દર્શન”
લેખક : જવાહરલાલ નહેરુ
અનુવાદક : મણિલાલ ભ. દેસાઈ
પ્રકાશક : નવજીવન ટ્રસ્ટ

જવાહરલાલ નહેરુએ લખેલ આ પુસ્તકમાં એક પ્રકરણ છે, “હિંદુ ધર્મ શુ છે?”
જેમાંથી કેટલાક રસપ્રદ અને ભારતના હિંદુઓની આંખો ઉઘડતા અંશો અહીં રજૂ છે.

૧. અમારા પ્રાચીન સાહિત્યમાં હિંદુ શબ્દ ક્યાંયે આવતો નથી.

૨. ઈશુની આઠમી સદીના એક તાંત્રિક ગ્રંથમાં એ શબ્દ પહેલવહેલો વપરાયો હતો. તેમાં હિંદુ શબ્દ પ્રજા અથવા જાતિ સૂચવે છે, કોઈ ધર્મના અનુયાયી નહિ.

૩. પશ્ચિમ અને મધ્ય એશિયાના લોકો સિંધુ નદીની આ પારના પ્રદેશોમાં રહેતા લોકોને માટે વાપરતા હતા.

૪. અમુક એક ધર્મસંપ્રદાય માટે હિંદુ શબ્દનો પ્રયોગ ઘણો પાછળથી થવા લાગ્યો.

૫. હિંદમાં ધર્મ માટેનો સર્વસ્પર્શી પ્રાચીન શબ્દ “આર્યધર્મ” હતો. ધમનો સાચો અર્થ સાંપ્રદાયિક માન્યતા કરતા વિશેષ છે. ધારણ કરવું, ટકાવી રાખવું, ભેગા પકડી રાખવું. આર્યધર્મમાં વેદનું પ્રમાન્ય સ્વીકારનારા તેમ જ ન સ્વીકારનારા હિંદમાં ઉદ્દભવેલા બધાએ ધર્મોનો સમાવેશ થઈ જાય છે. બૌદ્ધો અને જૈનો (જેઓ વેદોનું પ્રમાણ્ય સ્વીકારતા નોહતા) તેમ જ વેદનું પ્રામાણ્ય સ્વીકારનારાઓ પણ એ શબ્દનો ઉપયોગ કરતા. બુદ્ધ ભગવાન નિર્વાનપ્રાપ્તિ માટેના પોતાના માર્ગને હંમેશા “આર્યમાર્ગ” તરીકે ઓળખાવતા.

૬. સામાન્ય રીતે વેદોનું પ્રામાણય સ્વીકારનારા સૌને વેદધર્મી કહી શકાય.

૭. બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ સહિત હિંદના બધાયે પ્રાચીન ધર્મસંપ્રદાયોને સનાતન ધર્મના નામથી ઓળખાવી શકાય. પણ કેટલાક રૂઢિચુસ્ત હિન્દુઓએ એ નામનો ઇજારો રાખ્યો છે. પરાપૂર્વથી ચાલતા આવેલા સનાતન ધર્મનું પાલન માત્ર અમે જ કરીએ છીએ એવો એમનો દાવો છે.

૮. એક ધર્મસંપ્રદાય તરીકે હિંદુ ધર્મ અસ્પષ્ટ, નિશ્ચિત સ્વરૂપ વિનાનો અને બહુવિધ છે. દરેક માણસની એને વિશે પોતપોતાની સમજ જુદી હોય છે. એની વ્યાખ્યા આપવાનું શક્ય નથી એટલું જ નહીં, પ્રચલિત અર્થમાં એને ધર્મ કહી શકાય કે કેમ એ કહેવું પણ મુશ્કેલ છે.

૯. આજે હિંદને લગતી વસ્તુઓ માટે ‘હિન્દુસ્તાની” શબ્દ વપરાય છે. એ શબ્દ અલબત્ત ‘હિન્દુસ્તાન’ ઉપરથી બન્યો છે. પણ એ બોલવે વધારે પડતો મોટો શબ્દ છે. ‘હિંદી’ શબ્દની સાથે સંકળાયેલા છે તેવા ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધો એની સાથે સંકળાયેલા નથી. હિંદની સંસ્કૃતિના પ્રાચીન યુગોનો ‘હિન્દુસ્તાની’ તરીકે ઉલ્લેખ કરવો એ ખરેખર વિચિત્ર લાગે.

 

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

1 Response

  1. બળદેવ ચાવડા says:

    નહેરુના વિચારોનો કોઈ પ્રભાવ આજના સમય પર પાડી શકાય એવું લાગતું નથી.. નહેરુજીની વાત સાચી છે…માનનાર કેટલા ??

Leave a Reply

Your email address will not be published.