ભાગ ૨ : જાગ ઓબીસી જાગ

part 2 wake up obc
Wjatsapp
Telegram

OBC અનામતઅને ઈતિહાસ…!!

ભારતમાં જાતિગત ભેદભાવ અને અન્યાયનો ઈતિહાસ સદિયો જુનો છે. જાતિગત ભેદભાવો અને અન્યાય માત્ર SC અને ST સાથે જ નથી થયા,પણ હિંદુ વર્ણ વ્યવસ્થાના સમગ્ર “શૂદ્ર” સમુદાય સાથે થયા છે. જે અત્યારે “OTHER BACKWARD CLASSES (OBC)” તરીકે ઓળખાય છે.⁴


આ વર્ગો સાથે ઉચ્ચ વર્ગના લોકોએ ખૂબ અન્યાય અને ભેદભાવો કર્યાં હતાં. તેમના તમામ હકો અને તકો છીનવી લીધાં હતાં.
આ વર્ગો માટે આઝાદી પહેલાં મહાત્મા જ્યોતિબા ફૂલે, છત્રપતિ શાહુજી મહારાજ અને બાબાસાહેબ ડૉ. આંબેડકર જેવા અનેક સુધારકોએ નોંધપાત્ર કાર્યો કર્યાં હતાં.²
ભારત સ્વતંત્ર થતાં દેશનું બંધારણ બનાવવાની પ્રકિયા શરૂ કરવામાં આવી. ડૉ. બાબાસાહેબના પ્રયત્નોથી બંધારણના ડ્રાફ્ટમાં #અનુચ્છેદ૩૦૧ દાખલ કરવામાં આવ્યો. તે મુજબ અન્ય પછાત વર્ગોની ઓળખ કરવી, તેની પરિસ્થિતિ જાણીને તેમની સમસ્યાઓના નિકાલ માટે યોગ્ય પગલાં ભરવાની ભલામણ કરવામાં આવી. જે અંતિમ બંધારણમાં #અનુચ્છેદ૩૪૦ તરીકે સમાવિષ્ટ થયો.³

sc.st_.obc_.tmari-anamat-nabudini-kagar-par-sharuaat-book-store


૨૯ જાન્યુઆરી,૧૯૫૩ના રોજ પછાત વર્ગોને ઓળખીને તેમને પ્રતિનિધિત્વ આપવા અનુચ્છેદ-૩૪૦ મુજબ “પ્રથમ પછાત વર્ગ આયોગ”ની રચના કરવામાં આવી. જેનાં અધ્યક્ષ “કાકાસાહેબ કાલેલકર” હતાં, તેથી તે કાકા કાલેલકર આયોગ તરીકે ઓળખાયું. ૩૦ માર્ચ, ૧૯૫૫ના રોજ આયોગે પોતાનો રિપોર્ટ સરકારને સોંપ્યો. જેમાં OBC ને ૭૦% અનામત આપવાની ભલામણ કરવામાં આવી. તત્કાલિન સરકાર દ્વારા આ ભલામણો રદ્દ કરવામાં આવી.²
ત્યારબાદ ૧૯૬૦ના દાયકામાં રામસ્વરૂપ વર્મા, શહીદ જગદેવપ્રસાદ કૂશાવાહા, કર્પૂરી ઠાકુર અને લલઈસિંહ યાદવે OBC ને જાગ્રુત કર્યાં.


પરિણામે, ૨૦ ડિસેમ્બર, ૧૯૭૮ના રોજ “બિન્દેશ્વરીપ્રસાદ મંડલ (B.P. મંડલ)”ની અધ્યક્ષતામાં “બીજા પછાત વર્ગ આયોગ”ની રચના કરવામાં આવી. ૨૧ મહિના પછી ૧૨ ડિસેમ્બર, ૧૯૮૦ના રોજ આયોગ દ્વારા રિપોર્ટ સરકારને સોંપવામાં આવ્યો.²
મંડલ કમિશને ૧૯૬૧ની વસ્તી ગણતરીને આધારે ૩,૭૪૩ જેટલી જાતિઓને પછાત જાતિઓ તરીકે જાહેર કરી. જેની સંખ્યા ભારતની વસ્તીનાં આશરે ૫૨% કરતાં વધું હતી.²
આયોગ દ્વારા OBC ના વિકાસ માટે ૧૯ પ્રકારની ભલામણો કરવામાં આવી. જે મુજબ OBCને ૨૭% અનામતની ભલામણ કરવામાં આવી.²


