પંકજ ધામેલિયા, 25 વર્ષનો, સુરતમાં વસતો યુવાન છે. પરિવર્તન ઝંખતો અને સતત પ્રયત્નશીલ, યુથ આઇકોન છે. નાગરિક સમસ્યાઓ પર કામ કરવા માટે “જન જાગૃતિ મંચ” નામનું સંગઠન બનાવ્યું છે અને યુવાનોને તેમાં જોડી, શિક્ષિત કરવાનું કામ કરે છે. સુરત કોર્પોરેશન પાસેથી ગટર, પાણી, રસ્તા, વિગેરે અસંખ્ય કામો કરાવ્યા છે. આ સિવાય સુરતની કોઇપણ સ્કુલમાં LC બાબતે પ્રશ્ન હોય તો પંકજ ધામેલિયા યુવાનોને મદદ કરે છે.
સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે.
સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે.
આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો.
જય ભારત યુવા ભારત
યુવાશક્તિ ઝીંદાબાદ
કૌશિક પરમાર
સંપાદક
૮૧૪૧૧૯૧૩૧૧