તત્કાલિન સરકાર દ્વારા તેને ધ્યાને ના લેવાતાં અનેક બહુજન નેતાઓ અને પછાત વર્ગો દ્વારા આંદોલનો કરવામાં આવ્યાં. બહુજન સમાજ પાર્ટી (BSP) ના સુપ્રીમો માન્યવર કાંશીરામ સાહેબ દ્વારા જેલભરો આદોલન કરવામાં આવ્યું. આ સમયગાળામાં “મંડલ કમિશન લાગું કરો, વર્ના કૂર્સિ ખાલી કરો” જેવા નારાઓ પ્રચલિત થયાં.²
આમ, ખૂબ વિરોધ અને દબાણ વધતાં ૭ ઓગષ્ટ,૧૯૯૦ના રોજ V.P.સિંહ દ્વારા OBCને ૨૭% અનામત આપવાની જાહેરાત કરવામાં આવી.²


જેને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી અને ઉચ્ચ વર્ગના લોકો દ્વારા મંડલ વિરોધી દેખાવો થયા.૧૫૯ લોકોએ પોતાને આગ લગાડી, જેમાં અંદાજે ૬૩ લોકોના મોત થયા. બીજી બાજુ પછાત વર્ગો અને બહુજન નેતાઓ દ્વારા મંડલ સમર્થિત દેખાવો કરવામાં આવ્યાં. ૧૯૯૨માં શરદ યાદવ દ્વારા મંડલ રથ કાઢવામાં આવ્યો.⁴
૧૬ નવેમ્બર,૧૯૯૨ના રોજ સુપ્રીમ કોર્ટે OBC અનામતને બંધારણીય ગણીને “ક્રીમીલેયર”ની મર્યાદા લાગું કરી. આ ચુકાદા પછી ૮ સપ્ટેમ્બર,૧૯૯૩ના રોજ ૨૭% અનામત માટેની અધિસૂચના લાગું કરવામાં આવી.²
આમ, વર્ષોના સંઘર્ષ અને લડત પછી ભારતના બંધારણના અનુચ્છેદ-૧૫(૪) અને ૧૬(૪) મુજબ OBCને શૈક્ષણિક અને સરકારી સેવાઓની નોકરીઓમાં ૨૭% અનામત મળી.¹

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.


(નોંધ:- OBC વર્ગોના વિકાસ માટે મંડલ કમિશને ૧૯ ભલામણો કરી હતી.આજે આઝાદીના આટલા વર્ષો પછી પણ માત્ર ૨ ભલામણો જ લાગું કરવામાં આવી છે, જે વિચારવા જેવું છે.)²
નોંધ : આ મેસેજ ગુજરાતના દરેક ઓબીસી સુધી પહોંચાડવા નમ્ર વિનંતી.
સંદર્ભો:-
૧) ભારતનું સંવિધાન-4th Edition (કાયદા અને ન્યાય મંત્રાલય).
૨) મંડલ કમિશન રિપોર્ટ, સંપાદક:- ચંદ્રભૂષણસિંહ યાદવ.
૩) અન્ય પછાત વર્ગ અને ડૉ.આંબેડકર:- ડૉ. સંજય ગજભિયે.
૪) મંડલ કમિશન, દ્રષ્ટિ IAS YOUTUBE VIDEO LECTURE.


ડૉ.ભાવિન પરમાર. (તા.૦૩/૦૬/૨૦૨૧, ૯:૦૦, AM)©.

You may also like...

Leave a Reply

Your email address will not be published.